Current affirs 31 July 2023
ભારતમાં આયોજિત તમામ સ્પર્ધાત્મક પરીક્ષાઓમાં કરન્ટ અફેર્સના પ્રશ્નો મહત્વની ભૂમિકા ભજવે છે અને તમામ ઉમેદવારોએ દરરોજ કરન્ટ અફેર્સનો અભ્યાસ કરવો જ જોઇએ. તો આજે, આ ન્યૂઝ દ્વારા અમે તમારા માટે 31મી જુલાઈ 2023 ના રોજની કરન્ટ અફેર્સના કેટલાક મહત્વપૂર્ણ પ્રશ્નો અને જવાબોનો સંગ્રહ લાવ્યા છીએ. કરન્ટ અફેર્સના આ ન્યૂઝ દ્વારા અમે ભારત અને વિશ્વમાં બનતી ઘટનાઓ, ભૌગોલિક, આર્થિક, રાજકીય અને દરરોજ નવી યોજનાઓ સાથે સંબંધિત પ્રશ્નો અને જવાબો રજૂ કરીએ છીએ.
આ પણ વાંચો : Current Affairs 30 July 2023 : ક્યાં રાજ્યની સરકાર સપ્ટેમ્બરમાં બાળ લગ્ન વિરુદ્ધ અભિયાન શરૂ કરશે, તેમજ ક્યાં રાજ્યમાં મચૈલ માતાની યાત્રા શરૂ થઈ
- તાજેતરમાં કયા દેશે ‘રુબેલા’ નાબૂદીની સફળતાપૂર્વક જાહેરાત કરી છે? ભુતાન
- વડાપ્રધાન મોદીએ તાજેતરમાં છ ‘EMRS’નું ઉદ્ઘાટન ક્યાં કર્યું? રાજસ્થાન
- તાજેતરના અહેવાલ મુજબ 2022 માં કયા દેશની વસ્તીમાં 800000 નો ઘટાડો થયો છે? જાપાન
- તાજેતરમાં યુનાઈટેડ નેશન્સ ઓર્ગેનાઈઝેશન ફોર સોશિયલ ડેવલપમેન્ટના 62મા સત્રની અધ્યક્ષતા કોણે કરી છે? રૂચિરા કંબોજ
- કયા દેશના જોનાસ વિંગગાર્ડે તાજેતરમાં ટૂર ડી ફ્રાન્સની 110મી આવૃત્તિ જીતી છે? ડેનમાર્ક
- વડાપ્રધાન મોદીએ તાજેતરમાં સેમિકોન ઈન્ડિયાનું ઉદ્ઘાટન ક્યાં કર્યું? ગુજરાત
- તાજેતરમાં જર્મનીમાં હોકી ટુર્નામેન્ટ માટે જુનિયર ભારતીય હોકી ટીમના કેપ્ટન તરીકે કોની નિમણૂક કરવામાં આવી છે? ઉત્તમ સિંહ
- તાજેતરમાં કયા રાજ્યમાં એશિયન યુથ જુનિયર વેઈટલિફ્ટિંગ ચેમ્પિયનશિપનું આયોજન કરવામાં આવ્યું છે? ઉત્તર પ્રદેશ
- વિશ્વનું સૌથી મોટું મ્યુઝિયમ ‘યુગે યુગીન ભારત’ તાજેતરમાં કયા શહેરમાં બનાવવામાં આવ્યું છે? નવી દિલ્હી
- તાજેતરમાં ભારતના 83મા ગ્રાન્ડમાસ્ટર કોણ બન્યા? આદિત્ય સામંત
- તાજેતરમાં એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટના ડિરેક્ટરનો કાર્યકાળ લંબાવવામાં આવ્યો છે. તેમનું નામ શું છે? એસ કે મિશ્રા
- તાજેતરમાં ‘વિશ્વ હેપેટાઇટિસ દિવસ’ ક્યારે ઉજવવામાં આવ્યો? 28 જુલાઈ
- સિનેડ ઓ’કોનોરનું તાજેતરમાં અવસાન થયું છે. તે કોણ હતી? સિંગર
- વડાપ્રધાન મોદીએ તાજેતરમાં ઈન્ટરનેશનલ એક્ઝિબિશન કમ કન્વેન્શન સેન્ટર ‘ભારત મંડપમ’નું ક્યાં ઉદ્ઘાટન કર્યું હતું? નવી દિલ્હી
- તાજેતરમાં ઈન્ડિયા ઈન્ટરનેશનલ ફર્નિચર ફેર ક્યાં શરૂ થયો છે? નોઈડા
નોલેજના તમામ સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો