GK Quiz: Googleની સ્થાપના કયા વર્ષમાં થઈ હતી? જાણો આવા જ વધુ પ્રશ્નોના જવાબ

દેશની સૌથી અઘરી UPSC સિવિલ સર્વિસ પરીક્ષા સહિતની તમામ પરીક્ષાઓમાં જનરલ નોલેજના પ્રશ્નોનું મહત્વ હોય છે. આ પ્રશ્નોના આધારે ઉમેદવારોની પસંદગી પણ નક્કી કરવામાં આવે છે. અમે આજે આવા જ કેટલાક પ્રશ્નોના જવાબ લઈને આવ્યો છીએ જે તમને ઉપયોગી થશે.

GK Quiz: Googleની સ્થાપના કયા વર્ષમાં થઈ હતી? જાણો આવા જ વધુ પ્રશ્નોના જવાબ
Gk Quiz
| Edited By: | Updated on: Jun 27, 2023 | 11:43 AM

GK Quiz: દેશભરમાં લેવાતી તમામ સ્પર્ધાત્મક પરીક્ષાઓમાં જનરલ નોલેજના (General knowledge) પ્રશ્નો પૂછવામાં આવે છે. દેશની સૌથી અઘરી UPSC સિવિલ સર્વિસ પરીક્ષા સહિતની તમામ પરીક્ષાઓમાં જનરલ નોલેજના પ્રશ્નોનું મહત્વ હોય છે. આ પ્રશ્નોના આધારે ઉમેદવારોની પસંદગી પણ નક્કી કરવામાં આવે છે. અમે એવા તમામ ઉમેદવારો માટે જનરલ નોલેજ સંબંધિત મહત્વપૂર્ણ પ્રશ્નો લાવ્યા છીએ, જે સ્પર્ધાત્મક પરીક્ષા અને સરકારી નોકરીની પરીક્ષાની તૈયારી કરી રહ્યા છે. આ પ્રશ્નો વિશે જાણીને તમે SSC અને UPSC જેવી મુશ્કેલ પરીક્ષાઓની તૈયારી સરળતાથી કરી શકશો.

આ પણ વાંચો  Current Affairs 27 June 2023: 1983 વર્લ્ડ કપ જીતનારા ભારતીય ક્રિકેટ ટીમને તાજેતરમાં કયા જૂથે સન્માનિત કર્યું છે?

પ્રશ્ન – હૈદરાબાદ કઈ નદીના કિનારે વસેલું છે?
જવાબ – મુસી નદીના કિનારે

પ્રશ્ન – પૃથ્વી તેની ધરી પર કઈ દિશાથી કઈ દિશા તરફ ફરે છે?
જવાબ – પશ્ચિમથી પૂર્વ તરફ

પ્રશ્ન – ગૂગલની (Google) સ્થાપના કયા વર્ષમાં થઈ હતી?
જવાબ – 4 સપ્ટેમ્બર 1998 (લેરી પેજ અને સર્જીબ્રિને કરી હતી)

પ્રશ્ન – હિન્દી ભાષાનું પ્રથમ અખબાર કયું હતું?
જવાબ – ‘ઉદંત માર્તંડ’ (આ અખબારનું સંપાદન ‘પંડિત જુગલ કિશોર શુક્લા’ દ્વારા 30 મે 1826ના રોજ કલકત્તામાં કરવામાં આવ્યું હતું)

પ્રશ્ન – કયો દેશ તેની જમીન સરહદ સૌથી વધુ દેશો સાથે ધરાવે છે?
જવાબ – ચીન (14 દેશો સાથે)

પ્રશ્ન – કોંગ્રેસે કયા સત્રમાં પૂર્ણ સ્વતંત્રતાનો ઠરાવ પસાર કર્યો હતો?
જવાબ – લાહોર (19 ડિસેમ્બર 1929)

પ્રશ્ન – હૈદરાબાદમાં ચારમિનારની સ્થાપના ક્યારે થઈ હતી?
જવાબ – ઈ.સ. 1591

પ્રશ્ન – “સિલ્વર રિવોલ્યુશન” શેની સાથે સંકળાયેલ છે?
જવાબ – ઇંડા

પ્રશ્ન – ભાષાના આધારે ભારતનું પ્રથમ રાજ્ય કયું સ્થપાયું હતું?
જવાબ – આંધ્ર પ્રદેશ

પ્રશ્ન – બનારસ હિન્દુ યુનિવર્સિટીની સ્થાપના કોણે કરી હતી?
જવાબ – મદન મોહન માલવિયા

પ્રશ્ન – કુતુબ મિનારનું નિર્માણ કાર્ય કોણે પૂરું કર્યું હતું?
જવાબ – ઇલ્તુત્મિશ

પ્રશ્ન – ભારતીય દરિયાકિનારાની કુલ લંબાઈ કેટલી છે?
જવાબ – 7516 કિ.મી

પ્રશ્ન – ગ્રાન્ડ ટ્રંક રોડ કોના દ્વારા બનાવવામાં આવ્યો હતો?
જવાબ – શેર શાહ સૂરી

પ્રશ્ન – નેત્રદાનમાં આંખનો કયો ભાગ દાન કરવામાં આવે છે?
જવાબ – કોર્નિયા

પ્રશ્ન – વિશ્વનો સૌથી મોટો મહાસાગર કયો છે?
જવાબ – પેસિફિક મહાસાગર

નોલેજના તમામ સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો