આલ્કોહોલિક પીણાં (Alcoholic beverages) જેવા કે વાઇન, બીયર, રમ, જિન, વોડકા, ટકીલા, બ્રાન્ડી, વ્હિસ્કી અને સ્કોચ તેના અલગ અલગ સ્વાદ માટે જાણીતા છે. પણ શું તમે જાણો છો કે આ કઈ રીતે અલગ પાડે છે. ત્યારે આજે અમે આ વિડીયોમાં દ્વારા તમને તેના વિશે માહિતી આપીશું.
આ પણ વાંચો વ્હિસ્કી પીવાની સાચી રીત કઈ છે ? જુઓ આ Video
વાઇન અને બીયર વિશે વાત કરીએ તો આ પીણામાં દારૂની ટકાવારી મર્યાદિત છે, પરંતુ આલ્કોહોલનું પ્રમાણ વધારવા માટે નિસ્યંદન નામની પ્રક્રિયાનો ઉપયોગ કરવામાં આવે છે. આ ટેક્નોલોજી આ પીણાંની શક્તિ વધારવામાં મદદ કરે છે. નિસ્યંદન વિશે વાત કરીએ તો, તે સ્પિરિટ્સ અથવા નિસ્યંદિત આલ્કોહોલિક પીણાંને ઉત્પન્ન કરે છે.
જેમાં રમ, વ્હિસ્કી, સ્કોચ, જિન, વોડકા, ટકીલા અને બ્રાન્ડીનો સમાવેશ થાય છે. આ નિસ્યંદિત પ્રક્રિયાને કારણે આલ્કોહોલ પીણાનો સ્વાદ અલગ અલગ આવે છે. જો આપણે આ સ્પિરિટમાં જડીબુટ્ટીઓ અથવા ખાંડ ઉમેરીએ તો આ મિશ્રણથી દારૂનો એક અલગ જ સ્વાદ આવે છે.
Published On - 10:27 pm, Wed, 25 October 23