GK Quiz : ખાંડનું સૌપ્રથમ ઉત્પાદન કયા દેશમાં થયું હતું ? જાણો આવા જ વધુ સવાલોના જવાબ

જ્યારે કોઈપણ સ્પર્ધાત્મક પરીક્ષા હોય તો તેમાં જનરલ નોલેજના પ્રશ્નો ચોક્કસથી હોય છે. પછી તે પરીક્ષા શાળા-કોલેજમાં પ્રવેશ માટેની લેખિત પરીક્ષા હોય કે પછી કોઈ સરકારી કે ખાનગી નોકરી માટે ઈન્ટરવ્યુ હોય દરેક જગ્યાએ જનરલ નોલેજના પ્રશ્નો પૂછવામાં આવતા હોય છે.

GK Quiz : ખાંડનું સૌપ્રથમ ઉત્પાદન કયા દેશમાં થયું હતું ? જાણો આવા જ વધુ સવાલોના જવાબ
GK Quiz
| Edited By: | Updated on: Jul 31, 2023 | 1:32 PM

GK Quiz : જ્યારે અભ્યાસની વાત આવે અને જનરલ નોલેજનો (General Knowledge) ઉલ્લેખ ન હોય એ શક્ય નથી. કારણ કે જ્યારે કોઈપણ સ્પર્ધાત્મક પરીક્ષા હોય તો તેમાં જનરલ નોલેજના પ્રશ્નો ચોક્કસથી હોય છે. પછી તે પરીક્ષા શાળા-કોલેજમાં પ્રવેશ માટેની લેખિત પરીક્ષા હોય કે પછી કોઈ સરકારી કે ખાનગી નોકરી માટે ઈન્ટરવ્યુ હોય દરેક જગ્યાએ જનરલ નોલેજના પ્રશ્નો પૂછવામાં આવતા હોય છે. આજે અમે આવા જ કેટલાક પ્રશ્નોના જવાબ લઈને આવ્યા છીએ. જે તમને ખૂબ જ ઉપયોગી થશે.

આ પણ વાંચો GK Quiz : દેશના કયા શહેરને સૌપ્રથમ વીજળીની સુવિધા મળી હતી ? જાણો ભારતમાં ક્યારે આવી વીજળી

પ્રશ્ન – ભારતના કયા રાજ્યમાં મરચાનું સૌથી વધુ ઉત્પાદન થાય છે?
જવાબ – આંધ્રપ્રદેશમાં

પ્રશ્ન – ભારતના કયા રાજ્યમાં જામફળનું સૌથી વધુ ઉત્પાદન થાય છે?
જવાબ – યુપીમાં

પ્રશ્ન – કયા પાક માટે કાળી જમીન યોગ્ય ગણાય છે?
જવાબ – કપાસ

પ્રશ્ન – એવી કઈ વસ્તુ છે જેને આપણે કેદ કરી શકતા નથી?
જવાબ – પડછાયો

પ્રશ્ન – વિશ્વનો બીજો તાજમહેલ કયા દેશમાં આવેલો છે?
જવાબ – બાંગ્લાદેશમાં

પ્રશ્ન – કયા જીવને 8 આંખો છે?
જવાબ – સ્ટાર ફિશ

પ્રશ્ન – ભારતનું બંધારણ ક્યારે અમલમાં આવ્યું?
જવાબ – 26 જાન્યુઆરી 1950

પ્રશ્ન – ભારતના બંધારણનું રક્ષક કોણ છે?
જવાબ – સુપ્રીમ કોર્ટ

પ્રશ્ન – રાષ્ટ્રીય મહિલા આયોગ અધિનિયમ કયા વર્ષમાં સંસદ દ્વારા પસાર કરવામાં આવ્યો હતો?
જવાબ – 1990માં

પ્રશ્ન – સોનાની શુદ્ધતા કેવી રીતે મપાય છે?
જવાબ – કેરેટમાં

પ્રશ્ન – ચંદ્ર પર પહોંચનાર પ્રથમ વ્યક્તિ કોણ હતી?
જવાબ- નીલ આર્મસ્ટ્રોંગ

પ્રશ્ન – ભારતમાં હીરાની ખાણો ક્યાં આવેલી છે?
જવાબ – આંધ્ર પ્રદેશ અને છત્તીસગઢ

પ્રશ્ન – ખાંડનું સૌપ્રથમ ઉત્પાદન કયા દેશમાં થયું હતું?
જવાબ – ભારતમાં

ઈ.સ.ની પ્રથમ સદી પછી ભારતમાં શેરડીમાંથી સૌપ્રથમ ખાંડનું ઉત્પાદન કરવામાં આવ્યું હતું. ભારતના બંગાળ પ્રદેશમાં શેરડીની ખેતી અને ખાંડનું ઉત્પાદન શરૂ થયું હોવાનું મનાય છે.

નોલેજના તમામ સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો