GK Quiz: 3.5 કરોડ વસ્તી ધરાવતા આ દેશમાં નથી એક પણ નદી, તો કેવી રીતે પૂરી કરે છે પાણીની જરૂરિયાત?

જનરલ નોલેજ તમારા જીવનમાં ક્યાંક ને ક્યાંક તમને મદદ કરતું રહે છે. આજે અમે તમને આવા જ કેટલાક સવાલો અને તેના જવાબો વિશે જણાવવા જઈ રહ્યા છીએ. જે તમારા માટે ખૂબ જ ઉપયોગી સાબિત થઈ શકે છે.

GK Quiz: 3.5 કરોડ વસ્તી ધરાવતા આ દેશમાં નથી એક પણ નદી, તો કેવી રીતે પૂરી કરે છે પાણીની જરૂરિયાત?
GK Quiz
| Edited By: | Updated on: Jul 05, 2023 | 12:51 PM

GK Quiz: જનરલ નોલેજ (General Knowledge) એ તમને દરેક જગ્યાએ મદદરૂપ થાય છે. જો તમે સરકારી નોકરીની તૈયારી કરતા હોવ કે પછી કોઈ ઈન્ટરવ્યુ માટેની જનરલ નોલેજ સૌથી વધુ ઉપયોગી છે.

જનરલ નોલેજ તમારા જીવનમાં ક્યાંક ને ક્યાંક તમને મદદ કરતું રહે છે. આજે અમે તમને આવા જ કેટલાક સવાલો અને તેના જવાબો વિશે જણાવવા જઈ રહ્યા છીએ. જે તમારા માટે ખૂબ જ ઉપયોગી સાબિત થઈ શકે છે.

આ પણ વાંચો GK Quiz: કયા દેશમાં પ્લાસ્ટિકની નોટો સ્વીકારવામાં આવે છે? જાણો આવા જ વધુ સવાલોના જવાબ

પ્રશ્ન – શું તમે જાણો છો કે વિશ્વની પ્રથમ યુનિવર્સિટી કઈ છે?
જવાબ – બોલોગ્ના યુનિવર્સિટી

પ્રશ્ન – અવકાશમાં પહોંચનાર વિશ્વની પ્રથમ વ્યક્તિ કોણ છે?
જવાબ – મેજર યુરી ગાગરીન

પ્રશ્ન – વિશ્વની સૌથી જૂની ભાષા કઈ છે?
જવાબ – સંસ્કૃત

પ્રશ્ન – વિશ્વમાં લીચીનું સૌથી વધુ ઉત્પાદન કયો દેશ કરે છે?
જવાબ – ભારત

પ્રશ્ન – બાંગ્લાદેશના ચલણનું નામ શું છે?
જવાબ – ટકા

પ્રશ્ન – પૃથ્વીની અંદરની સપાટી કયા નામે ઓળખાય છે?
જવાબ – ગુરુમંડળ

પ્રશ્ન – ભારતની વસ્તીના કેટલા ટકા લોકો કૃષિ ઉદ્યોગ પર નિર્ભર છે?
જવાબ – ભારતની વસ્તીના 58.9 ટકા લોકો

પ્રશ્ન – જીડીપી પર કેપિટાના આધારે કયો દેશ પ્રથમ સ્થાને છે?
જવાબ – કતાર

પ્રશ્ન – ભારતમાં કયા રાજ્યમાં સૌથી વધુ માનવ વિકાસ સૂચકાંક (HDI) છે?
જવાબ – કેરળમાં

પ્રશ્ન – કયા અર્થશાસ્ત્રીએ પ્રથમ માનવ-વિકાસ સૂચકાંક તૈયાર કર્યો હતો?
જવાબ – મહબૂબ-ઉલ-હક

પ્રશ્ન – એવો કયો દેશ છે જ્યાં એક પણ નદી નથી?
જવાબ – સાઉદી અરેબિયા

સાઉદી અરેબિયામાં એક પણ નદી નથી, કારણ કે ત્યાં વર્ષમાં માત્ર દર વર્ષે ડિસેમ્બર-જાન્યુઆરીમાં એક કે બે વાર વરસાદ પડે છે. આ ઉપરાંત જમૈકા, ક્યુબા, ડોમેસ્ટિક રિપબ્લિક, સાયપ્રસ, કેમેન જેવા કેટલાક આઈલેન્ડ દેશો છે, જ્યાં પણ નદીઓ નથી.

કેવી રીતે પૂરી કરે છે પાણીની જરૂરિયાત ?

સાઉદી અરેબિયામાં 3.5 કરોડ વસ્તી છે, જેમાં 1.40 કરોડ તો વિદેશથી આવેલા લોકો છે. આ દેશમાં લોકો પીવાના પાણી માટે ભૂગર્ભ જળનો ઉપયોગ કરે છે, પરંતુ એ પણ ભંડાર ટૂંક સમયમાં ખતમ થઈ શકે છે. હાલ દરિયાના પાણીને શુદ્ધ બનાવી ઉપયોગમાં લેવામાં આવે છે, જેનો ખર્ચ ઘણો થાય છે.

જો કે, ભારે વરસાદના કારણે સાઉદી અરેબિયાની સૌથી લાંબી નદી અલ-રૂમાહમાં ચાલુ વર્ષે પાણી આવ્યું હતું. કાસિમ ક્ષેત્રના પૂર્વ ભાગમાં બે અઠવાડિયાના ભારે વરસાદ બાદ 600 કિલોમીટરમાં ફેલાયેલી નદીમાં પાણી આવ્યું હતું.

નોલેજના તમામ સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો

Published On - 12:49 pm, Wed, 5 July 23