
19મી સદી આવતા સુધીમાં તો વ્હેલનું તેલ મળવાનું બંધ થઈ ગયુ અને તે ઘણુ મોંઘુ પણ હતુ. જે સામાન્ય માણસની પ્હોંચની બહાર હતુ. ત્યારે લોકોએ વિચાર્યુ કે કોઈ એવો ઊર્જા સ્ત્રોત શોધવો પડશે જે સસ્તો અને ટકાઉ હોય અને દરેક જગ્યાએ ઉપલબ્ધ હોય. બસ આ જ શોધે માણસને ક્રુડ ઓઇલ અને પેટ્રોલિયમના એ દૈરમાં પહોંચાડી દીધો જેનાથી દુનિયા બદલાઈ ગઈ. રસપ્રદ વાત એ છે કે આ તેલ માનવજાતિ માટે બિલકુલ નવુ ન હતુ. બસ તેની શક્તિથી અજાણ હતો. હજારો વર્ષ પહેલા લોકો પ્રાકૃતિક ડામરનો ઉપયોગ ઘરને મજબુત બનાવવા માટે કરતા હતા, જેનાથી દિવાલો મજબૂત થતી. અને હોડીને પાણીથી થતા નુકસાનથી બચાવવા માટે પણ કરતા હતા. પૂર્વી અને એશયાઈ લોકો એ સમયે કાચા તેલનો ઉપયોગ દવા, મસાલા અને આગ માટે કરતા હતા. અજરબૈજાન જેવી જગ્યાએ સેંકડો વર્ષોથી જમીનના ઉપલા પડમાંથી પોતાના હાથેથી તેલ કાઢવાનું કામ કરતા હતા. પરંતુ આ પ્રયાસો નાના પાયે હતા. વર્ષ 1846માં કેનેડિયન વૈજ્ઞાનિક અબ્રાહમ ગેસનરે ઇતિહાસ રચી દીધો....
Published On - 8:55 pm, Thu, 20 November 25