Knowledge: ઘણા રેલવે સ્ટેશનોના નામની સાથે જોડાયેલો હોય છે ‘રોડ’ શબ્દ, જાણો તેની પાછળનો રસપ્રદ અર્થ

Indian Railway Interesting Facts: ભારતનું રેલવે નેટવર્ક એ દુનિયાના સૌથી મોટા રેલવે નેટવર્કમાંથી એક છે. ભારતીય રેલવે સાથે અનેક રસપ્રદ વાતો જોડાયેલી છે. ઘણા રેલવે સ્ટેશનના નામની સાથે રોડ શબ્દ જોડાયેલો હોય છે. ચાલો જાણીએ તેના વિશેની રસપ્રદ વાતો.

Knowledge: ઘણા રેલવે સ્ટેશનોના નામની સાથે જોડાયેલો હોય છે રોડ શબ્દ, જાણો તેની પાછળનો રસપ્રદ અર્થ
Indian railway interesting facts
| Edited By: | Updated on: Apr 21, 2023 | 6:35 PM

ભારતીય રેલવે નેટવર્કમાં ઘણા સંકેતો અને પ્રતીકોનો ઉપયોગ કરવામાં આવે છે. આ સંકેતો ખુબ જ ખાસ હોય છે અને તેની સાથે રસપ્રદ વાતો જોડાયેલી હોય છે. તમે ગુજરાત સહિત આખા દેશમાં એવા ઘણા રેલવે સ્ટેશન જોયા હશે, જેના નામની પાછળ ‘રોડ’ શબ્દ જોડાયેલો હોય છે. આ શબ્દ અર્થ ઘણો મહત્વનો છે. ચાલો જાણીએ ભારતીય રેલવેના રહસ્ય વિશે વિસ્તારથી જાણીએ.

ભારતીય રેલવે સ્ટેશનોના નામની પાછળ રોડ શબ્દનો ઉપયોગ લોકોને એક ખાસ જાણકારી આપવા માટે કરવામાં આવે છે. જે રેલવે સ્ટેશનના નામની પાછળ ‘રોડ’ શબ્દનો ઉપયોગ થાય તે શહેરથી ખુબ દૂર હોય છે અને ત્યાંથી શહેર સુધી જવા માટે રસ્તાનો સહારો લેવો પડે છે. ટૂંકમાં તે રેલવે સ્ટેશનના નામની પાછળ રોડ શબ્દ જોડાયેલો હોય છે તે મુખ્ય શહેરની ઘણા કિલોમીટર દૂર હોય છે.

ભારતીય રેલવેના એક વરિષ્ઠ અધિકારી અનિમેષ કુમાર સિન્હા એ પણ જણાવ્યું છે કે, રેલવે સ્ટેશન સાથે ‘રોડ’ શબ્દ જોડાયેલો હોવો એ વાતનો સ્પષ્ટ ઈશારો છે કે શહેર સુધી જવા માટે રેલવે સ્ટેશન પાસેથી એક રોડ પસાર થાય છે. મુખ્ય શહેર સુધી જવા માટે યાત્રીએ આ સ્ટેશન પર ઉતરવું પડશે.

3થી 100 કિલોમીટર દૂર હોઈ શકે છે શહેર

રેલવેના અધિકારીઓએ આપેલી જાણકારી અનુસાર, જે રેલવે સ્ટેશનના નામની પાછળ રોડ શબ્દ હોય છે. તે સ્ટેશન મુખ્ય શહેરથી 3થી 100 કિલોમીટર દૂર હોઈ શકે છે. ઉદાહરણ તરીકે ગુજરાતનું મહેમદાવાદ ખેડા રોડ રેલવે સ્ટેશન નડિયાદથી 80 કિલોમીટર દૂર છે. જેમે કે કોડાઈકનાલ રોડ રેલને સ્ટેશનથી કોડાઈકનાય શહેરનું અંતર પણ લગભગ 80 કિમી છે. જ્યારે રાંચી રોડ રેલવે સ્ટેશનથી રાંચી શહેર લગભગ 49 કિમી દૂર છે.

ગુજરાતના 30 રેલવે સ્ટેશનના નામની સાથે થાય છે ‘રોડ’ શબ્દનો ઉપયોગ

  • મહેમદાવાદ ખેડા રોડ
  • ઉમરગામ રોડ
  • આંબલી રોડ
  • ચોરવડ રોડ
  • સંત રોડ
  • મુલી રોડ
  • ચાંપાનેર રોડ
  • અડાસ રોડ
  • વિજાપડી રોડ
  • સાબલી રોડ
  • સરોતા રોડ
  • હાપા રોડ
  • કટોસણ રોડ
  • ટીંબા રોડ
  • પાંચતલાવડા રોડ
  • પીપળીયા રોડ
  • ખારાલા રોડ
  • વાની રોડ
  • પાડલીયા રોડ
  • જીરા રોડ
  • લીલાપૂર રોડ
  • વડાલી લુટેરા રોડ
  • અદારી રોડ
  • અલીન્દ્રા રોડ
  • સાજણવાવ રોડ
  • કિકકુઈ રોડ
  • ચાંદખેરા રોડ
  • બાલા રોડ
  • બારવાલા રોડ
  • સાંરગપુર રોડ

શહેરથી દૂર કેમ હોય છે આવા રેલવે સ્ટેશન ?

ગુજરાતમાં 457 જેટલા રેલવે સ્ટેશનમાંથી 30 રેલવે સ્ટેશનના નામની સાથે રોડ શબ્દનો ઉપયોગ થાય છે. ગુજરાત સહિતે દેશના ઘણા શહેરમાં રેલવે લાઈન નાંખવામાં રેલવે વિભાગને મુશ્કેલીઓ થાય છે. આ મુશ્કેલીઓથી બચવા માટે તેઓ મુખ્ય શહેરથી દૂર રેલવે સ્ટેશનનું નિર્માણ કરવામાં આવે છે. જેમ કે માઉન્ટ આબુ પહાડ પર ભારતીય રેલવેને ટ્રેક નાખવામાં ઘણા ખર્ચાવાળું કામ છે. તેથી તેનાથી 27 કિલોમીટર પહાડી નીચે રેલવે સ્ટેશન બનાવવામાં આવ્યું છે. તેનું નામ આબુ રોડ રેલવે સ્ટેશન આપવામાં આવ્યું છે.

ગુજરાતના તમામ સમાચાર અને બ્રેકિંગ ન્યૂઝ ગુજરાતીમાં વાંચો tv9gujarati.com પર

દેશના સમાચાર વાંચવા માટે જોડાયેલા રહો…