GK Quiz : શું તમે જાણો છો Google પર સૌથી પહેલા કયો શબ્દ સર્ચ કરવામાં આવ્યો હતો ?

|

Aug 28, 2023 | 6:58 PM

જનરલ નોલેજમાં ઇતિહાસ, ભૂગોળ, વિજ્ઞાન, કળા, સાહિત્ય, વર્તમાન ઘટનાઓ અને અન્ય વિષયોનો સમાવેશ થાય છે. આજે અમે તમને આવા જ જનરલ નોલેજના પ્રશ્નો અને તેના જવાબો જણાવી રહ્યા છીએ.

GK Quiz : શું તમે જાણો છો Google પર સૌથી પહેલા કયો શબ્દ સર્ચ કરવામાં આવ્યો હતો ?
GK Quiz

Follow us on

GK Quiz : જનરલ નોલેજને (General Knowledge) GK તરીકે પણ ઓળખવામાં આવે છે તે એક એવો શબ્દ છે જેનો ઉપયોગ વિવિધ વિષયોનું જ્ઞાન મેળવવા માટે થાય છે. જનરલ નોલેજમાં ઇતિહાસ, ભૂગોળ, વિજ્ઞાન, કળા, સાહિત્ય, વર્તમાન ઘટનાઓ અને અન્ય વિષયોનો સમાવેશ થાય છે. આજે અમે તમને આવા જ જનરલ નોલેજના પ્રશ્નો અને તેના જવાબો જણાવી રહ્યા છીએ. જે તમને ખૂબ જ ઉપયોગી થશે.

આ પણ વાંચો GK Quiz : એવું કયું પ્રાણી છે જે ક્યારેય પાણી પીતું નથી ? જાણો આવા જ વધુ પ્રશ્નોના જવાબ

પ્રશ્ન – ભારતના કયા રાજ્યમાં સૌપ્રથમ સૂર્યોદય થાય છે?
જવાબ – અરુણાચલ પ્રદેશ

કોણ છે એ છોકરી જેના કારણે કોહલી-ગંભીર સાથે જોવા મળ્યા?
લગ્ન પહેલા પુરુષોએ આ મેડિકલ ટેસ્ટ જરૂર કરાવવા જોઈએ, જુઓ List
Phoneને ઝડપી ચાર્જ કરવા માટે શું કરવું? જાણો અહીં સરળ ટ્રિક
આ છે ઢોલીવૂડનું સેલિબ્રિટી કપલ, જુઓ ફોટો
રબરનો છોડ ઘરે ઉગાડવાથી થાય છે અનેક ફાયદા
આજનું રાશિફળ તારીખ : 19-09-2024

પ્રશ્ન – બિહુ કયા રાજ્યનો પ્રખ્યાત તહેવાર છે?
જવાબ – આસામ

પ્રશ્ન – આમળામાં કયું વિટામિન ભરપૂર માત્રામાં જોવા મળે છે?
જવાબ – વિટામિન સી

પ્રશ્ન – ભારતના પ્રથમ ગવર્નર જનરલ કોણ હતા?
જવાબ – વિલિયમ બેન્ટિક

પ્રશ્ન – ગૌતમ બુદ્ધનું બાળપણનું નામ શું હતું?
જવાબ – સિદ્ધાર્થ

પ્રશ્ન – પોંગલ કયા રાજ્યનો તહેવાર છે?
જવાબ – તમિલનાડુ

પ્રશ્ન – કયા વિટામિનની ઉણપથી રાતાંધળાપણું થાય છે?
જવાબ – વિટામિન એ

પ્રશ્ન – ટેલિવિઝનની શોધ કોણે કરી હતી?
જવાબ – જ્હોન લોગી બેર્ડ

પ્રશ્ન – પંજાબ કેસરી તરીકે કોણ ઓળખાય છે?
જવાબ – લાલા લજપત રાય

પ્રશ્ન – ભારતના પ્રથમ મહિલા રાજ્યપાલ કોણ હતા?
જવાબ – સરોજિની નાયડુ

પ્રશ્ન – ‘બ્રહ્મ સમાજ’ની સ્થાપના કોણે કરી હતી?
જવાબ – રાજા રામ મોહન રોય

પ્રશ્ન – સ્વામી દયાનંદ સરસ્વતીનું મૂળ નામ શું હતું?
જવાબ – મૂળશંકર

પ્રશ્ન – વાસ્કો દ ગામા ભારતમાં ક્યારે આવ્યો હતો?
જવાબ – ઈ.સ.1498માં

પ્રશ્ન – ‘રામકૃષ્ણ મિશન’ની સ્થાપના કોણે કરી હતી?
જવાબ – સ્વામી વિવેકાનંદ

પ્રશ્ન – હવા મહેલ ક્યાં આવેલો છે?
જવાબ – જયપુર

પ્રશ્ન – શીખોનો મુખ્ય તહેવાર કયો છે?
જવાબ – બૈસાખી

પ્રશ્ન – મહાભારતના લેખક કોણ છે?
જવાબ – મહર્ષિ વેદવ્યાસ

પ્રશ્ન – ‘જય જવાન, જય કિસાન’ સૂત્ર કોણે આપ્યું?
જવાબ – લાલ બહાદુર શાસ્ત્રી

પ્રશ્ન – Google પર પ્રથમ કયો શબ્દ સર્ચ કરવામાં આવ્યો હતો ?
જવાબ – ગેરહાર્ડ કેસ્પર

વર્ષ 1998માં, ગૂગલના સ્થાપક લેરી પેજ અને સર્ગેઈ બ્રિને પહેલીવાર ગૂગલ પર ‘ગેરહાર્ડ કેસ્પર‘ સર્ચ કર્યું હતું, જેના જવાબમાં ગૂગલે ગેરહાર્ડ કેસ્પર સ્ટેનફોર્ડ યુનિવર્સિટીના પ્રેસિડન્ટ હોવાનું જણાવ્યું હતું. ગૂગલે તેનું ડોમેન Google.com 15 સપ્ટેમ્બર 1997ના રોજ રજીસ્ટર કરાવ્યું હતું, પરંતુ કંપનીએ તેનું કામ 1998માં શરૂ કર્યું હતું. ભારતીય મૂળના સુંદર પિચાઈ હાલમાં Google Incના CEO છે.

નોલેજના તમામ સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો

Next Article