Current Affairs 16 June 2023 : તાજેતરમાં 14મી જૂનના રોજ ક્યા દિવસની ઉજવણી કરવામાં આવી છે?

Current Affairs 16 June 2023 : સરકારી નોકરીઓ અને સ્પર્ધાત્મક પરીક્ષાઓની તૈયારી કરતા ઉમેદવારો માટે આ પ્રશ્નો સાથે અપડેટ રહેવું ખૂબ જ મહત્વપૂર્ણ છે, જેથી તેઓ પરીક્ષામાં સારા માર્ક્સ મેળવી શકે. ઉમેદવારોની સુવિધા માટે TV9 ગુજરાતી રોજ કરન્ટ અફેર્સની માહિતી આપશે.

Current Affairs 16 June 2023 : તાજેતરમાં 14મી જૂનના રોજ ક્યા દિવસની ઉજવણી કરવામાં આવી છે?
current affairs 16 june 2023
| Edited By: | Updated on: Jun 16, 2023 | 12:10 PM

AHMEDABAD : અહીં મુખ્ય પરીક્ષાઓની તૈયારી માટે 16 જુન 2023ના રોજ ગુજરાતીમાં કરન્ટ અફેર્સ (Current Affairs) વિશે મહત્વપૂર્ણ માહિતી આપવામાં આવી રહી છે. જેના દ્વારા તમે તમારી પરીક્ષાની તૈયારી માટે દૈનિક કરન્ટ અફેર્સ વિશે જાણી શકો છો. કરન્ટ અફેર્સના જ્ઞાન સાથે આપણે આપણા સમાજની જ નહીં, પરંતુ દેશ અને વિશ્વમાં થતી તમામ મહત્વપૂર્ણ પ્રવૃત્તિઓ વિશે માહિતી મેળવીએ છીએ. આ સાથે ભારતની તમામ મુખ્ય પરીક્ષાઓમાં કરન્ટ અફેર્સને લગતા પ્રશ્નો ચોક્કસપણે પૂછવામાં આવે છે.

આ પણ વાંચો : Current Affairs 15 June 2023: તાજેતરમાં કયા રાજ્યે પદ્મ પુરસ્કાર વિજેતાઓને 10,000 રૂપિયાનું માસિક પેન્શન આપવાની જાહેરાત કરી છે? જાણો knowledge

  • તાજેતરમાં SIPRIની યર બુક 2023 મુજબ, વિશ્વમાં સૌથી વધુ પરમાણુ હથિયાર ધરાવતો દેશ ‘રશિયા’ છે.
  • ‘ભારત’ ડિજિટલ પેમેન્ટના સંદર્ભમાં વિશ્વમાં ટોચના સ્થાને છે.
  • લલિતા નટરાજનને ‘બાળ મજૂરી નાબૂદી 2023’ માટે ‘ઇકબાલ મસીહ’ એવોર્ડ એનાયત કરવામાં આવ્યો છે.
  • તાજેતરના ફોર્બ્સ ગ્લોબલ 2000ની યાદી અનુસાર ‘રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ લિમિટેડ’ 45માં ક્રમે છે.
  • હાલમાં ઓડિશા રાજ્યમાં કૃષિ ઉત્સવ ‘રજો’ ઉજવવામાં આવ્યો છે.
  • તાજેતરમાં જ રિઝર્વ બેંક ઓફ ઈન્ડિયાના ગવર્નર શક્તિકાંત દાસને લંડન સેન્ટ્રલ બેંકિંગ દ્વારા ‘ગવર્નર ઓફ ધ યર’ એવોર્ડથી સન્માનિત કરવામાં આવ્યા છે.
  • તાજેતરમાં SIDBI દ્વારા EVOLVE મિશન શરૂ કરવામાં આવ્યું છે.
  • તાજેતરમાં ‘નાગાલેન્ડ’ રાજ્યમાં ભારતીય રિઝર્વ બેંક (RBI) ની સબ ઓફિસ ખોલવામાં આવી છે.
  • તાજેતરમાં 14મી જૂનના રોજ ‘વિશ્વ રક્તદાતા દિવસ’ની ઉજવણી કરવામાં આવી છે.
  • તાજેતરમાં, ‘યુએસ સેનેટ પેનલ’એ ચીનને વિકાસશીલ રાષ્ટ્રનો દરજ્જો આપવાની મંજૂરી આપી છે.
  • તાજેતરમાં જ મધ્યપ્રદેશની રાજ્ય સરકારે ઈ-સ્કૂટી યોજનાને મંજૂરી આપી છે.
  • ગ્રીનપીસ ઈન્ડિયાના તાજેતરના અહેવાલ ‘સ્પેર ધ એર’ અનુસાર, ભારતનું સૌથી પ્રદૂષિત શહેર બેંગલુરુ છે.
  • તાજેતરમાં, ભારતીય નૌકાદળનું ચોથું સર્વેક્ષણ જહાજ વિશાળ યુદ્ધ જહાજ ‘સંશોઘક’ તમિલનાડુના ચેન્નાઈ શહેરમાં લોન્ચ કરવામાં આવ્યું છે.
  • તાજેતરમાં, આસામ રાજ્યના ગુવાહાટી રેલવે સ્ટેશનને FSSAI દ્વારા ‘ઈટ રાઈટ સ્ટેશન’ પ્રમાણપત્ર આપવામાં આવ્યું છે.
  • તાજેતરમાં સુબોધ કુમાર સિંહ NTAના નવા ડાયરેક્ટર જનરલ બન્યા છે.
  • તામિલનાડુના ચેન્નાઈમાં તાજેતરમાં ‘સ્કવોશ વર્લ્ડ કપ’નું ઉદ્ઘાટન કરવામાં આવ્યું છે.
  • તાજેતરમાં શ્રી ઉત્તમ લાલે NHPC ના ડિરેક્ટર તરીકેનો કાર્યભાર સંભાળ્યો છે.
  • હાલમાં જ રાજ્યમાં દેશની પ્રથમ CNG ટોય ટ્રેન ‘રાજસ્થાન’ લોન્ચ કરવામાં આવી છે.
  • તાજેતરમાં ‘ગ્લોબલ સ્લેવરી ઈન્ડેક્સ 2023’માં 160 દેશોનો સમાવેશ કરવામાં આવ્યો છે.
  • તાજેતરમાં, ભારતે ‘અંડર-17 એશિયન રેસલિંગ ચેમ્પિયનશિપ 2023’માં કુલ 24 મેડલ જીત્યા છે.

નોલેજના તમામ સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો