GK Quiz : ભારતનું પ્રથમ અખબાર ક્યારે પ્રકાશિત થયું હતું ? જાણો ગુજરાતી ભાષાનું પ્રથમ અખબાર કયું હતું

|

Sep 22, 2023 | 8:38 PM

વિશ્વનું પ્રથમ અખબાર યુરોપમાંથી શરૂ થયું હતું. જો કે, વિશ્વમાં પત્રકારત્વનો ઇતિહાસ ઘણા સ્તરે વહેંચાયેલો છે. કેટલાક માને છે કે તેની રોમથી શરૂઆત થઈ હતી, તો કેટલાક માને છે કે તે 15મી સદીમાં જર્મનીમાંથી શરૂઆત થઈ હતી. ત્યારે ભારતનું પ્રથમ અખબાર વર્ષ 1780માં બંગાળમાંથી પ્રકાશિત થયું હતું.

GK Quiz : ભારતનું પ્રથમ અખબાર ક્યારે પ્રકાશિત થયું હતું ? જાણો ગુજરાતી ભાષાનું પ્રથમ અખબાર કયું હતું
GK Quiz

Follow us on

GK Quiz : જનરલ નોલેજ જેને GK તરીકે પણ ઓળખવામાં આવે છે, જનરલ નોલેજમાં (General Knowledge) ઇતિહાસ, ભૂગોળ, વિજ્ઞાન, કળા, સાહિત્ય, વર્તમાન ઘટનાઓ અને અન્ય વિષયોનો સમાવેશ થાય છે. જનરલ નોલેજ વધારવાની ઘણી રીતો છે. એક રીત એ છે કે તમે ક્વિઝ રમીને તમારું નોલેજ મજબૂત કરી શકો છો, ત્યારે આજે અમે તમને જનરલ નોલેજના આવા જ પ્રશ્નો અને તેના જવાબો જણાવી રહ્યા છીએ જે તમને ઉપયોગી થશે.

આ પણ વાંચો આ દેશમાં મેદસ્વી કે Over Weight હોવું ગેરકાયદેસર, જો જાડિયા થઈ ગયા તો શું મળે છે સજા?

પ્રશ્ન – પૃથ્વી ગોળ છે એવું સૌપ્રથમ કોણે કહ્યું હતું ?
જવાબ – એરિસ્ટોટલે

પૂર્વ ક્રિકેટરે ટીમ ઈન્ડિયાના કોચ ગૌતમ પર લગાવ્યો 'ગંભીર' આરોપ
Tulsi Rituals in Sutak : શું સૂતકમાં તુલસીના છોડ પર પાણી રેડી શકાય? જાણો નિયમ
Birth Dates Secrets : આ તારીખે જન્મેલી છોકરી પર ધન, વૈભવ અને સમૃદ્ધિની થશે વર્ષા ! જાણો કારણ
શોએબ મલિકની ત્રીજી પત્ની છે 'હુસ્ન પરી' જુઓ તેની ખૂબસૂરત તસવીરો
ભારતમાં આવ્યુ છે એક એવુ ગામ જ્યાં બોલાય છે માત્ર સંસ્કૃત ભાષા
Islamic Rules : મુસ્લિમોમાં કયા કાર્યોને પાપ માનવામાં આવે છે? જાણો

પ્રશ્ન – કયા મુઘલ શાસકને બે વાર દફનાવવામાં આવ્યો હતો ?
જવાબ – બાબરને

પ્રશ્ન – તાજમહેલની ઊંચાઈ કેટલી છે ?
જવાબ – 73 મીટર

પ્રશ્ન – મેઘધનુષ્યની મધ્યમાં કયો રંગ હોય છે ?
જવાબ – લીલો રંગ

પ્રશ્ન – ભારતના કયા રાજ્યમાં સૌથી વધુ શિક્ષિત લોકો છે ?
જવાબ – કેરળ રાજ્યમાં

પ્રશ્ન – શું તમે જાણો છો કે સિંહના મોંમાં કેટલા દાંત હોય છે ?
જવાબ – 26 દાંત

પ્રશ્ન – ભારતમાં સૌથી મોટી સરકારી નોકરી કઈ છે ?
જવાબ – IAS ઓફિસરની

પ્રશ્ન – ભારતના કયા શહેરને ગુલાબોનું શહેર કહેવામાં આવે છે ?
જવાબ – ચંદીગઢને

પ્રશ્ન – ભારતનું પ્રથમ અખબાર કયું હતું અને ક્યારે પ્રકાશિત થયું હતું ?

જવાબ – ધ બંગાળ ગેઝેટ, વર્ષ 1780માં 

ભારતનું પ્રથમ અખબાર વર્ષ 1780માં બંગાળમાંથી પ્રકાશિત થયું હતું. દેશનું પ્રથમ અખબાર શરૂ કરવાનો શ્રેય આઇરિશમેન જેમ્સ ઓગસ્ટસ હિકીને જાય છે. પ્રથમ અખબારનું નામ હતું ‘ધ બંગાળ ગેઝેટ’. અંગ્રેજીમાં પ્રકાશિત આ અખબાર ‘ધ કલકત્તા જનરલ એડવર્ટાઈઝર’ અને ‘હિકીઝ ગેઝેટ’ તરીકે પણ ઓળખાય છે. આ અખબારના લેખક, સંપાદક અને પ્રકાશક હિકી જ હતા.

ગુજરાતી ભાષાનું પ્રથમ અખબાર

મુંબઈ સમાચાર ગુજરાતી ભાષાનું પ્રથમ અખબાર છે અને એશિયાના સૌથી જૂના અખબારોમાંનું એક છે. મુંબઈ સમાચાર એ ભારતમાં પ્રકાશિત ગુજરાતી ભાષાનું અખબાર છે. તેનું પ્રકાશન વર્ષ 1822માં શરૂ થયું હતું. તેનું મુખ્ય મથક મુંબઈમાં છે અને અમદાવાદ, વડોદરા, બેંગ્લોર અને નવી દિલ્હીમાં તેની શાખાઓ છે.

નોલેજના તમામ સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો

Next Article