GK Quiz : ક્વિઝ એક એવી સિસ્ટમ છે જેમાં બાળકોથી (Children) લઈને પુખ્ત વયના લોકો તેને રમીને તેમના જ્ઞાનમાં વધારો કરી શકે છે. તેનાથી લોકોના જનરલ નોલેજમાં વધારો થાય છે. એટલું જ નહીં, GKના પ્રશ્નો સામાન્ય જીવનમાં અને સ્પર્ધાત્મક પરીક્ષાઓમાં પણ ખૂબ ઉપયોગી સાબિત થઈ શકે છે. આજે અમે તમને આવા જ કેટલાક ખાસ પ્રશ્નો અને તેના જવાબો જણાવા જઈ રહ્યા છીએ. જે તમને દરેક જગ્યાએ ઉપયોગી થશે.
આ પણ વાંચો GK Quiz: કયું શહેર ભારતના રાજસ્થાન રાજ્યનું હૃદય કહેવાય છે? જાણો આવા જ પ્રશ્નોના જવાબ
પ્રશ્ન – ભારતમાં સૌપ્રથમ સુગર મિલ કયા રાજ્યમાં સ્થપાઈ હતી ?
જવાબ – બિહાર
પ્રશ્ન – કયા પ્રાણીને સૌથી વધુ ગુસ્સો આવે છે ?
જવાબ – જંગલી વરુ
પ્રશ્ન – ભારતમાં કયું અનાજ સૌથી વધુ વપરાય છે ?
જવાબ – ચોખા
પ્રશ્ન – ભારતના કયા શહેરમાં સૌથી વધુ કોટન ટેક્સટાઇલ ઉદ્યોગ છે ?
જવાબ – અમદાવાદમાં
પ્રશ્ન – વિશ્વમાં સૌથી ઝડપથી વિકસતો છોડ કયો છે ?
જવાબ – વાંસ
પ્રશ્ન – અવકાશમાં પહોંચનાર વિશ્વની પ્રથમ વ્યક્તિ કોણ છે ?
જવાબ – મેજર યુરી ગાગરીન
પ્રશ્ન – વિશ્વની સૌથી જૂની ભાષા કઈ છે?
જવાબ – સંસ્કૃત
પ્રશ્ન – કયા દેશે સૌપ્રથમ પાણી પર ચાલતું વહાણ બનાવ્યું હતું ?
જવાબ – બ્રિટન
પ્રશ્ન – ભારતના કયા શહેરને સપનાનું શહેર કહેવામાં આવે છે ?
જવાબ – મહારાષ્ટ્રની રાજધાની મુંબઈને
પ્રશ્ન – કયા શહેરને રાજસ્થાનનું હૃદય કહેવાય છે ?
જવાબ -અજમેરને
પ્રશ્ન – એવું કયું ફળ છે જેમાં સૌથી વધુ પાણી જોવા હોય છે ?
જવાબ – તરબૂચ
પ્રશ્ન – કયું પ્રાણી લગભગ 30 ફૂટ લાંબી છલાંગ લગાવી શકે છે ?
જવાબ – કાંગારૂ
પ્રશ્ન – ભારતમાં સૌથી વધુ વરસાદ ક્યાં પડે છે ?
જવાબ – માસીનરામ
ભારતના માસીનરામને વિશ્વના સૌથી ભેજવાળા સ્થળ તરીકે ગીનીસ બુક ઓફ વર્લ્ડ રેકોર્ડમાં નોંધવામાં આવ્યું છે. માસીનરામમાં ભારતમાં સૌથી વધુ વરસાદ પડે છે. બંગાળની ખાડીને કારણે અહીં ઘણો ભેજ છે અને ટેકરીઓ છે જેની ઊંચાઈ 1491 મીટર છે. અહીં વાર્ષિક 11,871 મીમી સરેરાશ વરસાદ પડે છે.