
GK Quiz : તમારું જનરલ નોલેજ (General Knowledge) જેટલું મજબૂત છે, સ્પર્ધાત્મક પરીક્ષાઓમાં સફળતા મેળવવાની શક્યતાઓ એટલી જ વધારે છે. આજકાલ જનરલ નોલેજને મજબૂત કરવા માટે ક્વિઝ સૌથી સરળ અને અસરકારક માધ્યમ હોવાનું મનાય છે.
ક્વિઝ દ્વારા તમે તમારું જનરલ નોલેજ મજબૂત કરી શકો છો. જનરલ નોલેજમાં ઈતિહાસ, ભૂગોળ, ટેક્નોલોજી સહિતના વિષયોનો સમાવેશ થાય છે. આજે અમે તમને આવા જ કેટલાક પ્રશ્નો જણાવવા જઈ રહ્યા છીએ, જેનાથી તમારું જનરલ નોલેજ વધી શકે છે.
આ પણ વાંચો GK : ભારતમાં ‘Elephant Corridors’ વધ્યા, જાણો દેશના ક્યા ભાગમાં કેટલા એલિફન્ટ કોરિડોર છે?
પ્રશ્ન – પોસ્ટમેનના નામથી કયું પક્ષી પ્રખ્યાત છે ?
જવાબ – કબૂતર
પ્રશ્ન – ભારતમાં અંજીરની ખેતી કરતું મુખ્ય રાજ્ય કયું છે ?
જવાબ – મહારાષ્ટ્ર
પ્રશ્ન – ભારતનું સૌથી મોટું પ્રાણી સંગ્રહાલય ક્યાં આવેલું છે ?
જવાબ – કોલકાતામાં
પ્રશ્ન – વિશ્વના કયા દેશમાં કાળા હંસ જોવા મળે છે ?
જવાબ – ઓસ્ટ્રેલિયામાં
પ્રશ્ન – ભારતનું સૌથી સ્વચ્છ શહેર કયું છે ?
જવાબ – ઈન્દોર
પ્રશ્ન – કયા રાજ્યને પાંચ નદીઓની ભૂમિ કહેવામાં આવે છે ?
જવાબ – પંજાબને
પ્રશ્ન – કયા શહેરને પિંક સિટી તરીકે ઓળખવામાં આવે છે ?
જવાબ – જયપુરને
પ્રશ્ન – કયું પ્રાણી 3 વર્ષ સુધી ઊંઘે છે ?
જવાબ – દરિયાઈ ગોકળગાય
પ્રશ્ન – ભારતના કયા શહેરમાં સુવર્ણ મંદિર આવેલું છે ?
જવાબ – અમૃતસર
પ્રશ્ન – ભારતની સૌથી વધુ સ્પીડે દોડતી ટ્રેન કઈ છે ?
જવાબ – વંદે ભારત એક્સપ્રેસ (ટ્રેન-18)
દેશની સૌથી વધુ સ્પીડવાળી ટ્રેન વંદે ભારત એક્સપ્રેસ છે. આ ટ્રેનની શરૂઆત 15 ફેબ્રુઆરી 2019ના રોજ વડાપ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા કરવામાં આવી હતી. વંદે ભારત એક્સપ્રેસ ટ્રેન નવી દિલ્હીને અન્ય શહેરો સાથે જોડે છે. આ ટ્રેનની મહત્તમ સ્પીડ 180 કિલોમીટર પ્રતિ કલાક છે. આ ટ્રેનનું નામ વંદે ભારત ટ્રેન-18 છે. શરૂઆતમાં વંદે ભારત ટ્રેનો નવી દિલ્હીથી વારાણસી અને નવી દિલ્હીથી કટરા તેમજ નવી દિલ્હીથી ગાંધીનગર વચ્ચે શરૂ થઈ હતી. હાલમાં અન્ય રૂટો પર પણ વંદે ભારત એક્સપ્રેસ દોડે છે.