દલાઈ લામા બ્રહ્મચારી કેમ રહે છે? વાંચો ઈસ્લામ છોડી બૌદ્ધ ધર્મ અપનાવનાર અલ્તાન ખાન અને દલાઈ લામાની પદવી પાછળનો અસલ ઇતિહાસ

તિબ્બતના સર્વોચ્ચ ધાર્મિક નેતા દલાઈ લામાનો 90મો જન્મદિવસ હિમાચલના ધર્મશાળામાં મેક્લોડગંજમાં મનાવવામાં આવ્યો. આવો જાણીએ દલાી લામા અને તિબ્બતી બૌદ્ધ ધર્મના ઇતિહાસ સાથે જોડાયેલી રસપ્રદ વાતો. કેવી રીતે એક મહાન મુસ્લિમ શાસકે ઈસ્લામ ધર્મ છોડી બૌદ્ધ ધર્મ અપનાવ્યો, કોણ હતા પહેલા દલાઈ લામા અને દલાઈ લામા શા માટે હંમેશા બ્રહ્મચારી રહે છે.

દલાઈ લામા બ્રહ્મચારી કેમ રહે છે? વાંચો ઈસ્લામ છોડી બૌદ્ધ ધર્મ અપનાવનાર અલ્તાન ખાન અને દલાઈ લામાની પદવી પાછળનો અસલ ઇતિહાસ
| Updated on: Jul 07, 2025 | 12:03 AM

6 જુલાઈએ તિબેટીયન બૌદ્ધ ધર્મગુરુનો 90મો જન્મદિવસ ઉજવવામાં આવ્યો.જેમા ધર્મશાળાના મેક્લોડગંજમાં એક મોટા ધાર્મિક કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે. 14મા દલાઈ લામા અહીં તેમના અનુયાયીઓને સંબોધિત કર્યા. જોકે, 15મા દલાઈ લામાનું નામ હજુ જાહેર નથી કરાયુ. પરંતુ શું તમે જાણો છો કે દલાઈ લામાનો ઇતિહાસ શું છે? તિબેટીયન બૌદ્ધ ધર્મમાં આ પરંપરા ક્યારે અને કેવી રીતે ચાલી આવી છે? દલાઈ લામા જીવનભર કેમ અપરિણિત રહે છે. તેઓ એક ભિક્ષુક હોય છે જે તિબેટીયન બૌદ્ધ ધર્મની ગેલુગ્પા પરંપરાનું પાલન કરે છે. જેમાં બ્રહ્મચર્યનું પાલન કરવું જરૂરી છે. દલાઈ લામાને કરુણાથી ભરેલા બૌદ્ધ ધર્મનો અવતાર ગણાય છે. દલાઈ લામાનો અર્થ બૌદ્ધ ધર્મમાં, દલાઈ લામાનો અર્થ જ્ઞાનનો મહાસાગર અથવા જ્ઞાનનો ભંડાર થાય છે. દલાઈનો અર્થ મહાસાગર થાય છે અને લામા બૌદ્ધ ધર્મના ટોચના ગુરુને કહેવામાં આવે છે. એટલે કે, દલાઈ લામા શબ્દનો અર્થ ‘જ્ઞાનના મહાસાગરથી ભરેલા બૌદ્ધ ગુરુ’ થાય છે. બ્રહ્મચારી બૌદ્ધ ભિક્ષુ દલાઈ લામા તિબેટીયન બૌદ્ધ ધર્મના ગેલુગ્પા સંપ્રદાયના વડા છે. તેઓ તિબેટના સૌથી...

Published On - 11:54 pm, Sun, 6 July 25

સંપૂર્ણ વાર્તા વાંચવા માટે TV9 એપ્લિકેશન ડાઉનલોડ કરો

20 થી વધુ વિશિષ્ટ સમાચારોની અમર્યાદિત ઍક્સેસ TV9 એપ પર ચાલુ રાખો