ભારત ક્યા દેશો સાથે સૌથી વધુ વેપાર કરે છે, 10 સૌથી મોટા વેપારી ભાગીદારો કોણ છે ? અહીં જવાબ જાણો

|

Apr 18, 2023 | 11:53 AM

India Export-Import Stats : વર્ષ 2022-23 માટે ભારતના આયાત-નિકાસના આંકડા સામે આવ્યા છે. દેશના ટોપ 10 વેપારી ભાગીદારો કોણ છે તે જણાવવામાં આવ્યું છે. ચાલો જાણીએ ભારતના આયાત-નિકાસ સંબંધિત કેટલાક પ્રશ્નોના જવાબ.

ભારત ક્યા દેશો સાથે સૌથી વધુ વેપાર કરે છે, 10 સૌથી મોટા વેપારી ભાગીદારો કોણ છે ? અહીં જવાબ જાણો
India Export Import Stats

Follow us on

India Export-Import : વર્ષ 2022-23ના તાજેતરના આંકડાઓ અનુસાર, અમેરિકા ભારતનું સૌથી મોટું વેપારી ભાગીદાર છે. જ્યારે ચીન હજુ પણ બીજા સૌથી મોટા ભાગીદાર તરીકે પોતાનું સ્થાન જાળવી રાખ્યું છે. પરંતુ ભારત સાથેના કુલ વેપારમાં ઘટાડો થયો છે. જો કે, નાણાંકીય વર્ષ 2022-23માં કુલ નિકાસના આંકડા હજુ પણ આયાત કરતા ઓછા છે.

આ પણ વાંચો : વિશ્વમાં ભારતની કૃષિ અને પ્રોસેસ્ડ ફૂડની માંગમાં વધારો, નિકાસમાં 16 ટકાનો વધારો થયો છે

ભારતે સમગ્ર વિશ્વમાંથી $770.18 બિલિયનની નિકાસ અને $892.18 બિલિયનની આયાત કરી છે. જ્યારે વર્ષ 2021-22માં નિકાસ-આયાતના આંકડા અનુક્રમે 676.53 અને 760.06 અબજ ડોલર હતા.

T20માં ભારત માટે વર્ષ 2024 રહ્યું શાનદાર
અમીર લોકો સવારે 9 વાગ્યા પહેલા કરી લે છે આ 6 કામ, સફળતાની મળે છે ગેરંટી
ન પાણી કે ન સાબુ, ગરમ કપડાંને સ્વચ્છ કરવા માટે કરો આ 2 કામ
Vitamin B12 : મહત્તમ ફાયદા માટે વિટામીન B12 સપ્લિમેન્ટ્સ ક્યારે લેવાં?
ન્યુમોનિયા, ઉલટી, પેટનો દુખાવો કે ઝાડા જેવી બીમારીઓ માટે EMERGENCY ઘરેલુ ઉપચાર
Astro Tips : ધનવાન બનવું હોય તો રાત્રે સૂતા પહેલા કરી લો આ કામ, જુઓ Video

છેલ્લા 3 વર્ષમાં ભારત-અમેરિકા દ્વિપક્ષીય વેપાર

  1. વર્ષ 2022-23માં 128.55 અબજ ડોલર.
  2. વર્ષ 2021-22માં તે $119.5 બિલિયન હતું.
  3. વર્ષ 2020-21માં 80.51 અબજ ડોલરનું ટર્નઓવર થયું હતું.

અમેરિકામાં કુલ નિકાસ કેટલી હતી?

કેન્દ્રીય વાણિજ્ય મંત્રાલયના વર્ષ 2022-23ના ડેટા અનુસાર, ભારતે યુએસમાં કુલ $78.31 બિલિયનની નિકાસ કરી છે, જે પાછલા નાણાંકીય વર્ષ કરતાં 2.81 ટકા વધુ છે. નાણાંકીય વર્ષ 2021-22માં અમેરિકામાં $76.18 બિલિયનની નિકાસ કરવામાં આવી હતી.

ચીન સાથે ભારતના વેપાર આંકડા

વર્ષ 2022-23માં ચીન સાથે દ્વિપક્ષીય વેપાર 1.5 ટકા ઘટીને 113.83 અબજ ડોલર થયો છે. 2021-22માં ભારત અને ચીન વચ્ચે 115.42 અબજ ડોલરનો વેપાર થયો હતો. વર્ષ 2022-23માં ભારતથી ચીનમાં નિકાસ 28 ટકા વધીને 15.32 અબજ ડોલર સુધી પહોંચી ગઈ છે. આયાતમાં પણ 4.16 ટકાનો વધારો નોંધાયો છે. તે 98.51 અબજ ડોલર છે. ચીન સાથેની વેપાર વધીને $83.12 બિલિયન થઈ ગઈ છે, જે વર્ષ 2021-22માં $72.91 બિલિયન હતી.

ભારતના સૌથી મોટા 10 વેપારી ભાગીદાર દેશો

  • યુનાઈટેડ સ્ટેટ્સ ઑફ અમેરિકા
  • ચીન
  • સંયુક્ત આરબ અમીરાત
  • સાઉદી આરબ
  • રશિયા
  • જર્મની
  • હોંગ કોંગ
  • ઈન્ડોનેશિયા
  • સાઉથ કોરિયા
  • મલેશિયા

ભારતના ટોપ 10 નિકાસ દેશો

  • યુનાઈટેડ સ્ટેટ્સ ઑફ અમેરિકા
  • સંયુક્ત આરબ અમીરાત
  • ચીન
  • હોંગ કોંગ
  • સિંગાપુર
  • યુનાઇટેડ કિંગડમ
  • નેધરલેન્ડ
  • જર્મની
  • બાંગ્લાદેશ
  • નેપાળ

10 દેશો જ્યાંથી ભારત કરે છે આયાત

  • ચીન
  • યુનાઈટેડ સ્ટેટ્સ ઑફ અમેરિકા
  • સંયુક્ત આરબ અમીરાત
  • સાઉદી આરબ
  • રશિયા
  • સ્વિટ્ઝર્લૅન્ડ
  • હોંગ કોંગ
  • સાઉથ કોરિયા
  • ઈન્ડોનેશિયા
  • સિંગાપુર

કેટલાક વધુ મહત્વપૂર્ણ તથ્યો

ભારત વિશ્વના 192 દેશોમાં લગભગ 7500 વસ્તુઓની નિકાસ કરે છે અને લગભગ 140 દેશોમાંથી લગભગ છ હજાર વસ્તુઓની આયાત કરે છે.

એજ્યુકેશન, કરિયર, કરન્ટ અફેર્સ, જોબ ક્ષેત્રે શું ચાલી રહ્યું છે? Tv9gujrati.com પર લેટેસ્ટ ગુજરાતી સમાચાર વાંચો અને જુઓ

એજ્યુકેશન ન્યૂઝ, ગવર્નમેન્ટ જોબ, બોર્ડ રિઝલ્ટ, એડમિશન ન્યૂઝ વાંચવા માટે જોડાયેલા રહો…

Next Article