GK Quiz : જો તમે ઓછા સમયમાં તમારું જનરલ નોલેજ (General Knowledge) વધારવા માગતા હોવ તો ક્વિઝ તમારા માટે ફાયદાકારક સાબિત થઈ શકે છે. કારણ કે ક્વિઝની મદદથી તમે સરળતાથી તમારા જનરલ નોલેજને મજબૂત બનાવી શકો છો. જનરલ નોલેજમાં ઈતિહાસ, વિજ્ઞાન, કળા, સાહિત્ય સહિતના અનેક વિષયોનો સમાવેશ થાય છે. ત્યારે આજે અમે તમારા માટે આવા જ કેટલાક પ્રશ્નો અને તેના જવાબો લઈને આવ્યા છીએ, જે સ્પર્ધાત્મક પરીક્ષાઓમાં તમને મદદ કરી શકે છે.
આ પણ વાંચો GK Quiz : વિમાનની શોધ કોણે કરી હતી ? જાણો ક્યારે ભરી હતી પ્રથમ ઉડાન
પ્રશ્ન – કયા પ્રાણીને ત્રણ હૃદય હોય છે?
જવાબ – ઓક્ટોપસ
પ્રશ્ન – કયું પ્રાણી આંખ બંધ કરીને પણ જોઈ શકે છે?
જવાબ – ઊંટ
પ્રશ્ન – કયા સ્થળે સૂર્યના સીધા કિરણો ક્યારેય પડતા નથી?
જવાબ – શ્રીનગર
પ્રશ્ન – કયું પ્રાણી ઘાયલ થયા પછી માણસોની જેમ રડે છે?
જવાબ – રીંછ
પ્રશ્ન – કયા દેશને સફેદ હાથીઓનો દેશ કહેવામાં આવે છે?
જવાબ – થાઈલેન્ડને
પ્રશ્ન – ભારતમાં સૌથી વધુ ઠંડી ક્યાં છે?
જવાબ – લેહ
પ્રશ્ન – ભારતમાં કેટલી નદીઓ છે?
જવાબ – ભારતમાં લગભગ 400 નદીઓ છે
પ્રશ્ન – ભારતમાં કયું રાજ્ય સૌથી વધુ કોફીનું ઉત્પાદન કરે છે?
જવાબ – કર્ણાટક
દક્ષિણ ભારતીય રાજ્યોના પર્વતીય વિસ્તારોમાં કોફીનું ઉત્પાદન થાય છે. એક આંકડા પ્રમાણે અહીં કુલ 8200 ટન કોફીનું ઉત્પાદન થાય છે. જેમાંથી સૌથી વધુ 53 ટકા કર્ણાટક રાજ્યમાં, 28 ટકા કેરળમાં અને 11 ટકા તમિલનાડુમાં થાય છે
પ્રશ્ન – કયા મુસ્લિમ દેશની ચલણી નોટ પર છે ભગવાન ગણેશનો ફોટો
જવાબ – ઈન્ડોનેશિયા
ઈન્ડોનેશિયાનું ચલણ રુપિયા છે. અહીં 20 હજાર રૂપિયાની નોટ પર ભગવાન ગણેશની ફોટો છે. ભગવાન ગણેશને આ મુસ્લિમ દેશમાં શિક્ષણ, કલા અને વિજ્ઞાનના દેવતા માનવામાં આવે છે. ખાસ વાત એ છે કે ઈન્ડોનેશિયામાં લગભગ 87.5 ટકા વસ્તી મુસ્લિમ છે અને માત્ર ત્રણ ટકા જ હિંદુ છે.
ઈન્ડોનેશિયાની આ 20 હજાર રૂપિયાની નોટ પર આગળની બાજુ ભગવાન ગણેશની ફોટો છે, જ્યારે પાછળની બાજુએ ક્લાસરૂમનો ફોટો છપાયેલો છે. જેમાં વિદ્યાર્થીઓ અને શિક્ષકોનો ફોટો છપાયોલો છે.