GK Quiz : જો તમે કોઈપણ સ્પર્ધાત્મક પરીક્ષાની (Competitive Exam) તૈયારી કરી રહ્યા હોવ તો તમને ખબર જ હશે કે ભારતમાં તમામ સ્પર્ધાત્મક પરીક્ષાઓમાં જનરલ નોલેજના પ્રશ્નો પૂછવામાં આવે છે. જનરલ નોલેજ એ તમામ સ્પર્ધાત્મક પરીક્ષાઓ માટે એક મહત્વપૂર્ણ વિષય છે, તેથી જ્યારે ઇન્ટરવ્યૂ રાઉન્ડની વાત આવે છે, ત્યારે ઉમેદવારોની ક્ષમતા માપવામાં પણ જનરલ નોલેજના પ્રશ્નો પૂછવામાં આવતા હોય છે.
આ પણ વાંચો : GK Quiz : રાજસ્થાનના ઈતિહાસના પ્રણેતા કોને કહેવાય છે ? આવું જ વધારે રાજસ્થાન વિશે અવનવું જાણો
16 મહાજનપદ અને તેની રાજધાની
અંગ | ચંપા | ભાગલપુર / મુંગેરની આસપાસનો વિસ્તાર – પૂર્વ બિહાર |
મગધ | રાજગૃહ, વૈશાલી, પાટલીપુત્ર | પટના/ગયા (મગધની આસપાસનો વિસ્તાર) – મધ્ય-દક્ષિણ બિહાર (16 મહાજનપદોમાં સૌથી શક્તિશાળી) |
કાશી | વારાણસી | આધુનિક બનારસ -ઉત્તર પ્રદેશ |
વત્સ | કોશામ્બી | અલ્હાબાદ (પ્રયાગરાજ)-ઉત્તર પ્રદેશ |
વજ્જી | વૈશાલી, વિદેહ, મિથિલા | દરભંગા/મધુવાની આસપાસનો વિસ્તાર – બિહાર |
કોસલ | શ્રાવસ્તી | અયોધ્યા/ફૈઝાબાદની આસપાસનો વિસ્તાર – ઉત્તર પ્રદેશ |
અવંતિ | ઉજ્જૈન, મહિષ્મતી | માલવા – મધ્ય પ્રદેશ |
મલ્લ | કુશાવતી | દેવરિયા -ઉત્તર પ્રદેશ |
પંચાલ | અહિછત્ર, કમ્પિલ્ય | ઉત્તરી ઉત્તર પ્રદેશ |
ચેદી | શક્તિમતી | બુંદેલખંડ – ઉત્તર પ્રદેશ અને મધ્ય પ્રદેશ |
કુરૂ | ઈન્દ્રપ્રસ્થ | દિલ્હી, મેરઠ અને હરિયાણાની આસપાસનો વિસ્તાર |
મત્સ્ય | વિરાટ નગર | જયપુર – રાજસ્થાન |
કમ્બોજ | હાટક | રાજૌરી/હાજરા – ઉત્તર પ્રદેશ |
શૂરસેન | મથુરા | આધુનિક મથુરા -ઉત્તર પ્રદેશ |
અશ્મક | પોતન | દક્ષિણ ભારતમાં ગોદાવરી નદીની ખીણની આસપાસનો વિસ્તાર (દક્ષિણ ભારતનું એકમાત્ર મહાજનપદ) |
ગંધાર | તક્ષશિલા | પેશાવર અને રાવલપિંડી આસપાસનો વિસ્તાર – પાકિસ્તાન |