દુનિયા ખુબ આગળ વધી રહી છે ટેકનોલોજીના કારણે માણસ નવા નવા પ્રગતીના પંથ સોપાન કરી રહ્યો છે. ત્યારે આપણે જાણીએ છીએ તેમ કે ચાંદ પર માણસ મોકલવામાં આવ્યો હતો જે બાદ હવે મનુષ્યને મંગળ પર મોકલવાની તૈયારીઓે થઈ રહી છે. માત્ર મનુષ્યને મોકલવામાં જ નહી આવે પણ ત્યાં જઈને મનુષ્ય ખેતી પણ કરશે. જી હા.. કહેવાય છે કે મંગળ પર માનવ જીવન શક્ય નથી પણ તે અશક્ય કાર્યને શક્ય બનાવવા NASA તૈયારીઓ કરી રહ્યું છે.
ત્યારે દુનિયાની મોટા ભાગની સ્પેસ એજન્સી ત્યા જવા માંગે છે અને ત્યા જઈને માનવ વસાહત પણ વિકસાવવા માંગે છે. નાસા 2033 સુધી મંગળ પર જવાની તૈયારી કરી રહ્યું છે ત્યારે તમને જણાવી દઈએ કે મંગળ પર જવા અને આવવામાં 21 મહિનાનો સમય લાગે છે.
ત્યારે જો મનુષ્યને મંગળ પર મોકલવામાં આવશે તો તેમના આવવા અને જવા માટે 21 મહિનાનો સમય લાગશે. ત્યારે આટલા લાંબા સમય માટે મનુષ્ય જશે તો તેમની સાથે 21 મહિનાના ભોજનની સુવિધાની સાથે પાણી, અને તેની સાથે તેઓ થોડા બીજ પણ જઈ જશે, કારણ કે ત્યા જઈને તે બીજને ઉગાડીને નવુ ધાન પેદા કરી શકાય.
અને આ બીજ એટલા માટે મોકલવામાં આવશે કે આટલા લાંબા સમય સુધી તેઓ જતા જો કોઈ કારણવશ સાથે લઈ ગયેલ ભોજનનો પુરવઠો ત્યાં પૂર્ણ થઈ જાય તો ત્યા જીવતા રહેવા માટે તે બીજના સહારે ખેતી કરી શકે. છે ને આ ગજબની વાત કે મંગળ પર જઈને ખેતી કરી શકશે મનુષ્ય.
જો કે આ થઈ મનુષ્યના ભોજન અને ખેતીની વાત, પણ ખેતી કરવા માટે પાણી ક્યાંથી આવશે, શું મંગળ પર પાણી છે ?
તો તમને જણાવી દઈએ યુરોપિયન સ્પેસ એજન્સીએ એક અહેવાલ આપ્યો હતો કે મંગળની ગ્રાન્ડ કેન્યોનમાં મોટી માત્રામાં પાણી મળી આવ્યું છે. એજન્સી અનુસાર મંગળ પર પાણીનો આ વિશાળ જળાશય વેલેસ મરીનર્સની સપાટીથી ત્રણ ફૂટ નીચે છે. વેલેસ મરીનર્સ 3862 કિમીના વિસ્તારમાં ફેલાયેલી વિશાળ ખીણ છે. જો કે આ માત્ર એક અનુમાન છે અહીં થી પાણી અંતરિક્ષયાત્રી લાવી શકે છે જો કે તેમના આટલા દિવસ જીવીત રહેવા માટે પણ તેઓ ધરતી પરથી થોડું પાણી લઈ જાય છે અને ત્યાં તેઓ તેમના યુરિનને પણ પ્યુરિફાય કરીને ફરી પીવામાં ઉપયોગ કરે છે.