
GK Quiz : અભ્યાસની વાત આવે અને જનરલ નોલેજનો (General Knowledge) ઉલ્લેખ ન હોય તે લગભગ અશક્ય છે. કોઈપણ સ્પર્ધાત્મક પરીક્ષાની વાત કરવામાં આવે છે ત્યારે તેમાં જનરલ નોલેજના પ્રશ્નો હોય છે. આજે અમે તમને જનરલ નોલેજના એવા પ્રશ્નો વિશે જણાવવા જઈ રહ્યા છીએ જે તમને ખૂબ જ ઉપયોગી થશે. આમાં એવા કેટલાક પ્રશ્નો છે જે તમે કદાચ પહેલીવાર સાંભળ્યા હશે. જે તમને દરેક જગ્યાએ ઉપયોગી થશે.
આ પણ વાંચો : GK Quiz : એવો કયો દેશ છે જ્યાં એક પણ વૃક્ષ નથી ? જાણો આવા જ વધુ જનરલ નોલેજના પ્રશ્નો અને જવાબો વિશે
ઈલોરા ગુફાઓ મહારાષ્ટ્રના ઔરંગાબાદ શહેરથી 29 કિમી ઉત્તર-પશ્ચિમમાં છે. (18 માઇલ) દૂર. આ ગુફાઓ 6ઠ્ઠી અને 12મી સદી વચ્ચે કલચુરી, ચાલુક્ય અને રાષ્ટ્રકુટ રાજવંશો દ્વારા બનાવવામાં આવી હતી. વર્ષ 1983માં યુનેસ્કોએ ઈલોરાની ગુફાઓને ‘વર્લ્ડ હેરિટેજ સાઈટ’નો દરજ્જો આપ્યો હતો. આ ગુફાઓ હિંદુ, બૌદ્ધ અને જૈન ધર્મ સાથે સંબંધિત છે.