ઘરમાં રાખેલા કઠોળ કે અનાજમાં પડી જાય છે ધનેડા ? તો અજમાવો આ ટીપ્સ, કાયમની પરેશાનીમાંથી મળશે છુટકારો

|

Jun 02, 2023 | 12:31 PM

How to Prevent insects in Dal Chawal Naturally : ઘરમાં રાખેલા ચોખા અને કઠોળમાં ઘણી વખત જંતુઓ(ધનેડા)નો ઉપદ્રવ વધી જાય છે. થોડી બેદરકારીને કારણે ઘણી વખત હવાચુસ્ત પાત્રમાં રાખેલા અનાજ પણ બગડી જાય છે.જો કે કેટલાક ઘરેલું ઉપાયોની મદદથી ચોખા, કઠોળ કે અન્ય કોઈપણ અનાજથી જંતુઓને કેવી રીતે દૂર રાખી શકાય છે.

ઘરમાં રાખેલા કઠોળ કે અનાજમાં પડી જાય છે ધનેડા ? તો અજમાવો આ ટીપ્સ, કાયમની પરેશાનીમાંથી મળશે છુટકારો
How to Prevent insects in Dal Chawal Naturally

Follow us on

How To Store Rice And Lentils To Protect Bugs : ચોખા, કઠોળ કે કોઈપણ પ્રકારના અનાજની જાળવણીમાં એવી સમસ્યા હોય છે કે જો થોડી બેદરકારી હોય તો તેમાં નાના જીવડા(ધનેડા) આવી જાય છે. આ જીવડાને દૂર રાખવા માટે ઘણી વખત આપણે તેને એરટાઈટ કન્ટેનરમાં પણ રાખીએ છીએ, પરંતુ આ મોંઘા ડબ્બામાં પણ જંતુઓને રોકવું મુશ્કેલ બની જાય છે.

આવી સ્થિતિમાં, તેમને લાંબા સમય સુધી સંગ્રહિત કરવું કોઈપણ માટે એક પડકારરૂપ બની જાય છે. અહીં અમે જણાવી રહ્યા છીએ કે કેવી રીતે તમે કેટલાક ઘરેલું ટીપ્સની મદદથી જંતુઓને ચોખા, દાળ અથવા અન્ય કોઈપણ અનાજથી દૂર રાખી શકો છો. આવો જાણીએ કેવી રીતે.

આ પણ વાંચો :Health Tips: પાચનતંત્રની નહીં રાખો સંભાળ તો પસ્તાવાનો પાર નહીં રહે, જાણો ઘરેલું ઉપાય

આજનું રાશિફળ તારીખ : 24-11-2024
અદાણી લાંચ કેસમાં માત્ર કાકા-ભત્રીજા જ નહીં, આ 7 લોકો પણ ફસાયા
'કાચા બદામ ગર્લ' અંજલિ અરોરા માટે દિવાળી હતી પીડાદાયક, ખુદ જણાવી ઘટના
IPL Mega Auction : આ ટીમ રૂપિયા ખર્ચવામાં નંબર-1
IPL 2025 Auction : જાણો ક્યાં મફતમાં ઓક્શન લાઈવ જોઈ શકાશે
કાજોલે આ કારણથી શાહરૂખ ખાનની ફિલ્મ કરી હતી રિજેક્ટ, બાદમાં એશ્વર્યાને મળ્યો રોલ

અનાજને આ રીતે બચાવો ઘનેડાથી

તમાલપત્રનો ઉપયોગ

તમાલપત્રના પાંદડાની સુગંધ એક તરફ ખોરાકનો સ્વાદ વધારવાનું કામ કરે છે, તો તમે તેની મદદથી જંતુઓને પણ દૂર રાખી શકો છો. જો તમારા ચોખા અથવા દાળમાં જંતુઓ વારંવાર જોવા મળે છે, તો તમારે દર થોડા દિવસે આ બોક્સમાં તમાલપત્ર રાખવા જોઈએ.આનાજી જીવાત દુર થશે.

લીમડાના પાનનો ઉપયોગ

જો તમારા ઘરની નજીક લીમડાનું ઝાડ છે, તો તમે તેના પાંદડાની મદદથી તમારા ચોખા અને કઠોળને જંતુઓથી બચાવી શકો છો. આ માટે લીમડાના સૂકા પાનને મલમલના કપડામાં બાંધી લો અને બંડલને એક બોક્સમાં મૂકો.અનાજમાં જીવડા નહીં પડે.

લવિંગનો ઉપયોગ

લવિંગની મદદથી તમે અનાજને જંતુઓથી સુરક્ષિત રાખી શકો છો. આ માટે તમે અનાજના ડબ્બામાં લવિંગ રાખો. જંતુઓ અનાજથી દૂર રહેશે. એટલું જ નહીં કીડીઓ પણ નહીં આવે. આ માટે તમે લવિંગ તેલનો પણ ઉપયોગ કરી શકો છો.

લસણનો ઉપયોગ

લસણની ગંધ ખૂબ જ તીવ્ર હોય છે. જો તમે ચોખા અને દાળના ડબ્બામાં લસણની છાલને કપડામાં બાંધીને રાખશો તો જીવડા તેનાથી દૂર રહેશે.

નોંધ : આ લેખ માત્ર જાણકારી માટે છે અને તેને વિવિધ લેખનાં આધારે તૈયાર કરવામાં આવ્યો છે. આ તમામ સાથે Tv9 ગુજરાતી પણ સહમત જ છે તેમ માનવું નહી.

Next Article