સપનાની સીરીઝમાં અમે તમને સપના વિશે રોચક જાણકારી આપી છીએ, આજે અમે તમને અંધ લોકોને આવતા સપના વિશે જણાવા જઇ રહ્યા છીએ, તમને જાણીને આશ્ચર્ય થશે અંધ લોકોને પણ સપન(Blind people dream)આવે છે,ઉલ્લેખની છે, દરેક વ્યક્તિને સપના (Dream) જોવાનું ગમે છે. સપનામાં આપણને એવું લાગે છે કે બધું જ શક્ય છે,કેટલાક સપના આપણા માટે સારા હોય છે જ્યારે કેટલાક સપના ડરામણા લાગે છે. પરંતુ શું તમે ક્યારેય વિચાર્યું છે કે અંધ લોકો કેવી રીતે સપના જુએ છે અને કેવી રીતે જુએ છે? તો ચાલો તમને તેની સાથે જોડાયેલી કેટલીક બાબતો જણાવીએ.ૉ
જે લોકો જન્મથી જ અંધ હોય છે, તેઓ સપનામાં માત્ર અવાજો જ સાંભળે છે. વ્યક્તિને કંઈપણ દેખાતું નથી, તે ફક્ત અવાજ જ અનુભવી શકે છે. પરંતુ જે લોકો કોઈ કારણસર અંધ થઈ જાય છે, તેઓ તેમના જીવનની રંગીન ક્ષણો તેમના સપનામાં ફરી જુએ છે. તે લોકો સપનામાં રંગો જોઈ શકે છે કારણ કે તેઓએ તે રંગો વાસ્તવિક જીવનમાં જોયા છે.
જો કોઈ વ્યક્તિ 50 વર્ષની ઉંમરે તેની આંખો ગુમાવે છે, તો તેના સપના પણ તેની આંખોની જેમ ઝાંખા દેખાય છે. સપનાની રંગીન દુનિયામાં 5 થી 7 વર્ષની ઉંમર ખૂબ જ મહત્વપૂર્ણ ભૂમિકા ભજવે છે. તેઓ તેમના સપનામાં જ તેમનું વાસ્તવિક જીવન જુએ છે અને અનુભવે છે.
એક અભ્યાસ દર્શાવે છે કે 70 ટકા અંધ લોકો તેમના સપનામાં સ્પર્શ અનુભવી શકે છે, જ્યારે બાકીના લોકો માત્ર આદત અનુભવે છે. એવું પણ કહેવામાં આવ્યું છે કે જ્યારે કોઈ અંધ વ્યક્તિ તેના સપનામાં પ્રકાશનું વર્ણન કરે છે, ત્યારે તે વાસ્તવિક પ્રકાશ નથી. તેના બદલે, મગજ દ્વારા મોકલવામાં આવતા સંકેતો પ્રકાશના રૂપમાં જોવા મળે છે. આ દર્શાવે છે કે અંધ વ્યક્તિના સપના સામાન્ય લોકો જેવા જ હોય છે.
મેડિકલ સાયન્સ કહે છે કે રેપિડ આઈ મૂવમેન્ટ (REM)થી પણ સપના આવે છે. REM દરમિયાન આખું શરીર સૂઈ જાય છે પરંતુ બંધ આંખો અંદરથી ઝડપથી ફફડતી હોય છે. કોઈપણ મનુષ્યમાં, આ સમયગાળો મહત્તમ 90 મિનિટનો હોય છે.
Published On - 2:54 pm, Wed, 29 June 22