આ Labour Law જે દરેક કર્મચારીએ જાણવા છે જરૂરી, જુઓ Video

ભવિષ્યને આર્થિક રીતે સુરક્ષિત કરવા માટે બચત ખૂબ જ મહત્વપૂર્ણ છે. દરેક વ્યક્તિ કોઈને કોઈ યોજનામાં રોકાણ કરીને પોતાના માટે એક ફંડ એકત્રિત કરતો હોય છે. ત્યારે આજે અમે તમને Labour Law વિશે જણાવીશું. Labour Lawનો મુખ્ય ઉદ્દેશ્ય કર્મચારીઓ હિતોનું રક્ષણ કરવાનો છે. તેથી કર્મચારીઓને નોકરીની સુરક્ષા અને બોનસ જેવા અન્ય લાભો મળે. ત્યારે આજે અમે તમને જણાવીશું કે એવા કયા મુખ્ય કાયદા છે, જે દરેક કર્મચારીઓને જાણવા જરૂરી છે.

આ Labour Law જે દરેક કર્મચારીએ જાણવા છે જરૂરી, જુઓ Video
labour law
| Edited By: | Updated on: Oct 16, 2023 | 6:23 PM

ભારતીય Labour Law કર્મચારીઓ (Employee) અને નોકરી આપનાર વચ્ચે સ્પષ્ટ વ્યવસાયિક સંબંધો સ્થાપિત કરવા પર ભાર મૂકે છે. આ તમામ કાયદાઓનો મુખ્ય ઉદ્દેશ્ય કર્મચારીઓ હિતોનું રક્ષણ કરવાનો છે. તેથી કર્મચારીઓને નોકરીની સુરક્ષા અને બોનસ જેવા અન્ય લાભો મળે. ત્યારે આજે અમે તમને જણાવીશું કે એવા કયા મુખ્ય કાયદા છે, જે દરેક કર્મચારીઓને જાણવા જરૂરી છે.

આ પણ વાંચો EPFO Balance Check: તમારા PF ખાતામાં કેટલા રૂપિયા જમા છે? આ ચાર સરળ રીતથી ચેક કરો પીએફ બેલેન્સ

EPF

સૌ પ્રથમ એમ્પ્લોઇઝ પ્રોવિડન્ટ ફંડ (EPF) વિશે વાત કરીએ, તો ફેક્ટરી હોય કે કોઈ કંપની 20થી વધુ કર્મચારી હોય તો EPF લાગુ પડે છે. આવી કંપનીના કર્મચારીઓના પગારનો અમુક હિસ્સો EPF ખાતામાં જમા થાય છે, જેનું નિયમનકાર EPFO ​​છે. EPF હેઠળ, મૂળ પગાર અને DAના 12 ટકા પીએફ ફંડમાં જમા કરવામાં આવે છે અને તેટલી જ રકમ એમ્પ્લોયર દ્વારા પણ જમા કરવામાં આવે છે.

EPS

EPF પર જમા રકમ પર ચક્રવૃદ્ધિ વ્યાજનો લાભ મળે છે. એમ્પ્લોયરના હિસ્સામાંથી 8.33 ટકા કર્મચારી પેન્શન સ્કીમ (EPS)માં જાય છે, જ્યારે બાકીના 3.67 ટકા EPFમાં રોકાણ કરવામાં આવે છે. નિવૃત્તિ પછી, કર્મચારીઓને PFના પૈસા એકસાથે અને EPSના પૈસા પેન્શન તરીકે મળે છે.

EDLI

આ સુવિધા હેઠળ, દરેક EPFO ​​સભ્યને મહત્તમ 7 લાખ રૂપિયા સુધીનું વીમા કવચ મળે છે. EPFOની આ વીમા યોજના એમ્પ્લોઈઝ ડિપોઝિટ લિંક્ડ ઈન્સ્યોરન્સ (EDLI) તરીકે ઓળખાય છે. આ યોજના 1976માં શરૂ કરવામાં આવી હતી.

બિઝનેસ સહિતના સમાચાર વાંચવા અહીં ક્લિક કરો

 

Published On - 6:20 pm, Mon, 16 October 23