GK Quiz : શું તમે જાણો છો આ શહેર એક દિવસ માટે ભારતની રાજધાની હતું ? જાણો દિલ્હી ક્યારે બન્યું ભારતની રાજધાની

|

Aug 07, 2023 | 7:14 PM

જનરલ નોલેજ એ તમામ સ્પર્ધાત્મક પરીક્ષાઓના દૃષ્ટિકોણથી એક મહત્વપૂર્ણ વિષય છે, તેથી જ્યારે ઇન્ટરવ્યૂ રાઉન્ડની વાત આવે છે, ત્યારે તેમાં ઉમેદવારોની ક્ષમતા માપવા માટે પણ જનરલ નોલેજના પ્રશ્નો પૂછવામાં આવતા હોય છે.

GK Quiz : શું તમે જાણો છો આ શહેર એક દિવસ માટે ભારતની રાજધાની હતું ? જાણો દિલ્હી ક્યારે બન્યું ભારતની રાજધાની
GK Quiz

Follow us on

GK Quiz : જો તમે કોઈપણ સ્પર્ધાત્મક પરીક્ષાની (Competitive Exam) તૈયારી કરી રહ્યા હોવ, તો તમારા માટે એ જાણવું જરૂરી છે કે ભારતમાં તમામ સ્પર્ધાત્મક પરીક્ષાઓમાં જનરલ નોલેજના પ્રશ્નો પૂછવામાં આવે છે. જનરલ નોલેજ એ તમામ સ્પર્ધાત્મક પરીક્ષાઓના દૃષ્ટિકોણથી એક મહત્વપૂર્ણ વિષય છે, તેથી જ્યારે ઇન્ટરવ્યૂ રાઉન્ડની વાત આવે છે, ત્યારે તેમાં ઉમેદવારોની ક્ષમતા માપવા માટે પણ જનરલ નોલેજના પ્રશ્નો પૂછવામાં આવતા હોય છે. આજે અમે આવા જ કેટલાક પ્રશ્નોના જવાબ લઈને આવ્યા છીએ. જે તમને ઉપયોગી થશે.

આ પણ વાંચો GK Quiz : ગંગા કે નર્મદા ભારતની સૌથી લાંબી નદી કઈ છે ? જાણો ગુજરાતની સૌથી લાંબી નદી વિશે

પ્રશ્ન – કયા શહેરને ભારતનું પેરિસ કહેવામાં આવે છે?
જવાબ – જયપુરને

આ 4 ભૂલના કારણે ઘરમાં નથી ટકતા પૈસા ! જાણી લેજો તમે નથી કરતાને આ ભૂલ
સર્વાઇકલ કેન્સર હોય તો કેવી રીતે ખબર પડે ?
CBI એજન્ટનો પગાર કેટલો હોય છે? કેવી રીતે થાય છે સિલેક્શન, જાણો અહીં
આજનું રાશિફળ તારીખ : 24-01-2025
1927ની આ સૌથી ચર્ચિત ફિલ્મ જેણે જીત્યો હતો ઇતિહાસનો પહેલો ઓસ્કાર એવોર્ડ
પૂર્વ ક્રિકેટરે ટીમ ઈન્ડિયાના કોચ ગૌતમ પર લગાવ્યો 'ગંભીર' આરોપ

પ્રશ્ન – કયા શહેરને સાત ટેકરીઓનું શહેર કહેવામાં આવે છે અને શા માટે?
જવાબ – રોમ શહેરને સાત ટેકરીઓનું શહેર કહેવામાં આવે છે. કારણ કે તે સાત ટેકરીઓથી ઘેરાયેલું છે.

પ્રશ્ન – વિશ્વમાં સૌથી ઓછી મહિલાઓ કયા દેશમાં રહે છે ?
જવાબ – વેટિકન સિટી

પ્રશ્ન – ભારતના કયા રાજ્યમાં શણનું સૌથી વધુ ઉત્પાદન થાય છે?
જવાબ – પશ્ચિમ બંગાળમાં

પ્રશ્ન – કયા પ્રાણીની જીભ કાળી હોય છે ?
જવાબ – જીરાફની

પ્રશ્ન – ભારતના કયા રાજ્યમાં વાંસ નૃત્ય પ્રખ્યાત છે ?
જવાબ – મેઘાલયમાં

પ્રશ્ન – વિશ્વ જળ દિવસ ક્યારે ઉજવવામાં આવે છે?
જવાબ – 22 માર્ચે (પાણીનો બગાડ અટકાવવા અને પાણીનું મહત્વ સમજાવવા) 

પ્રશ્ન – કયા શહેરને એક દિવસ માટે ભારતની રાજધાની બનાવવામાં આવ્યું હતું ?
જવાબ – અલ્હાબાદ (હાલનું પ્રયાગરાજ)

1 નવેમ્બર 1858ના રોજ અલ્હાબાદમાંથી ઈસ્ટ ઈન્ડિયા કંપનીના શાસનના અંતની જાહેરાત કરવામાં આવી હતી. આ દિવસે બ્રિટિશ સરકારે અલ્હાબાદમાં શાહી દરબારનું આયોજન કર્યું હતું. રાણી વિક્ટોરિયાની ઘોષણા શાહી દરબારમાં વાંચવામાં આવી હતી. તેથી એક દિવસ માટે અલ્હાબાદને ભારતની રાજધાની બનાવવામાં આવી હતી.

દિલ્હી ક્યારે બન્યું ભારતની રાજધાની ?

દિલ્હીને રાજધાની બનાવવાની જાહેરાત 12 ડિસેમ્બર 1911ના રોજ દિલ્હી દરબારમાં કરવામાં આવી હતી. પહેલા ભારતની રાજધાની કલકત્તામાં હતી. તે સમયે ભારતના શાસક રાજા જ્યોર્જ પંચમે 12 ડિસેમ્બર 1911ના રોજ દિલ્હી દરબારમાં તેનો શિલાન્યાસ કર્યો હતો.

નોલેજના તમામ સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો

 

Next Article