Knowledge News: શું તમે પણ રેલવે ટ્રેક અને રેલવે લાઈનને એક જ સમજો છો?, બંને વચ્ચે છે મોટો તફાવત જાણો અહીં

આપણે બધા ટ્રેનમાં મુસાફરી કરીએ છીએ પરંતુ તેની મૂળભૂત અને નાની-નાની બાબતો વિશે પણ જાણતા નથી. આવી જ એક માહિતી રેલવે લાઈન અને રેલવે ટ્રેક અંગે છે. શું તમે પણ બંનેને સમાન માનો છો. તો તમે ખોટા છો રેલવે ટ્રેક અને રેલવે લાઇન વચ્ચેનો મોટો તફાવત છે. ત્યારે આ તફાવત શું છે તે આપણે જાણીશું.

Knowledge News: શું તમે પણ રેલવે ટ્રેક અને રેલવે લાઈનને એક જ સમજો છો?, બંને વચ્ચે છે મોટો તફાવત જાણો અહીં
railway track and rail line
| Edited By: | Updated on: Jun 14, 2023 | 1:55 PM

ભારતીય રેલવે એ આપણા જીવનનો મુખ્ય ભાગ છે. તે દેશમાં મુસાફરી કરવાનું સૌથી સરળ અને સસ્તું માધ્યમ છે. ભારતીય રેલવે વિશે એવી ઘણી બાબતો છે જે આપણે જાણતા નથી. તેથી જ લોકો તેના વિશે ઉત્સુકતા સાથે વાત કરે છે. આપણે બધા ટ્રેનમાં મુસાફરી કરીએ છીએ પરંતુ તેની મૂળભૂત અને નાની-નાની બાબતો વિશે પણ જાણતા નથી. આવી જ એક માહિતી રેલવે લાઈન અને રેલવે ટ્રેક અંગે છે. શું તમે પણ બંનેને સમાન માનો છો. તો તમે ખોટા છો રેલવે ટ્રેક અને રેલવે લાઇન વચ્ચેનો મોટો તફાવત છે. ત્યારે આ તફાવત શું છે તે આપણે જાણીશું.

સામાન્ય રીતે, લોકો ઘણીવાર રેલવે લાઇન અને રેલવે ટ્રેકને સમાન માને છે. પણ એવું બિલકુલ નથી. રેલવે ટ્રેક અને રેલવે લાઇનમાં મોટો તફાવત છે.

શું છે રેલવે લાઈન પછી રેલવે ટ્રેકમાં તફાવત?

તમને જણાવી દઈએ કે રેલવે લાઇનને તૈયાર કર્યા વિના રેલવે ટ્રેક તૈયાર કરી શકાતો નથી. સાદી ભાષામાં સરળ રીતે સમજીએ તો પહેલા રેલવે લાઈન નક્કી થાય છે, પછી રેલવે ટ્રેક તૈયાર કરવામાં આવે છે. ઉદાહરણ તરીકે, જો સરકાર જાહેરાત કરે કે અમદાવાદ અને ગાંધીનગર વચ્ચે રુટની લાઇન બનાવવામાં આવશે તો તે રેલવે લાઈન છે અને થોડા મહિના પછી તેમાં કામગીરી માટે પાટા નાખવામાં આવે તો તે રેલ ટ્રેકનું કામ શરૂ કરવામાં આવ્યુ તેમ કહેવાશે. તેથી અહીં બંને બાબતો એકસાથે કહેવામાં આવી છે પરંતુ તફાવત ખૂબ જ સ્પષ્ટ છે.

રેલવે લાઇન એ બે બિંદુઓ વચ્ચેનું અંતર છે, જેમ કે અમદાવાદ અને ગાંધીનગર વચ્ચેનું અંતર. આ બે પોઈન્ટ વચ્ચે રેલ્વે ટ્રેક બિછાવેલો છે. ટ્રેનના ટ્રેકને લોકો રેલવે ટ્રેક માને છે, પરંતુ એવું નથી. રેલવે ટ્રેકમાં સ્ટીલની રેલ, હેવી સ્લીપર્સ અને બેલાસ્ટનો સમાવેશ થાય છે. આ ત્રણેયને જોડીને રેલવે ટ્રેક તૈયાર કરવામાં આવ્યો છે.

રેલવે ટ્રેક તૈયાર કરવા માટે કેટલો ખર્ચ થાય છે?

શું તમે જાણો છો કે ટ્રેનના પાટા પર કાટ કેમ નથી લાગતો? વાસ્તવમાં રેલ ટ્રેક લોખંડનો નથી. આ એક ખાસ પ્રકારનું સ્ટીલ છે જે મંગલોયને મિક્સ કરીને તૈયાર કરવામાં આવે છે. આ સ્ટીલ પર ભેજ અને ઓક્સિજનની કોઈ અસર થતી નથી. તમને જણાવી દઈએ કે સામાન્ય રીતે 1 કિલોમીટરનો રેલ્વે ટ્રેક તૈયાર કરવા માટે 10 થી 12 કરોડ રૂપિયાનો ખર્ચ થાય છે.

Follow Us