
નકલી દારૂ પીને અનેક લોકો મોતના મુખમાં ધકેલાય છે. થોડા સમય પહેલા બિહારથી આવા સમાચાર આવ્યા હતા, જેણે બધાને ચોંકાવી દીધા હતા. હવે સવાલ એ થાય છે કે લોકો નકલી દારૂને કેમ ઓળખતા નથી. જો લોકો નકલી અને અસલી દારૂ વચ્ચેનો તફાવત સમજે તો તેમનો જીવ પણ બચી શકે અને નકલી દારૂનો વેપાર કરનારાઓનો પણ પર્દાફાશ થઈ શકે. તો આજે આ આર્ટીકલમાં અમે તમને કેટલીક એવી રીતો જણાવીશું, જેની મદદથી તમે અસલી અને નકલી દારૂની ઓળખ કરી શકશો.
દારુ બનાવવા માટે જે કેમિકલનો ઉપયોગ થાય છે તેને ઇથેનોલ કહેવામાં આવે છે. સૌથી મહત્વની વાત એ છે કે કંપનીઓ આ કેમિકલનો ઉપયોગ ચોક્કસ માત્રામાં અસલી દારૂ બનાવવા માટે કરે છે. જ્યારે નકલી દારૂ બનાવવા માટે ઈથેનોલને બદલે સ્પિરિટ, મિથાઈલ આલ્કોહોલ, ઈથાઈલ આલ્કોહોલ, યુરીયા, ઓક્સીટોસીન ઈન્જેક્શન જેવા અનેક કેમિકલનો ઉપયોગ કરવામાં આવે છે. આ કેમિકલની માત્રામાં વધારો થવાને કારણે દારૂ ઝેરી બની જાય છે.
નકલી દારૂ બનાવનારાઓ એટલા હાઇટેક બની ગયા છે કે તેઓ નકલી દારૂનો રંગ, સ્વાદ અને ગંધ એવી રીતે તૈયાર કરે છે કે જાણે તે અસલી દારૂ હોય. જો કે, આ હોવા છતાં, જો તમે થોડી કાળજી રાખો તો તમે નકલી દારૂને ઓળખી શકો છો. સૌથી પહેલી અને મુખ્ય વાત એ છે કે જ્યારે પણ તમે દારૂ ખરીદો તો તેને official દુકાનમાંથી દારૂ ખરીદો છો તો નકલી દારૂ મળવાની શક્યતા ઘણી ઓછી છે. આ સાથે, તમે નકલી દારૂને તેના પેકેજ દ્વારા પણ ઓળખી શકો છો. તમે જોશો કે નકલી દારૂનું પેકેજ ખૂબ જ ખરાબ હશે અને તેના નામની સ્પેલિંગ પણ ગૂંચવણભરી હશે. આ સાથે નકલી દારૂની બોટલોના સીલ ઘણી વખત તુટેલી હોય છે.
જો તમે ભૂલથી નકલી દારૂ પી લો છો, તો તમારા શરીરમાં ઘણા ફેરફારો જોવા મળે છે. કેટલીકવાર પરિસ્થિતિ એટલી ગંભીર બની જાય છે કે તે મૃત્યુ તરફ પણ દોરી જાય છે. તમને જણાવી દઈએ કે જો તમે આકસ્મિક રીતે ઝેરી દારૂ પી લીધો હોય, તો તમારા શરીરમાં મૂંઝવણ, ઉલટી, આંચકી, નબળાઇ, અસંતુલિત શ્વાસ, હાઈપોથર્મિયા અને બેહોશ જેવા લક્ષણો દેખાઈ શકે છે. આ લક્ષણોને યોગ્ય સમયે ઓળખીને તમે દર્દીનો જીવ બચાવી શકો છો.
નોંધ : આ લેખ માત્ર જાણકારી માટે છે અને તેને વિવિધ લેખનાં આધારે તૈયાર કરવામાં આવ્યો છે. આ તમામ સાથે Tv9 ગુજરાતી સંમત નથી.
ગુજરાતના તમામ સમાચાર અને બ્રેકિંગ ન્યૂઝ ગુજરાતીમાં વાંચો tv9gujarati.com પર
સ્વાસ્થ્ય અંગે સમાચાર વાંચવા માટે જોડાયેલા રહો…