2000 Rupee Note News: 2000 રૂપિયાની એક નોટ છાપવામાં કેટલો ખર્ચ થાય છે ? જાણો

8 નવેમ્બર 2016ના રોજ વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ દેશને સંબોધનમાં 500 અને 1000 રૂપિયાની નોટો બંધ કરવાની જાહેરાત કરી હતી. આ નોટબંધીનો હેતુ મની લોન્ડરિંગ અને કાળા નાણાને દૂર કરવાનો હતો.

2000 Rupee Note News: 2000 રૂપિયાની એક નોટ છાપવામાં કેટલો ખર્ચ થાય છે ? જાણો
| Edited By: | Updated on: May 19, 2023 | 8:02 PM

2000 Rupee Note News: દેશમાં 2000 રૂપિયાની નોટનું છાપકામ હવે નહીં થાય. ભારતીય રિઝર્વ બેંક (RBI) એ આજે ​​બજારમાં હાજર 2000 રૂપિયાની તમામ નોટો પાછી ખેંચી લેવાનો નિર્ણય લીધો છે. એટલે કે 2000 રૂપિયાની નોટો હવે ચલણમાંથી પાછી ખેંચી લેવામાં આવશે. જો કે, 2000 રૂપિયાની નોટની માન્યતા યથાવત રહેશે, એટલે કે જો તમારી પાસે 2000 રૂપિયાની નોટ છે તો ગભરાવાની જરૂર નથી. તમે તેને 23 મેથી 30 સપ્ટેમ્બર સુધી બેંકોમાં જમા કરાવી શકો છો.

8 નવેમ્બર 2016ના રોજ વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ દેશને સંબોધનમાં 500 અને 1000 રૂપિયાની નોટો બંધ કરવાની જાહેરાત કરી હતી. આ નોટબંધીનો હેતુ મની લોન્ડરિંગ અને કાળા નાણાને દૂર કરવાનો હતો. આ પછી સરકારે નવી 500ની નોટ બહાર પાડવાની જાહેરાત કરી હતી. ત્યારે જ 2000 રૂપિયાની નોટો પણ ચલણમાં આવી હતી. જાણો RBI 2000 હજાર રૂપિયાની નોટ છાપવામાં કેટલો ખર્ચ કરે છે.

આ પણ વાંચો: શું તમારી પાસે 2000 રૂપિયાની નોટ છે ? ગભરાશો નહીં, હવે શું કરવું તે જાણો

2000ની નોટ કેટલા રૂપિયામાં છપાય છે?

ભારતીય રિઝર્વ બેંક નોટ મુદ્રણ પ્રાઈવેટ લિમિટેડ (BRBNMPL) અનુસાર, 2000 હજાર રૂપિયાની નોટ છાપવા માટે 3 રૂપિયા 54 પૈસા ખર્ચ થાય છે, જ્યારે 500 રૂપિયાની નોટ છાપવા માટે 3 રૂપિયા 09 પૈસા ખર્ચ થાય છે. BRBNMPLએ માહિતી અધિકાર (RTI)ના જવાબમાં જણાવ્યું હતું કે તે RBI પાસેથી 500 રૂપિયાની 1000 નોટ છાપવા માટે 3090 રૂપિયા વસૂલે છે.

3540 રૂપિયામાં છપાઈ 2000 રૂપિયાની 1000 નોટ

BRBNMPLએ જણાવ્યું કે 2000 રૂપિયાની 1000 નોટ માટે RBIએ કંપનીને 3540 રૂપિયા ચૂકવ્યા. આટલી જ રકમ 1000 રૂપિયાની જૂની નોટો પર ખર્ચવામાં આવી હતી.

દેશના તમામ સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો

Published On - 8:00 pm, Fri, 19 May 23