
તમે કોઈપણ સરકારી યોજના માટે અરજી કરવા માંગો છો અથવા સિમ કાર્ડ ખરીદવા માંગો છો તો દરેક જગ્યાએ તમારા આધાર કાર્ડની જરૂર પડે છે. એટલે કે આજે દરેક મહત્વપૂર્ણ કામ માટે આધાર કાર્ડ હોવું જરૂરી બની ગયું છે.
આ જ કારણ છે કે બાળકોથી લઈને વડીલો સુધી દરેક માટે આધાર કાર્ડ બનાવવું ફરજિયાત છે, જેમની પાસે આધાર કાર્ડ નથી તેમને ઘણી જગ્યાએ સમસ્યાનો સામનો કરવો પડે છે. ત્યારે જો તમારે પણ નવું આધાર કાર્ડ બનાવવું છે કે આધાર કાર્ડમાં નામ કે સરનામું અપડેટ કરાવું છે, તો ફ્રીમાં અપડેટ કરવાની છેલ્લી તારીખ નજીક આવી ગઈ છે.
આધાર કાર્ડમાં તમે તમારી જન્મતારીખ, મોબાઈલ નંબર અથવા સરનામું વગેરે જેવી વિગતો મફતમાં અપડેટ કરી શકો છો. 14 માર્ચ સુધી આધાર કાર્ડ ફ્રીમાં અપડેટ કરી શકાશે. ત્યારબાદ તમારે આધાર કાર્ડ અપડેટ કરવા માટે 50 રૂપિયાની ફી ચૂકવવી પડશે.
ત્યાર બાદ તમારું આધાર કાર્ડ અપડેટ થઈ જશે. જેની તમને મેસેજ દ્વારા આધાર અપડેટ વિશે માહિતી મળશે. જે પછી તમે વેબસાઈટ પરથી તમારું આધાર ડાઉનલોડ કરી શકો છો. જો તમે ઓનલાઈન અરજી નથી કરી રહ્યા તો તમે કોઈપણ નજીકના આધાર કેન્દ્ર પર જઈને તમારું આધાર અપડેટ કરી શકો છો. જો કે આ માટે ફી ભરવાની રહેશે.