Gujarati NewsKnowledgeCurrent Affairs 21 may 2023 Know the theme of Bee Day and where PM Modi unveiled the statue of Mahatma Gandhi
Current Affairs 2023 : જાણો મધમાખી દિવસની થીમ અને પીએમ મોદીએ કયા સ્થળે મહાત્મા ગાંધીની પ્રતિમાનું અનાવરણ કર્યું હતું
Current Affairs 2023 : કરન્ટ અફેર્સ વિશે વાંચો જેમાં તમને આજની કરન્ટ અફેર્સને લગતા પ્રશ્નો અને જવાબો તેમજ સમજૂતી સાથે સંપૂર્ણ માહિતી વાંચવા મળશે, તમે આવનારી પરીક્ષાઓની તૈયારી માટે તેમને વાંચી શકો છો.
Current Afairs 2023 : રોજબરોજ સ્પર્ધાત્મક પરિક્ષા આપતા વિદ્યાર્થીઓ જનરલ નોલેજની સાથે Current Affairs પણ વાંચતા હોય છે, તો તમે પણ વાંચો કે આજે દેશ-દુનિયામાં શું નવું થઈ રહ્યું છે? અને નવું બનવાનું છે. તેને લગતા વાંચો પ્રશ્નના જવાબો.
કરન્ટ અફેર્સના પ્રશ્નો નાના જરૂર હોય છે, પરંતુ તે પરીક્ષામાં સારો સ્કોર કરવામાં પણ ખૂબ મદદરૂપ છે. આવી સ્થિતિમાં સરકારી નોકરીઓ અને સ્પર્ધાત્મક પરીક્ષાઓની તૈયારી કરતા ઉમેદવારો માટે આ પ્રશ્નો સાથે અપડેટ રહેવું ખૂબ જ મહત્વપૂર્ણ છે, જેથી તેઓ પરીક્ષામાં સારા માર્ક્સ મેળવી શકે. ઉમેદવારોની સુવિધા માટે TV9 ગુજરાતી રોજ કરન્ટ અફેર્સની માહિતી આપશે. તો ચાલો જાણીએ કે આજની તારીખ 21 મે, 2023નું ટોપ કરન્ટ અફેર્સ શું છે.
આ પણ વાંચો :
પ્ર. 19મી મે 2023ના રોજ લોન્ચ થયેલા “Guts Ammidst Bloodbath” ના લેખક કોણ છે?
આદિત્ય ભૂષણ
પ્ર. ક્યા રાજ્યની કેબિનેટે યુવાનો માટે નવી યોજના ‘મુખ્યમંત્રી શીખો કમાઓ યોજના’ને મંજૂરી આપી છે?
મધ્યપ્રદેશ
પ્ર. ક્યા રાજ્યે દેશના પ્રથમ સુશાસન નિયમોને મંજૂરી આપી છે?
મહારાષ્ટ્ર
પ્ર. ચોથો રાષ્ટ્રીય જળ પુરસ્કાર-2022 મે 2023માં બહાર પાડવામાં આવ્યો હતો. ક્યા રાજ્યને આ એવોર્ડમાં પ્રથમ સ્થાન મળ્યું છે?
મધ્યપ્રદેશ
પ્ર. નાસાએ કઈ કંપનીને અંતરીક્ષયાન બનાવવા માટે સન્માનિત કરી છે, જે અંતરીક્ષ યાત્રીઓને ચંદ્રની સપાટી પર મોકલશે?
બ્લૂ ઓરિજિન
પ્ર. જાપાને તાજેતરમાં ભારતની UPI પેમેન્ટ સિસ્ટમમાં જોડાવા માટે રસ દાખવ્યો છે. UPI માં જોડાનારો પ્રથમ દેશ કયો હતો?
નેપાળ