GK Quiz : ભારતના કયા શહેરમાં સોનાનું ATM છે? જાણો ATMમાં કેટલા કિલો સોનું રાખવાની ક્ષમતા છે

|

Jul 22, 2023 | 2:22 PM

સ્પર્ધાત્મક પરીક્ષાઓ દરમિયાન જનરલ નોલેજને લગતા ઘણા પ્રશ્નો પૂછવામાં આવે છે. ત્યારે આજે અમે તમારા માટે આવા જ કેટલાક પ્રશ્નો લઈને આવ્યા છીએ. જે તમને ઉપયોગી થશે.

GK Quiz : ભારતના કયા શહેરમાં સોનાનું ATM છે? જાણો ATMમાં કેટલા કિલો સોનું રાખવાની ક્ષમતા છે
GK Quiz

Follow us on

GK Quiz : આજના સમયમાં કોઈપણ પરીક્ષા પાસ કરવા માટે જનરલ નોલેજ (General Knowledge) અને વર્તમાન બાબતોની સમજ હોવી ખૂબ જ જરૂરી છે. SSC, બેંકિંગ, રેલ્વે અને અન્ય સ્પર્ધાત્મક પરીક્ષાઓ દરમિયાન આને લગતા ઘણા પ્રશ્નો પૂછવામાં આવે છે. ત્યારે આજે અમે તમારા માટે આવા જ કેટલાક પ્રશ્નો લઈને આવ્યા છીએ. જે તમને ઉપયોગી થશે.

આ પણ વાંચો GK Quiz : ભારતની એક એવી નદી કે જે ઊંધી વહે છે ? જાણો કારણ

પ્રશ્ન – કયા મુઘલ બાદશાહ અઠવાડિયાના સાત દિવસ અલગ-અલગ રંગના કપડાં પહેરતા હતા?
જવાબ – હુમાયુ

આજનું રાશિફળ તારીખ : 15-11-2024
ટીમ ઈન્ડિયાના બે ખેલાડીઓ એકબીજા સાથે કરશે લગ્ન
શિયાળામાં ડ્રાય સ્કિન સહિતની આ 5 સમસ્યાઓથી મળશે છુટકારો, જાણો નુસખો
Video: ડિપ્રેશન કે થાક દૂર કરવાના આ ઉપાયથી તમને મળશે રાહત, જાણી લો
અનુષ્કા શર્માથી ઉંમરમાં નાનો છે વિરાટ કોહલી, જુઓ ફોટો
મુકેશ અંબાણીના આખા દેશમાંથી 80 રિલાયન્સના સ્ટોર્સ થશે બંધ ! જાણો કારણ

પ્રશ્ન – ભારતમાં સુગંધના શહેર તરીકે કયું ઓળખાય છે?
જવાબ – કન્નૌજ

પ્રશ્ન – માણસ ઊંઘ્યા વિના કેટલા દિવસ જીવી શકે છે?
જવાબ – માણસ ઊંઘ્યા વિના વધુમાં વધુ 12 દિવસ જીવી શકે છે

પ્રશ્ન – ભારતમાં કયું ફળ સૌથી વધુ ખાવામાં આવે છે?
જવાબ – કેળા

પ્રશ્ન – ભારતની સૌથી પહોળી નદી કઈ છે?
જવાબ – બ્રહ્મપુત્રા

પ્રશ્ન – વિશ્વમાં કાગળનું ચલણ બહાર પાડનાર પ્રથમ દેશ કયો છે?
જવાબ – ચીન

પ્રશ્ન – માનવ હૃદય 1 મિનિટમાં કેટલી વાર ધબકે છે?
જવાબ – 72 વાર

પ્રશ્ન – એવું કયું પ્રાણી છે, જે 200 વર્ષ સુધી જીવે છે?
પ્રશ્ન – કાચબો

પ્રશ્ન – ભારતમાં તાળાઓનું મહત્તમ ઉત્પાદન ક્યાં થાય છે?
જવાબ – અલીગઢમાં

પ્રશ્ન – કયા પક્ષીની આંખ તેના મગજ કરતાં મોટી છે?
જવાબ – શાહમૃગ

પ્રશ્ન – શું તમે જાણો છો કે ગાંધીજીએ 1919માં કઈ બેંકનું ઉદ્ઘાટન કર્યું હતું?
જવાબ – યુનિયન બેંક ઓફ ઈન્ડિયાનું

પ્રશ્ન – કયું પક્ષી છે, જે હવામાં ઉડતી વખતે પાણી પીવે છે?
જવાબ – ચાતક પક્ષી

પ્રશ્ન – ભારતીય ક્રિકેટના ઇતિહાસમાં પ્રથમ સદી ફટકારનાર ખેલાડી કોણ હતા?
જવાબ – લાલા અમરનાથ

પ્રશ્ન – ભારતના કયા શહેરમાં સોનાનું ATM છે?
જવાબ – હૈદરાબાદમાં

હૈદરાબાદમાં વિશ્વનું પ્રથમ રિયલ ટાઈમ ગોલ્ડ ATM આવેલું છે. આ ATMમાંથી સોનાના સિક્કા ઉપાડી શકાય છે. સોનાની ખરીદી અને વેચાણના વ્યવસાય સાથે સંકળાયેલી ગોલ્ડસિક્કા નામની કંપનીએ આ ATM લગાવ્યું છે. કંપનીનું કહેવું છે કે આ ATMમાંથી 0.5 ગ્રામથી લઈને 100 ગ્રામ સુધીના સિક્કા ઉપાડી શકાય છે. ગોલ્ડ ATMમાં ​​5 કિલો સોનું રાખવાની ક્ષમતા છે.

નોલેજના તમામ સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો

Next Article