GK Quiz : તમે અત્યાર સુધી ઘણી ટ્રેનોમાં (Train) મુસાફરી કરી હશે. તમે ભારતીય રેલ્વે દ્વારા ચલાવવામાં આવતી માલગાડી પણ જોઈ હશે, જેના દ્વારા આવશ્યક ચીજવસ્તુઓ દેશના એક ખૂણેથી બીજા ખૂણે પહોંચાડવામાં આવે છે. પરંતુ શું તમે જાણો છો કે, સૌથી લાંબી ટ્રેન કઈ છે અને તેની લંબાઈ કેટલી છે? આજે અમે તમને જણાવીશું કે ભારતની સૌથી લાંબી ટ્રેન વિશે.
આ પણ વાંચો GK Quiz: દૂનિયાના એવા ક્યા દેશો છે જ્યાં ભારતીયો રહેતા નથી? -જાણો અવનવું એક ક્લિકમાં
પ્રશ્ન – લોદી વંશની સ્થાપના કોણે કરી હતી?
જવાબ – બહલોલ લોદી
પ્રશ્ન – મૌર્ય સામ્રાજ્યના સ્થાપક કોણ હતા?
જવાબ – સમ્રાટ ચંદ્રગુપ્ત મૌર્ય
પ્રશ્ન – ગુપ્ત વંશની સ્થાપના કોણે કરી હતી?
જવાબ – શ્રી ગુપ્ત
પ્રશ્ન – કેદારનાથ મંદિર કોણે બંધાવ્યું હતું?
જવાબ – પાંડવો
પ્રશ્ન – શ્રી રામનો જન્મ કયા યુગમાં થયો હતો?
જવાબ – ત્રેતાયુગ
પ્રશ્ન – હિંદુ ધર્મના સર્વોચ્ચ ગુરુ કોણ છે?
જવાબ – શંકરાચાર્ય
પ્રશ્ન – ભારતના કયા શહેરને તળાવાના શહેર તરીકે ઓળખવામાં આવે છે?
જવાબ – ઉદયપુર
પ્રશ્ન -કયા શહેરને ભારતની સિલિકોન વેલી કહેવામાં આવે છે?
જવાબ – બેંગ્લોર
પ્રશ્ન – સાઇટ્રસ ફળોમાં કયો એસિડ જોવા મળે છે?
જવાબ – સાઇટ્રિક એસિડ
પ્રશ્ન – ભારતની સૌથી લાંબી ટ્રેન કઈ છે ?
જવાબ – સુપર વાસુકી
ભારતની સૌથી લાંબી ટ્રેનનું નામ સુપર વાસુકી છે. આ ટ્રેનને સ્વતંત્રતા દિવસની 75મી વર્ષગાંઠ પર લોન્ચ કરવામાં આવી હતી. આ ટ્રેનમાં 20 કે 30 નહીં, પરંતુ 295 કોચ છે. આ ટ્રેન 3.5 કિમી લાંબી છે.
તમને જણાવી દઈએ કે, આ કોઈ પેસેન્જર ટ્રેન નથી, પરંતુ માલગાડી છે. તે છત્તીસગઢના કોરબાથી દરરોજ 27 હજાર ટન કોલસો ભરીને નાગપુરના રાજનાંદગાંવ જાય છે. આ અંતર કાપવામાં તેને 11.20 કલાકનો સમય લાગે છે.
ભારતમાં, સામાન્ય રીતે તમામ ટ્રેનો દરેક સ્ટેશન પર બે થી ત્રણ મિનિટ રોકાય છે. આ ટ્રેન એટલી લાંબી છે કે તેને એક સ્ટેશન પાર કરવામાં 4 મિનિટ લાગે છે. સુપર વાસુકીને માલગાડી ટ્રેનનું સ્વરૂપ આપવા માટે, પાંચ માલગાડી ટ્રેનોના રેકને એકસાથે જોડવામાં આવ્યા છે તેમજ આ ટ્રેન 6 એન્જિનથી ચાલે છે.