સામાન્ય રીતે આપણે જ્યારે ટ્રેનમાં મુસાફરી કરવાની હોય તો, અગાઉથી જ રિઝર્વેશન કરાવી લઈએ છીએ. જેથી કન્ફર્મ ટિકિટ મળી જાય. પરંતુ જ્યારે તમારે ક્યાંક ઇમરજન્સીમાં જવાનું થાય તો શું કરવું ? આજે અમે તમને આ સમસ્યાનો ઉકેલ જણાવી રહ્યા છીએ. રેલવે ઈમરજન્સી પરિસ્થિતિઓ માટે કરંટ ટિકિટની સુવિધા પૂરી પાડે છે. આવી સ્થિતિમાં તમે ટ્રેન ઉપડવાના થોડા સમય પહેલા કરંટ ટિકિટ બુક કરી શકો છો.
કરંટ ટિકિટ ટ્રેન ઉપડવા પહેલા આપવામાં આવે છે. ઘણી વખત ટ્રેનમાં બર્થ ખાલી રહે છે ત્યારે કરંટ ટિકિટ ટ્રેન ઉપડવાના 3-4 કલાક પહેલા IRCTC સાઈટ અને ટિકિટ બારી બંને પર ઉપલબ્ધ હોય છે. તમે વેબસાઇટ પર મુસાફરીની વિગતો આપીને ટિકિટ બુક કરી શકો છો. તો રેલવે સ્ટેશન પર ટિકિટ બારીમાંથી પણ કરંટ ટિકિટ બુક કરી શકાય છે. જો કે, ટ્રેનમાં બર્થ ઉપલબ્ધ હોય તો જ કરંટ ટિકિટ મળે છે. ખાસ વાત એ છે કે કરંટ ટિકિટમાં કોઈ વધારાનો ચાર્જ લાગતો નથી.
તત્કાલ ટિકિટ બુકિંગ એ પ્રીમિયમ સુવિધા છે, જેમાં વધારાનો ચાર્જ ચૂકવીને કન્ફર્મ ટ્રેન ટિકિટ લેવામાં આવે છે. તે રેલવે દ્વારા નિર્ધારિત સમયે બુક કરવામાં આવે છે અને તેના માટે તમારી પાસેથી વધારાનો ચાર્જ પણ લેવામાં આવે છે. તો જો ટ્રેન ઉપડતા પહેલા ટ્રેનમાં સીટો બાકી હોય, તો કરંટ ટિકિટ સામાન્ય દરે બુક કરી શકાય છે. કરંટ ટિકિટ કાઉન્ટર ટિકિટની જેમ કામ કરે છે, જેનો હેતુ ટ્રેન ઉપડવા પહેલાં ખાલી બેઠકો ભરવાનો છે.
આ પણ વાંચો હવે માત્ર 29 રૂપિયામાં ઓનલાઈન મળશે ‘ભારત ચોખા’, મોંઘવારી સામે લડવા સરકારની નવી યોજના