
ભારતના રાજા-મહારાજાઓ મોંઘી કારના ખૂબ દિવાના હતા. તે સમયે ભારતમાં જે પણ કાર આવતી તે વિદેશથી જ આવતી હતી. તે દિવસોમાં ભારતીય રાજાઓ અને મહારાજાઓની સૌથી પ્રિય કાર રોલ્સ રોયસ હતી. પટિયાલાના મહારાજા ભૂપિન્દર સિંહ પાસે રોલ્સ રોયસ કારનો મોટો કાફલો હતો, પરંતુ તેમની પાસે એવી કાર હતી જે અન્ય કોઈ રાજા પાસે નહોતી. આ તે સમયની ફેમસ મેબેક કાર હતી, જે તેમને જર્મન તાનાશાહ એડોલ્ફ હિટલરે પોતે ભેટમાં આપી હતી. પટિયાલા રાજ્યની સ્થાપના બાબા આલા સિંહ દ્વારા 1763માં મુઘલ સત્તાના પતન પછી કરવામાં આવી હતી. 1857ના વિદ્રોહ દરમિયાન અંગ્રેજોને આપેલા સમર્થનને કારણે આ રજવાડાના રાજા અંગ્રેજોના પ્રિય બની ગયા. પંજાબના ફળદ્રુપ મેદાનોમાંથી મળેલી જંગી આવકે પટિયાલાને ભારતના સૌથી ધનિક અને શક્તિશાળી રાજ્યોમાંનું એક બનાવ્યું. પટિયાલાના શાસકોએ અફઘાનિસ્તાન, ચીન અને મધ્ય પૂર્વના ઘણા યુદ્ધોમાં બ્રિટિશ દળોને ટેકો આપીને તેમની સાથે નિકટતા મેળવી હતી. પટિયાલાના મહારાજા ભૂપિન્દર સિંહ ભૂપિન્દર સિંહનો જન્મ 12 ઓક્ટોબર 1891ના રોજ મોતી બાગ પેલેસ, પટિયાલામાં થયો હતો. ભૂપિન્દર સિંહનો જન્મ...
Published On - 3:51 pm, Sat, 21 September 24