Current Affairs 2023 : કોણે ઓડિશા ફોર AI અને AI ફોર યુથ પહેલ શરૂ કરી છે તેમજ વિશ્વ તમાકુ નિષેધ દિવસ ક્યારે ઉજવવામાં આવ્યો, જાણો Knowledge
Current Affairs 2023 : સરકારી નોકરીઓ અને સ્પર્ધાત્મક પરીક્ષાઓની તૈયારી કરતા ઉમેદવારો માટે આ પ્રશ્નો સાથે અપડેટ રહેવું ખૂબ જ મહત્વપૂર્ણ છે, જેથી તેઓ પરીક્ષામાં સારા માર્ક્સ મેળવી શકે. ઉમેદવારોની સુવિધા માટે TV9 ગુજરાતી રોજ કરન્ટ અફેર્સની માહિતી આપશે.
Current Affairs 2023 01 June 2023
AHMEDABAD: અહીં મુખ્ય પરીક્ષાઓની તૈયારી માટે 01 જુન 2023ના રોજ ગુજરાતીમાં કરન્ટ અફેર્સ વિશે મહત્વપૂર્ણ માહિતી આપવામાં આવી રહી છે. જેના દ્વારા તમે તમારી પરીક્ષાની તૈયારી માટે દૈનિક કરન્ટ અફેર્સ વિશે જાણી શકો છો. કરન્ટ અફેર્સના જ્ઞાન સાથે આપણે આપણા સમાજની જ નહીં, પરંતુ દેશ અને વિશ્વમાં થતી તમામ મહત્વપૂર્ણ પ્રવૃત્તિઓ વિશે માહિતી મેળવીએ છીએ. આ સાથે ભારતની તમામ મુખ્ય પરીક્ષાઓમાં કરન્ટ અફેર્સને લગતા પ્રશ્નો ચોક્કસપણે પૂછવામાં આવે છે.
- IPL 2023 ની ફાઈનલ મેચ કઈ ટીમ જીતી છે? ચેન્નાઈ સુપર કિંગ્સ
- તાજેતરમાં કોણે ઓડિશા ફોર AI અને AI ફોર યુથ પહેલ શરૂ કરી છે? નવીન પટનાયક
- મહાત્મા ગાંધીથી લઈને નરેન્દ્ર મોદી સુધીના યુગને સમજવા માટે કયા લેખકનું પુસ્તક ‘નેતૃત્વ માયને રખતા હૈ’નું વિમોચન થયું? પ્રોફેસર નાગેન્દ્ર પી સિંહ
- તાજેતરમાં કયા દેશના રાજા નોરોડોમ સિહામોની પ્રથમ વખત ભારતની સરકારી મુલાકાતે આવ્યા છે? કંબોડિયા
- તાજેતરમાં કયા દેશે તેનું અવકાશ મિશન શેનઝોઉ-16 અવકાશમાં મોકલ્યું છે? ચીન
- તાજેતરમાં વિશ્વ તમાકુ નિષેધ દિવસ ક્યારે ઉજવવામાં આવ્યો? 31 મે
- તાજેતરમાં કયા દેશના વડાપ્રધાન પુષ્પ કમલ દહલ ‘પ્રચંડ’ ભારતની ચાર દિવસીય મુલાકાતે આવ્યા છે? નેપાળ
- ભારતીય વૈજ્ઞાનિકો દ્વારા શોધાયેલ એલિયન ગ્રહ ગુરુ કરતા કેટલા ગણો મોટો છે? 13 વખત
- તાજેતરમાં કાઉન્સિલ ઓફ ઈન્ટરનેશનલ સિવિલ એવિએશન ઓર્ગેનાઈઝેશન (ICAO)માં ભારતના પ્રતિનિધિ તરીકે કોની નિમણૂક કરવામાં આવી છે? અંગશુમાલી રસ્તોગી
- એક લાખ કરોડના ખર્ચે વિશ્વના કયા સૌથી મોટા પ્રોજેક્ટને મંજૂરી આપવામાં આવી છે? ખાદ્ય સંગ્રહ યોજના
- કઈ બેંકે તાજેતરમાં તેનો નવો લોગોની જાહેરત કરી છે? યસ બેન્ક
- તાજેતરમાં કયા દેશમાં પ્રથમ IIT ખુલશે? તંજાનિયા
- તાજેતરમાં નિધન પામનાર વેદ કુમારી ઘાઈ કોણ હતા? સંસ્કૃત વિદ્વાન
- તાજેતરમાં કયા રાજ્યમાં દેવી લોક મહોત્સવનો પ્રારંભ થયો છે? મધ્યપ્રદેશ
- તાજેતરમાં કયા દેશે 2030 સુધીમાં ચંદ્ર પર માણસ મોકલવાની જાહેરાત કરી છે? ચીન
શિક્ષણના તમામ સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો