WelCome Cheetah: 70 વર્ષ પછી ભારતમાં ચિત્તાનું આગમન, ભવિષ્યમાં ચિત્તાને ઓળખી શકાય તે માટે ગળામાં સેટેલાઈટ GPS-VHF રેડિયો કોલર ફીટ કરવામાં આવ્યા

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ લીવર ખેંચીને ચિતાઓને (Cheetah) મુક્ત કર્યા છે. ચિત્તાઓને છોડ્યા બાદ પીએમ મોદી ફોટોગ્રાફી (PM Modi Photography) કરતા પણ જોવા મળ્યા હતા. આ દરમિયાન તેમની સાથે મુખ્યમંત્રી શિવરાજ સિંહ ચૌહાણ હાજર હતા.

WelCome Cheetah: 70 વર્ષ પછી ભારતમાં ચિત્તાનું આગમન, ભવિષ્યમાં ચિત્તાને ઓળખી શકાય તે માટે ગળામાં સેટેલાઈટ GPS-VHF રેડિયો કોલર ફીટ કરવામાં આવ્યા
Cheetah Radio Collars
| Edited By: | Updated on: Sep 17, 2022 | 12:58 PM

ભારતમાં હવે ચિત્તાની એન્ટ્રી થઈ ગઈ છે. નામિબિયા (Namibia) સાથે થયેલા કરાર મુજબ આજે પીએમ મોદીના (PM Modi Birthday) જન્મ દિવસે મધ્યપ્રદેશના કુનો નેશનલ પાર્કમાં ચિત્તાને PM મોદીએ ખુલ્લા મુક્યા છે. આ ક્ષણને PM મોદીએ તેમના કેમેરામાં પણ કેદ કરી લીધી હતી. ચિત્તાને જંગલમાં છોડ્યા બાદ પીએમ મોદીએ આ ચિત્તાઓની ફોટોગ્રાફી કરતા જોવા મળ્યા હતા.

આ ચિત્તાઓને (Cheetah) ભારત (India) લાવવામાં આવતા પહેલા નામીબીયાના (Namibia) જંગલોમાં બેભાન કરવામાં આવ્યા હતા. એનેસ્થેસિયાનું ઈન્જેક્શન આપવામાં આવ્યું હતું. આ પછી આ ચિત્તાઓનું પરીક્ષણ કરવામાં આવ્યું કે તેઓ બેહોશ થયા કે નહીં. ઘેનની દવા આપ્યા બાદ તમામ ચિત્તાઓને ફોરેસ્ટ હોસ્પિટલમાં લાવવામાં આવ્યા હતા, જ્યાં પશુ ચિકિત્સકોની ટીમે ચિત્તાઓની તબીબી તપાસ કરી હતી. આંખે પટ્ટી બાંધેલી હતી. ભારત જતા પહેલા તમામ ચિત્તાઓની ફિટનેસ તપાસ કરવામાં આવી હતી. ફિટનેસ તપાસ થયા પછી, દરેક ચિત્તાના ગળામાં સેટેલાઈટ-જીપીએસ-વીએચએફ રેડિયો કોલર (GPS-VHF radio collar) ફીટ કરવામાં આવ્યા હતા. કારણ કે ભવિષ્યમાં દરેક ચિત્તાને ઓળખી શકાય. આ પછી આ ચિત્તાઓને બોઈંગના વિશેષ વિમાનમાં બેસાડવામાં આવ્યા હતા.

ચિત્તાના ગળામાં રહેલો રેડિયો કોલર શું છે?

રેડિયો કોલર એ GPS-સક્ષમ ઉપકરણ છે, જે વન્ય જીવોના રક્ષણ માટે લગાવવામાં આવે છે. ભારતમાં આવેલા ચિત્તાને પણ ગળામાં સેટેલાઈટ-જીપીએસ-વીએચએફ રેડિયો કોલર ફીટ કરવામાં આવ્યા છે. જેથી તેની દરેક ગતિવિધિઓ પર નજર રાખી શકાય. રેડિયો કોલર સેટેલાઈટ દ્વારા રેડિયો ફ્રિક્વન્સી પર આધાર રાખે છે અને પ્રાણીઓની મુવમેન્ટ બતાવે છે.

ચિત્તાનું લોકેશનની માહિતી રાખશે રેડિયો કોલર

ખાસ વાત એ છે કે રેડિયો કોલરથી સજ્જ ચિત્તાને લોકેશન પણ મળી રહ્યું છે. સેટેલાઈટ સાથે જોડાયેલા આ કોલર ચિત્તાનું લોકેશન અને તે કઈ પ્રવૃત્તિઓ કરી રહ્યો છે તેની માહિતી રાખશે. સેટેલાઈટ આધારિત કોલર સાથે ચિત્તાને છોડવામાં આવ્યા હોવાની આ નવી ઘટના છે. રેડિયો કોલર તે રેડિયો ફ્રિક્વન્સી પર આધાર રાખે છે. આનાથી તેની ગતિવિધિઓ પર પણ નજર રાખવામાં આવશે. ચિત્તા કંઈ જગ્યાએ છે શું કરે છે તે તેના ગળામાં ફિટ કરેલા સેટેલાઈટ-જીપીએસ-વીએચએફ રેડિયો કોલર પરથી જાણી શકાશે.

જો કોઈ ચિત્તો વસ્તીમાં પકડાયો હોય અને તેમાં કોઈ શારીરિક ખામી ન હોય અને માનવભક્ષી હોવાનો ઈતિહાસ ન હોય તો જ્યારે પણ તેને જંગલમાં છોડવામાં આવે છે. રેડિયો કોલર સાથે રિલીઝ કરે છે, જેથી તેની પ્રવૃત્તિઓ પર નજર રાખી શકાય. રેડિયો કોલર ચિત્તાના રક્ષણ માટે લગાવવામાં આવે છે.