પરીક્ષાનો તનાવમુક્ત માહોલ સર્જવા PM MODI વિદ્યાર્થીઓ સાથે કરશે Pariksha Pe Charcha, ચર્ચામાં જોડાવા આ રીતે કરો રજીસ્ટ્રેશન

|

Jan 15, 2022 | 5:06 PM

PM Narendra Modi Pariksha Pe Charcha 2022: વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ વિદ્યાર્થીઓ, વાલીઓ અને શિક્ષકોને પરિક્ષા પે ચર્ચા 2022 (Pariksha Pe Charcha 2022) માટે રજીસ્ટ્રેશન (registration) કરાવવા આગ્રહ કર્યો છે.

પરીક્ષાનો તનાવમુક્ત માહોલ સર્જવા PM MODI વિદ્યાર્થીઓ સાથે કરશે Pariksha Pe Charcha, ચર્ચામાં જોડાવા આ રીતે કરો રજીસ્ટ્રેશન
Prime Minister Narendra Modi

Follow us on

PM Narendra Modi Pariksha Pe Charcha 2022: વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ વિદ્યાર્થીઓ, વાલીઓ અને શિક્ષકોને પરિક્ષા પે ચર્ચા 2022 (Pariksha Pe Charcha 2022) માટે રજીસ્ટ્રેશન (registration) કરાવવા આગ્રહ કર્યો છે. PMએ ટ્વીટ કર્યું છે કે પરીક્ષાઓ નજીક આવી રહી છે. ચાલો તણાવ મુક્ત પરીક્ષાઓ વિશે વાત કરીએ અને ફરી એકવાર અમારા બહાદુર પરીક્ષા યોદ્ધાઓ(exam warriors) અને તેમના માતાપિતા અને શિક્ષકોને સમર્થન કરીએ. હું તમને બધાને આ વર્ષે Pariksha Pe Charcha 2022 માટે રજીસ્ટ્રેશન કરાવવા વિનંતી કરું છું. અગાઉ, ધમેન્દ્ર પ્રધાને પરીક્ષા પર ચર્ચા માટે નોંધણી માટે વિનંતી કરી હતી.

 

IPL Mega Auction : આ ટીમ રૂપિયા ખર્ચવામાં નંબર-1
IPL 2025 Auction : જાણો ક્યાં મફતમાં ઓક્શન લાઈવ જોઈ શકાશે
કાજોલે આ કારણથી શાહરૂખ ખાનની ફિલ્મ કરી હતી રિજેક્ટ, બાદમાં એશ્વર્યાને મળ્યો રોલ
સૌથી સસ્તી Tata Car ની કાર કેટલાની આવે ? જાણો તેની કિંમત
Green onion : લીલી ડુંગળીમાં કયું વિટામિન હોય છે, તેને ખાવાથી શું ફાયદા થાય છે?
શિયાળામાં સ્ટાર ફ્રુટ ખાવાથી થાય છે અઢળક લાભ

 

પરિક્ષા પે ચર્ચા 2022(Pariksha Pe Charcha 2022) એ એક કાર્યક્રમ છે જ્યાં PM મોદી બોર્ડની પરીક્ષા પહેલા વિદ્યાર્થીઓ સાથે વાર્તાલાપ કરે છે અને પરીક્ષાના તણાવ અને અન્ય સંબંધિત મુદ્દાઓ વિશેના તેમના પ્રશ્નોનું નિરાકરણ કરે છે. પરીક્ષાની ચર્ચા દર વર્ષે યોજવામાં આવે છે. રસ ધરાવતા વિદ્યાર્થીઓ, વાલીઓ અને શિક્ષકો આ કાર્યક્રમ માટે રજીસ્ટ્રેશન કરાવી શકે છે. આ કાર્યક્રમમાં ધોરણ 9 થી 12 ના વિદ્યાર્થીઓ જ ભાગ લઈ શકશે.

મંત્રાલય અનુસાર વિદ્યાર્થીઓ, શિક્ષકો અને માતા-પિતા mygov વેબસાઇટ પર ‘Pariksha Pe Charcha 2022 વિભાગમાં કાર્યક્રમ માટે રજીસ્ટ્રેશન કરાવી શકે છે. સ્પર્ધાના આધારે 2050 વિદ્યાર્થીઓ, શિક્ષકો અને વાલીઓને પસંદ કરવામાં આવશે અને તેમને Pariksha Pe Charcha 2022 કીટ પણ આપવામાં આવશે. રજીસ્ટ્રેશન પ્રક્રિયા 28 ડિસેમ્બરથી શરૂ થઇ છે જયારે છેલ્લી તારીખ 20 જાન્યુઆરી 2022 છે.

અહેવાલ મુજબ ગયા વર્ષે 2.62 લાખ શિક્ષકો અને 93,000 વાલીઓએ પણPariksha Pe Charcha કાર્યક્રમ માટે નોંધણી કરાવી હતી. કોરોના રોગચાળાને ધ્યાનમાં રાખીને ગયા વર્ષે પરીક્ષા પર ચર્ચા કાર્યક્રમ ઓનલાઈન રાખવામાં આવ્યો હતો. દર વર્ષે પીએમ મોદી ‘પરીક્ષા પે ચર્ચા’ કાર્યક્રમ દ્વારા વિદ્યાર્થીઓ, વાલીઓ અને શિક્ષકો સાથે વાતચીત કરે છે. ગયા વર્ષે 7 એપ્રિલે પરીક્ષા અંગે ચર્ચા થઈ હતી.

 

આ પણ વાંચો : CTET 2021: CTET પરીક્ષાના ઉમેદવારો માટે મહત્વપૂર્ણ માહિતી, CBSEએ નવી નોટિસ કરી જાહેર

 

આ પણ વાંચો : NEET UG Counselling 2021: NEET UG કાઉન્સેલિંગ 19 જાન્યુઆરીથી શરૂ થશે, સ્વાસ્થ્ય મંત્રીએ આપી જાણકારી

Published On - 5:05 pm, Sat, 15 January 22

Next Article