ઈતિહાસની સૌથી સુંદર રાણી ક્લિયોપેટ્રા જેની કબર આજે પણ છે એક રહસ્ય

ઇજિપ્તની રાણી ક્લિયોપેટ્રાને 2000 વર્ષ પહેલાં તેના પ્રેમી માર્ક એન્ટોની સાથે તેની કબરમાં દફનાવવામાં આવી હતી. ઈતિહાસ કહે છે કે, તેમની કબરમાં મોટો ખજાનો છુપાયેલો છે. સંશોધન પછી પણ, તેમનું મૃત્યુ અને કબર બંને હજુ પણ રહસ્ય છે.

ઈતિહાસની સૌથી સુંદર રાણી ક્લિયોપેટ્રા જેની કબર આજે પણ છે એક રહસ્ય
Cleopatra Egypt
| Edited By: | Updated on: Sep 15, 2022 | 7:02 PM

ઇજિપ્તની રાણી ક્લિયોપેટ્રા (Ancient Egypt)ને તે યુગની સૌથી સુંદર મહિલા કહેવામાં આવતી હતી. ઈજિપ્તની છેલ્લી અને સૌથી વધુ ચર્ચિત રાણી ક્લિયોપેટ્રાને 2000 વર્ષ પહેલાં તેના પ્રેમી માર્ક એન્ટોની સાથે તાબુતમાં દફનાવવામાં આવી હતી. તે સમયના લેખકોએ સમગ્ર ઘટનાની નોંધ કરી છે. તેમાં લખ્યું હતું કે ક્લિયોપેટ્રાની કબર ઈજિપ્તની દેવીના મંદિરની નજીક હતી. ક્લિયોપેટ્રા( Cleopatra Egypt)ની કબર ચર્ચાનો વિષય બની હતી, કારણ કે તેમાં સોનું, ચાંદી, મોતી, હાથીદાંત અને કિંમતી રત્નો હોવાની વાત લખવામાં આવી હતી. લાંબા સમય સુધી ઘણાએ પોતપોતાની રીતે તેને શોધવાનો પ્રયાસ કર્યો, પરંતુ તે મળી શક્યો નહીં. 2010માં ઝાહી હવાસે, ભૂતપૂર્વ ઇજિપ્તના પ્રાચીનકાળના પ્રધાન, તેને શોધવા માટે મોટાપાયે ખોદકામ શરૂ કર્યું.

જ્યાં ઐતિહાસિક કબરો હતી ત્યાં ખોદકામ કર્યું

લાઈવ સાયન્સ અહેવાલ આપે છે કે તમામ ઐતિહાસિક પુરાવા જોયા અને સમજ્યા પછી તેઓએ એલેક્ઝાન્ડ્રિયા નજીક એક સ્થળ પર ખોદકામ કર્યું, જેને હવે ટેપોસિરિસ મેગ્ના કહેવામાં આવે છે. ક્લિયોપેટ્રા IV એ ઈજિપ્ત પર શાસન કર્યું તે સમયથી અહીં ઘણી કબરો છે. ખોદકામ દરમિયાન, તે યુગની એવી વસ્તુઓ મળી આવી હતી જે ચોંકાવનારી હતી, પરંતુ ક્લિયોપેટ્રાની કબર ત્યાં મળી ન હતી. ત્યાં બે મમી મળી આવ્યા. એવુ કહેવાય છે કે 2 હજાર વર્ષ પહેલા ક્લિયોપેટ્રાને અહીં દફનાવવામાં આવી હતી.

ભવ્ય મમી કેવી રીતે જમીનમાં ધસી ગયું?

એવું કહેવાય છે કે 365AD માં ઈજિપ્તમાં એક મજબૂત ભૂકંપને કારણે ક્લિયોપેટ્રાની કબર તૂટી પડી હતી. આના પર સંશોધક કેથલીન માર્ટિનેઝનું કહેવું હતું કે એલેક્ઝાન્ડ્રિયા શહેરથી 48 કિલોમીટરના અંતરે કેટલાક એવા પુરાવા મળ્યા હતા, જે પુષ્ટિ કરે છે કે ક્લિયોપેટ્રાની કબર ક્યાં હતી. ઈજિપ્તની ઈસિસ દેવી, જેનો ઈતિહાસમાં ઉલ્લેખ છે, તે મંદિરની નજીક ખોદકામમાં 200 શાહી સિક્કા મળી આવ્યા હતા. એ સિક્કાઓ પર ક્લિયોપેટ્રાનો ચહેરો બનેલો છે.

સંશોધક ડો. ગ્લેન ગોડેનહોના જણાવ્યા મુજબ, ખોદકામ કરાયેલ સ્થળ ખરેખર ક્લિયોપેટ્રા સાથે સંબંધિત હતું કે કેમ તે અંગે સિક્કા એવા પુરાવા છે જે ઇતિહાસ વિશે ઘણી રસપ્રદ માહિતી આપે છે. ખોદકામ દરમિયાન મળેલા સિક્કા દર્શાવે છે કે તે સમયગાળામાં ક્લિયોપેટ્રા રાજ કરતી હતી. મંદિરમાં ઈસિસ દેવીની પૂજા કરવામાં આવી હતી. જોકે, ઈસિસ દેવી સાથે ક્લિયોપેટ્રો કેટલી જોડાયેલી હતી, આ વાત હજુ સાબિત થવાની બાકી છે. સિક્કાની એક તરફ ક્લિયોપેટ્રાનો ચહેરો બનાવવામાં આવ્યો હતો, જ્યારે બીજી તરફ ક્લિયોપેટ્રાનું નામ ગ્રીક ભાષામાં લખેલું હતું.

વસ્તુઓ જે રહસ્ય બની રહી

ખોદકામ દરમિયાન, ક્લિયોપેટ્રાના શાસનની પુષ્ટિ થઈ હતી, પરંતુ નિયમો અનુસાર તેના અંતિમ સંસ્કાર ત્યાં થયા હતા કે કેમ તેની ચોક્કસ માહિતી બહાર આવી નથી. આ સિવાય ઈતિહાસના દસ્તાવેજોમાં કબરમાં રહેલા ખજાના વિશે કહેવામાં આવ્યું છે, ખોદકામ દરમિયાન મંદિર પાસે મળેલા સિક્કાઓના આધારે એવું કહેવાય છે કે તે સમયે ક્વિનના નામવાળા સિક્કાઓ પૂજારીને આપવાનો કે દેવીને અર્પણ કરવાનો રિવાજ હતો.