GK Quiz : આપણે બધા જાણીએ છીએ કે આજના સમયમાં કોઈપણ પરીક્ષામાં પાસ થવા માટે જનરલ નોલેજ (General Knowledge) અને કરંટ અફેર્સ ખૂબ જ મહત્વના છે. સ્પર્ધાત્મક પરીક્ષાઓ દરમિયાન જનરલ નોલેજના લગતા ઘણા પ્રશ્નો પૂછવામાં આવે છે. જનરલ નોલેજમાં ઈતિહાસ, ભૂગોળ, સાહિત્ય, વિજ્ઞાન સહિતના વિષયોનો સમાવેશ થાય છે. ત્યારે આજે અમે તમારા માટે આવા જ કેટલાક પ્રશ્નો લઈને આવ્યા છીએ, જે તમને ઉપયોગી થઈ શકે છે.
આ પણ વાંચો GK Quiz : એવો કયો દેશ છે, જ્યાં ગંદી કાર ચલાવવા પર ભરવો પડે છે દંડ ?
પ્રશ્ન – ભારતમાં ટ્રેનના પૈડા ક્યાં બને છે?
જવાબ – બેંગ્લોરમાં
પ્રશ્ન – કયું શાક ખાવાથી શરીરનું લોહી શુદ્ધ થાય છે?
જવાબ – કારેલાનું શાક
પ્રશ્ન – બટાકા કોને ન ખાવા જોઈએ?
જવાબ – જે લોકો ટાઈપ 2 ડાયાબિટીસ અથવા હાઈ બ્લડ સુગરથી પીડિત છે તેઓએ બટાકાનું સેવન કરવાનું ટાળવું જોઈએ
પ્રશ્ન – કયો દેશ સૌથી મોટી દરિયાઈ સરહદ ધરાવે છે?
જવાબ – કેનેડા
પ્રશ્ન – એવું કયું ફળ છે જે ખાવાથી આંખોની રોશની તેજ થાય છે?
જવાબ – કિવી
પ્રશ્ન – ભારતમાં સૌથી વધુ ચાંદી કયા રાજ્યમાંથી મળે છે?
જવાબ – રાજસ્થાનમાં
પ્રશ્ન – કાચું લસણ ખાવાથી કયો રોગ મટે છે?
જવાબ – શરદી
પ્રશ્ન – ભારતના કયા રાજ્યમાં સૌથી વધુ જોડિયા બાળકો જન્મે છે ?
જવાબ – કેરળમાં
ભારતમાં કેરળના મલપ્પુરમ જિલ્લાના કોડિન્હી ગામમાં સૌથી વધુ જોડિયા બાળકો જન્મે છે. આ ગામમાં અત્યાર સુધીમાં 400થી વધુ જોડિયા બાળકોનો જન્મ થયો છે. જોડિયા બાળકોની સંખ્યા સતત વધી રહી છે. વર્ષ 2008માં આ ગામના 280 જોડિયા બાળકોની યાદી બહાર આવી હતી. આ પછી આ ગામ ચર્ચામાં આવ્યું. આ ગામની વસ્તી લગભગ 2000 છે. દુનિયાભરના લોકો આ ગામની મુલાકાતે આવે છે. આ ગામને ‘Twin Village’ કે ‘Twin Town‘ તરીકે પણ ઓળખવામાં આવે છે.
2016માં ભારત, લંડન અને જર્મનીના સંશોધકોએ ગામમાં બની રહેલી આ અવિશ્વસનીય ઘટનાની તપાસ કરવા સંશોધન હાથ ધર્યું હતું. વૈજ્ઞાનિકોએ ગ્રામજનોના ડીએનએ સેમ્પલ લીધા હતા. પરંતુ વૈજ્ઞાનિકોના આ પ્રયત્નોથી પણ કોઈ ચોક્કસ અને સચોટ પરિણામ મળ્યું નથી.