Gujarati NewsKnowledgeDaily current affairs general knowledge gk quiz Know what is the motto of the Indian Railways and also about the birds and animals of the state of Maharashtra
GK Quiz : ભારતીય રેલવેનું સૂત્ર શું છે તેમજ મહારાષ્ટ્ર રાજ્યના પક્ષી અને પ્રાણી વિશે જાણો
જો તમે તમારું જનરલ નોલેજ વધારવા માંગો છો, તો ક્વિઝ તમારા માટે શ્રેષ્ઠ વિકલ્પ બની શકે છે. આની મદદથી તમે સરળતાથી પ્રશ્નોના જવાબો પણ મળી જશે. અમે આજે તમારા માટે આવા જ કેટલાક પ્રશ્નો અને જવાબો લઈને આવ્યા છીએ, જે તમારા માટે ઉપયોગી સાબિત થઈ શકે છે.
motto of the Indian Railways
Follow us on
GK Quiz : જો તમે કોઈપણ સ્પર્ધાત્મકપરીક્ષાની (Competitive Exam) તૈયારી કરી રહ્યા હોવ તો તમને ખબર જ હશે કે ભારતમાં તમામ સ્પર્ધાત્મક પરીક્ષાઓમાં જનરલ નોલેજના પ્રશ્નો પૂછવામાં આવે છે. જનરલ નોલેજ એ તમામ સ્પર્ધાત્મક પરીક્ષાઓ માટે એક મહત્વપૂર્ણ વિષય છે, તેથી જ્યારે ઇન્ટરવ્યૂ રાઉન્ડની વાત આવે છે, ત્યારે ઉમેદવારોની ક્ષમતા માપવામાં પણ જનરલ નોલેજના પ્રશ્નો પૂછવામાં આવતા હોય છે.
મહારાષ્ટ્રનું રાજ્ય પ્રાણી કયું છે? ભારતીય વિશાળ ખિસકોલી
મહારાષ્ટ્રનું રાજ્ય પક્ષી કયું છે? હરિયાલ
મહારાષ્ટ્રનું રાજ્ય ફૂલ ક્યું છે? જારુલ
નીચેનામાંથી મહારાષ્ટ્રના પ્રથમ મુખ્યમંત્રી કોણ હતા? વાય. બી. ચૌહાણ
બોમ્બે હાઈકોર્ટની સ્થાપના કઈ સાલમાં થઈ હતી? 1862
રેલવે એન્જિનના શોધક કોણ છે? જ્યોર્જ સ્ટીફન્સન
ભારતની પ્રથમ ટ્રેન દ્વારા કેટલું અંતર કાપવામાં આવ્યું હતું? 34 કિ.મી
ભારતીય રેલવેનું સૂત્ર શું છે? રાષ્ટ્રની જીવનરેખા
આંખમાં પ્રવેશતા પ્રકાશની માત્રાને કોણ નિયંત્રિત કરે છે? આઇરિસ
સમતલ અરિસા દ્વારા રચાયેલું પ્રતિબંબ કેવું હોય છે? કાલ્પનિક
પાણીથી ભરેલી ડોલની ઊંડાઈ ઓછી દેખાય છે. તેનું કારણ છે? રીફ્રેક્શન
સૌથી લાંબુ રેલવે પ્લેટફોર્મ ક્યાં છે? ગોરખપુરમાં
તેની લંબાઈ 1072.5 મીટર છે. રિ-મોડલિંગ કાર્ય પછી, ગોરખપુર જંકશનના પ્લેટફોર્મ નંબર 1 અને 2 ની સંયુક્ત લંબાઈ 1366.4 થઈ ગઈ છે, જે વિશ્વમાં સૌથી મોટી છે. આ સાથે અહીં 26 બોગીવાળી બે ટ્રેન એકસાથે પાર્ક કરી શકાય છે.
નોર્થ-ઈસ્ટર્ન રેલવેના જનરલ મેનેજર રાજીવ મિશ્રા કહે છે કે લિમ્કા બુક ઓફ વર્લ્ડ રેકોર્ડનું પ્રમાણપત્ર મળ્યા બાદ ગોરખપુર જંકશનનું નામ ઘણી ઉંચાઈએ પહોંચી ગયું છે. ગોરખપુરથી દરરોજ લગભગ 170 ટ્રેનો પસાર થાય છે.