Neem Karoli Baba : નીમ કરોલી બાબાના જણાવ્યા અનુસાર આવા લોકો ક્યારેય નથી બની શકતા અમીર, તમારે પણ જાણવું જોઈએ, જુઓ Video

|

Jul 17, 2023 | 5:00 PM

કૈંચી ધામ એક એવું સ્થળ છે, જ્યાં જે કોઈ ઈચ્છા લઈને જાય છે. તે ખાલી હાથે પાછું નથી આવતું. કૈંચી ધામના બાબાનો ઉપદેશ આજે પણ આખી દુનિયામાં પ્રખ્યાત છે.

Neem Karoli Baba : નીમ કરોલી બાબાના જણાવ્યા અનુસાર આવા લોકો ક્યારેય નથી બની શકતા અમીર, તમારે પણ જાણવું જોઈએ, જુઓ Video
Image Credit source: Google

Follow us on

નીમ કરોલી બાબાને ભગવાન હનુમાનનો અવતાર માનવામાં આવે છે. એવી માન્યતા છે કે નીમ કરોલી બાબા પર હનુમાનજીના અપાર આશીર્વાદ હતા. બાબા નીમ કરોલીના ભક્તો આખી દુનિયામાં છે. બાબા નીમ કરોલીનો આશ્રમ ઉત્તરાખંડના કૈંચી ધામમાં છે, જ્યાં માત્ર દેશ જ નહીં વિદેશથી પણ લોકો પહોંચે છે.

આ પણ વાંચો: Neem Karoli Baba Tips : આ વસ્તુઓને જોવા મળવી ખૂબ જ શુભ, જીવનમાં સારા દિવસોની થાય છે શરૂઆત, જુઓ Video

બાબા નીમ કરોલીના ભક્તોમાં દેશ-વિદેશની અનેક મોટી હસ્તીઓ સામેલ છે. એવું માનવામાં આવે છે કે કૈચી ધામ એક એવું સ્થળ છે, જ્યાં જે કોઈ ઈચ્છા લઈને જાય છે. તે ખાલી હાથે પાછું નથી આવતું. કૈંચી ધામના બાબાનો ઉપદેશ આજે પણ આખી દુનિયામાં પ્રખ્યાત છે. પોતાના ઉપદેશમાં તેમણે કેટલાક એવા લોકો વિશે પણ જણાવ્યું છે, જેઓ ક્યારેય અમીર નથી બની શકતા.

આજનું રાશિફળ તારીખ : 10-10-2024
સિંગર કૌશલ પીઠાડિયા અમદાવાદીઓને ગરબે રમાડશે
Memory Power : મગજને આ રીતે બનાવો શાર્પ, અપનાવો આ ટ્રિક, માનસિક સ્વાસ્થ્ય પણ રહેશે સ્વસ્થ
આજનું રાશિફળ તારીખ : 09-10-2024
પાકિસ્તાનના 'મિની ઈન્ડિયા'માં ઉજવાઈ નવરાત્રી, કરાચીથી સામે આવ્યો Video
સુરતની યશ્વી નવરાત્રીમાં કિંજલ દવેએ મચાવી ધૂમ, જુઓ Video

પૈસા બગાડનારા લોકો

જે લોકો પૈસાનો બગાડ કરે છે તે ક્યારેય અમીર બની શકતા નથી. નીમ કરોલી બાબા કહેતા હતા કે દેખાડો કરવા પાછળ ક્યારેય પૈસા ન વેડફવા જોઈએ. માતા લક્ષ્મી હંમેશા એવા લોકો પર કૃપા કરે છે જેઓ ઉડાઉ કરવાને બદલે બચત પર ધ્યાન આપે છે. એટલા માટે પૈસા સમજી વિચારીને ખર્ચવા જોઈએ.

પૈસાનો યોગ્ય ઉપયોગ

બાબા નીમ કરોલીના મતે, ફક્ત તે જ વ્યક્તિ ધનવાન બને છે, જે પૈસાની ઉપયોગિતાને સમજે છે. ધનવાન વ્યક્તિ હંમેશા સમજદારીપૂર્વક પૈસા ખર્ચે છે. આ સાથે નીમ કરોલી બાબા પણ કહે છે કે અમીર હોવાનો અર્થ માત્ર પૈસા ભેગા કરવા જ નથી, પરંતુ તેને યોગ્ય જગ્યાએ ખર્ચવા પણ છે. પૈસાનો ઉપયોગ હંમેશા કોઈની મદદ કરવા માટે જ કરવો જોઈએ. તેનાથી ઘરમાં ધનનું આગમન જળવાઈ રહે છે.

 

 

આ સ્થળોએ પૈસા ખર્ચો

નીમ કરોલી બાબા કહેતા હતા કે વ્યક્તિએ સમયાંતરે કોઈને કોઈ ધાર્મિક કાર્યમાં પૈસા ખર્ચતા રહેવું જોઈએ. ધાર્મિક કાર્યોમાં તમે જેટલા પૈસા ખર્ચો છો તે બમણી રકમમાં પાછા આવશે. બીજી તરફ જે લોકો માત્ર પોતાની સુખ-સુવિધાઓ પાછળ પૈસા ખર્ચે છે, તેઓ અમીર હોવા છતાં પણ ગરીબ જ રહે છે. બાબા કહેતા હતા કે જેઓ ગરીબોની મદદ કરે છે, ભગવાન પોતે જ તેમની તિજોરી ભરે છે.

નોંધ: અહી આપવામાં આવેલી જાણકારી ધાર્મિક આસ્થાઓ અને લોક માન્યતાઓ આધારિત છે, આ તમામ સાથે Tv9 ગુજરાતી પણ સંમત જ છે તેમ માનવું નહી

Published On - 4:59 pm, Mon, 17 July 23

Next Article