Current affairs 10 June 2023 : તાજેતરમાં ક્યા ગ્રુપને ભારતની સૌથી મૂલ્યવાન બ્રાન્ડનો ખિતાબ મળ્યો
Current affairs 10 June 2023 : સરકારી નોકરીઓ અને સ્પર્ધાત્મક પરીક્ષાઓની તૈયારી કરતા ઉમેદવારો માટે આ પ્રશ્નો સાથે અપડેટ રહેવું ખૂબ જ મહત્વપૂર્ણ છે, જેથી તેઓ પરીક્ષામાં સારા માર્ક્સ મેળવી શકે. ઉમેદવારોની સુવિધા માટે TV9 ગુજરાતી રોજ કરન્ટ અફેર્સની માહિતી આપશે.
Current affairs 10 June 2023
AHMEDABAD : અહીં મુખ્ય પરીક્ષાઓની તૈયારી માટે 10 જુન 2023ના રોજ ગુજરાતીમાં કરન્ટ અફેર્સ વિશે મહત્વપૂર્ણ માહિતી આપવામાં આવી રહી છે. જેના દ્વારા તમે તમારી પરીક્ષાની તૈયારી માટે દૈનિક કરન્ટ અફેર્સ વિશે જાણી શકો છો. કરન્ટ અફેર્સના જ્ઞાન સાથે આપણે આપણા સમાજની જ નહીં, પરંતુ દેશ અને વિશ્વમાં થતી તમામ મહત્વપૂર્ણ પ્રવૃત્તિઓ વિશે માહિતી મેળવીએ છીએ. આ સાથે ભારતની તમામ મુખ્ય પરીક્ષાઓમાં કરન્ટ અફેર્સને લગતા પ્રશ્નો ચોક્કસપણે પૂછવામાં આવે છે.
આ પણ વાંચો : Current affairs 08 June 2023 : 07 જૂનના રોજ ક્યાં દિવસની ઉજવણી કરવામાં આવી તેમજ જાણો ઈલેક્ટ્રિક વ્હીકલ બેટરી પ્લાન્ટ વિશે
- ભારત, ફ્રાન્સ અને UAE દેશોએ સાથે મળીને પ્રથમ ‘મેરીટાઇમ પાર્ટનરશિપ એક્સરસાઇઝ’ શરૂ કરી છે.
- યુકે ‘આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ સિક્યુરિટી’ પર પ્રથમ વૈશ્વિક કોન્ફરન્સનું આયોજન કરશે.
- ભારત અને દેશ ‘સર્બિયા’ 01 અબજ યુરોનો દ્વિપક્ષીય વેપાર નક્કી કરવા સંમત થયા છે.
- જમ્મુ અને કાશ્મીરમાં પ્રથમ ‘ભગવાન વેંકટેશ્વર મંદિર’નું ઉદ્ઘાટન લેફ્ટનન્ટ ગવર્નર ‘મનોજ સિંહા’ દ્વારા કરવામાં આવ્યું છે.
- ભારતે ‘એશિયન અંડર-20 એથ્લેટિક્સ ચેમ્પિયનશિપ 2023’માં કુલ 19 મેડલ જીત્યા છે.
- ભારત અને ન્યુઝીલેન્ડ વચ્ચે પ્રથમ ‘સંયુક્ત ગોળમેજ મીટિંગ’ નવી દિલ્હીમાં યોજાશે.
- DRDOએ ઓડિશા રાજ્યમાં ફાયરિંગ ‘અગ્નિ પ્રાઇમ મિસાઇલ’નું સફળ પરીક્ષણ કર્યું છે.
- ‘મિસ વર્લ્ડ 2023 સ્પર્ધા’ ભારતમાં યોજાશે.
- NIRF રેન્કિંગ મુજબ, IIT મદ્રાસે તમામ કેટેગરીમાં તેનું પ્રથમ સ્થાન જાળવી રાખ્યું છે.
- ‘સ્ટેટ ઓફ ઇન્ડિયાઝ એન્વાયરમેન્ટ 2023 ઇન ફિગર્સ’ રિપોર્ટમાં પર્યાવરણના ક્ષેત્રમાં પ્રથમ સ્થાન ‘તેલંગાણા’ રાજ્ય ને મળ્યું છે.
- ભારત-યુએસ મૂળના રિતુ કાલરાને હાર્વર્ડ યુનિવર્સિટીના નાણા વિભાગના વાઇસ પ્રેસિડેન્ટ અને સીએફઓ તરીકે નિયુક્ત કરવામાં આવ્યા છે.
- ‘અરુણાચલ પ્રદેશ’ રાજ્યમાં પ્રથમ ‘ડિસ્ટ્રિક્ટ ગુડ ગવર્નન્સ ઈન્ડેક્સ’ બહાર પાડવામાં આવ્યો છે.
- ‘વિશ્વ પ્રત્યાયન દિવસ’ 09 જૂનના રોજ ઉજવવામાં આવે છે.
- કેન્દ્ર સરકારે અત્યાર સુધીમાં સમગ્ર દેશમાં મહિલાઓની સુરક્ષા માટે 733 વન સ્ટોપ સેન્ટરની સ્થાપના કરી છે.
- સંજય સ્વરૂપને CONCORના નવા ચેરમેન અને MD તરીકે નિયુક્ત કરવામાં આવ્યા છે.
- તાજેતરમાં ટાટા ગ્રુપને ભારતની સૌથી મૂલ્યવાન બ્રાન્ડનો ખિતાબ મળ્યો છે.
- કર્ણાટક રાજ્ય સરકારે ‘શક્તિ સ્માર્ટ કાર્ડ યોજના’ શરૂ કરી છે.
- ઉપેન્દ્ર સિંહ રાવતને ‘યુગાન્ડા’ દેશમાં ભારતના રાજદૂત તરીકે નિયુક્ત કરવામાં આવ્યા છે.
- ભારતીય નૌકાદળ અને DRDOએ ‘વરુણાસ્ત્ર ટોરપિડો’નું પ્રથમ લડાયક પરીક્ષણ કર્યું છે.
- વિશ્વ બેંકે FY24 માટે ભારતનો GDP વૃદ્ધિ દર ‘6.3 ટકા’ રહેવાનો અંદાજ મૂક્યો છે.
નોલેજના તમામ સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો