
ભારતે તાજેતરમાં જ તેનો 76મો પ્રજાસત્તાક પર્વ ઉજવ્યો. આ વખતે ઈન્ડોનેશિયાના રાષ્ટ્રપતિ પ્રબોવો સુબિઆંતો ગણતંત્ર દિવસ સમારોહના મુખ્ય અતિથિ તરીકે આમંત્રિત કરવામાં આવ્યા હતા. જો કે અત્યાર સુધીમાં 5વાર ઈન્ડોનેશિયાના રાષ્ટ્રપતિને ગણતંત્ર દિવસ સમારોહમાં મુખ્ય અતિથિ તરીકે આમંત્રિત કરવામાં આવ્યા છે. ભારતના સૌપ્રથમ ગણતંત્ર દિવસ 26 જાન્યુઆરી 1950ના કાર્યક્રમમાં પણ ઈન્ડોનેશિયાના રાષ્ટ્રપતિ સુકર્ણો ચીફ ગેસ્ટ હતા. વર્ષોથી ભારત અને ઈન્ડોનેશિયાના ઘણા ગાઢ સંબંધો રહ્યા છે. આજે ઈન્ડોનેશિયા દુનિયાનો સૌથી મોટો મુસ્લિમ વસ્તી ધરાવતો દેશ છે. લગભગ 27 કરોડની વસ્તીવાળા ઈન્ડોનેશિયામાં 90 ટકા વસ્તી ઈસ્લામ ધર્મને અનુસરનારાઓની છે.એવામા એ જાણવુ જરૂરી છે કે આખરે સદીઓથી હિંદુ અને બૌદ્ધ ધર્મના પ્રભાવવાળા ઈન્ડોનેશિયામાં મુસ્લિમ ધર્મ કેવી રીતે આવ્યો અને કેવી રીતે તે દુનિયાનો સૌથી મોટો મુસ્લિમ વસ્તી ધરાવતો દેશ બની ગયો? એક સમયે ઈન્ડોનેશિયામાં હિંદુઓ અને બૌદ્ધ લોકોનો હતો દબદબો ઇન્ડોનેશિયા હંમેશા વેપારની દ્રષ્ટિએ ખૂબ જ મહત્વપૂર્ણ રહ્યું છે. બુની અથવા મુની સંસ્કૃતિ એ ઇન્ડોનેશિયાની સૌથી જૂની સભ્યતા છે. ચોથી સદીથી ઈસ્વીસન પૂર્વે સુધી આ...
Published On - 4:56 pm, Wed, 29 January 25