
GK Quiz : જનરલ નોલેજમાં એવા ઘણા વિષયો છે જેના વિશે લોકો અજાણ હોય છે. નોકરીના ઇન્ટરવ્યુ હોય કે સ્પર્ધાત્મક પરીક્ષાઓ આજકાલ સામાન્ય જ્ઞાન અને વર્તમાન બાબતોને લગતા પ્રશ્નો પૂછવામાં આવે છે. તેથી આજે અમે તમારા માટે એક જનરલ નોલેજ સંબંધિત કેટલાક પ્રશ્નોની એક ક્વિઝ લઈને આવ્યા છીએ, જેના દ્વારા તમે તમારું જનરલ નોલેજ મજબૂત કરી શકો છો.
આ પણ વાંચો GK Quiz : શું તમે જાણો છો, પૃથ્વીની ઉંમર કેટલી છે ?
પ્રશ્ન – આમલીની ચા પીવાથી કયો રોગ મટે છે?
જવાબ – મેટાબોલિક સિન્ડ્રોમમાં રાહત મળે
પ્રશ્ન- ‘વિંગ્સ ઓફ ફાયર’ પુસ્તકના લેખક કોણ છે?
જવાબ – એપીજે અબ્દુલ કલામ
પ્રશ્ન – પરિવહનના વિવિધ માધ્યમોમાંથી કયું સૌથી ઝડપી માનવામાં આવે છે?
જવાબ – હવાઈ પરિવહન
પ્રશ્ન – આપણા શરીરનો કયો ભાગ પિત્તનો રસ બનાવે છે?
જવાબ – લીવર
પ્રશ્ન – પેટમાં કયું એસિડ સ્ત્રાવ ઉત્પન્ન થાય છે?
જવાબ – હાઈડ્રોક્લોરિક એસિડ
પ્રશ્ન – ‘ટાવર ઓફ સાયલન્સ’ કયા દેશમાં આવેલું છે?
જવાબ – ‘ટાવર ઓફ સાયલન્સ’ ભારતની આર્થિક રાજધાની મુંબઈમાં
પ્રશ્ન – ટ્રેનમાં દરવાજા પાસેની બારી અન્ય બારીઓ કરતાં કેમ અલગ હોય છે ?
જવાબ – ચોરી અટકાવવા
ભારતીય રેલવે એશિયામાં બીજા નંબરનું સૌથી મોટું રેલ નેટવર્ક છે. ભારતમાં દરરોજ કરોડોની સંખ્યામાં લોકો ટ્રેનમાં મુસાફરી કરે છે. જો તમે ક્યારેય ટ્રેનમાં મુસાફરી કરી હશે, તો તમે જોયું હશે કે ટ્રેનના કોચમાં દરવાજા પાસેની બારી બીજી બધી બારીઓ કરતા અલગ હોય છે. ટ્રેનના AC કોચ સિવાય તમામ સ્લીપર અને જનરલ કોચની બારીઓમાં સળીયા લગાવેલા હોય છે, પરંતુ દરવાજા પાસેની બારીમાં સામાન્ય કરતા વધુ સળીયા હોય છે. તેની પાછળનું પણ એક ખાસ કારણ છે.
ચોરી અટકાવવા માટે વધુ સળીયા લગાવવામાં આવે છે
દરવાજાની નજીકની બારીમાંથી ચોરી થવાની સંભાવના સૌથી વધુ હોય છે. ચોરો આ બારીઓમાં હાથ નાખીને વસ્તુઓની ચોરી કરતા હતા. કારણ કે આ બારીએ દરવાજાના પગથિયાં પર ચઢીને આરામથી પહોંચી શકાય છે. રાત્રે જ્યારે બધા મુસાફરો સૂતા હોય, ત્યારે ચોર આ બારીઓમાંથી સરળતાથી સામાનની ચોરી કરતા હતા. આ સમસ્યાથી છુટકારો મેળવવા માટે આ બારીઓમાં સામાન્ય કરતાં વધુ સળીયા લગાવવામાં આવે છે. તેથી આ બારી અન્ય બારીઓ કરતાં અલગ હોય છે.
નોલેજના તમામ સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો