Ukraine-Russia War: યુક્રેનના રહસ્યો જાણીને તમે દંગ રહી જશો, કેટલીક વસ્તુઓ જે આ દેશને બનાવે છે ખાસ

યુક્રેનની આવી જ કેટલીક ખાસ વાતો જાણીને તમે ચોક્કસથી પ્રભાવિત થઈ જશો. તમને જણાવી દઈએ કે યુક્રેનમાં મહિલાઓ ખરા અર્થમાં પુરુષો સાથે ખભે ખભા મિલાવીને ચાલે છે.

Ukraine-Russia War: યુક્રેનના રહસ્યો જાણીને તમે દંગ રહી જશો, કેટલીક વસ્તુઓ જે આ દેશને બનાવે છે ખાસ
ukraine (symbolic image )
| Edited By: | Updated on: Mar 01, 2022 | 6:12 PM

રશિયા અને યુક્રેન (Ukraine-Russia War) વચ્ચેના યુદ્ધને કારણે બંને દેશો ચર્ચામાં આવ્યા છે.રશિયાના રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિને રવિવારે ચાલી રહેલી લડાઈ વચ્ચે પરમાણુ હથિયારોને હાઈ એલર્ટ પર મૂક્યા છે. યુદ્ધની તસવીરો સોશિયલ મીડિયા પર સતત ફરી રહી છે. યુક્રેનની આવી હાલત જોઈને ઘણા દેશોમાં રશિયા સામે ગુસ્સો વ્યક્ત કરી રહ્યા છે. લોકો રશિયા પર માછલા ધોઇ રહ્યા છે.આ વચ્ચે અમે તમને યુક્રેન (Ukraine) ની કેટલીક એવી હકીકતો, જેને જાણીને તમે પણ તેના ફેન બની જશો.

સૌથી વધુ પરમાણુ શસ્ત્રો ધરાવતો દેશ

રશિયાના હુમલાનો ભોગ બનેલું યુક્રેન વિશ્વનો ત્રીજો દેશ છે જેની પાસે સૌથી વધુ પરમાણુ હથિયાર છે. રશિયા પછી આ દેશમાં સૌથી વધુ સેના છે. આ સિવાય યુક્રેનિયન આર્મીમાં ભરતી ફરજિયાત માનવામાં આવે છે.

લવ ટનલ ફેમસ છે

ટનલ ઑફ લવ (Tunnel of Love)એ રેલ્વે લાઇન છે જે ક્લેવાન સ્ટેશનથી શરૂ થાય છે અને ઓર્ઝિવ સુધી જાય છે. તે લગભગ 4.9 કિલોમીટર લાંબુ છે. આ ટનલને લવ ટનલ તરીકે પણ ઓળખવામાં આવે છે. તમારા પાર્ટનર સાથે ફરવા માટે આ જગ્યા શ્રેષ્ઠ વિકલ્પ છે.

ખેતીમાં ત્રીજા નંબરે આવે છે

તમને જણાવી દઈએ કે યુક્રેન ખેતીની બાબતમાં વિશ્વમાં ત્રીજા ક્રમે આવે છે. ઉપરાંત, યુક્રેનમાં 5,000 કિલ્લાઓ છે, જેનો પોતાનો આગવો ઇતિહાસ ધરાવે છે. તે પ્રેમીઓ માટે યોગ્ય સ્થળ માનવામાં આવે છે. આ સિવાય 105.5 મીટર ઊંડું આર્સેનાલ્ના અંડરગ્રાઉન્ડ મેટ્રો સ્ટેશન વિશ્વનું સૌથી ઊંડું મેટ્રો સ્ટેશન છે.

સુંદરતાનું ઉદાહરણ

યુક્રેનની મહિલાઓને વિશ્વની સૌથી સુંદર મહિલાઓ માનવામાં આવે છે. આ દેશમાં છોકરીઓની હાજરી મોડેલિંગથી લઈને સંસદ સુધી છે. યુક્રેન માત્ર મહિલાઓની સુંદરતામાં જ નહીં પરંતુ દેશની સુંદરતા એટલે કે પર્યટનમાં પણ અન્ય દેશોને સખત સ્પર્ધા આપે છે. તમને જણાવી દઈએ કે યુક્રેનની 7 જગ્યાઓ વર્લ્ડ હેરિટેજમાં સામેલ છે.

સ્પોટ્સમાં પણ છે દબદબો

સુંદરતા સાથે સ્પોર્ટ્સમાં પણ દબદબોન છે .યુક્રેનની મહિલાઓ અને પુરૂષો સ્પોટ્સમાં આગળ રહે છે

આ પણ વાંચો :Maha Shivratri 2022: આજે મહાશિવરાત્રીના દિવસે ભુલથી પણ ન કરો આ ભુલ, જાણો શું છે નિયમ

આ પણ વાંચો :આજે મહાશિવરાત્રિનું મહાપર્વ, સોમનાથ મંદિર હર હર મહાદેવના નાદથી ગુંજ્યુ, ભક્તો માટે મંદિર સતત 42 કલાક રહેશે ખુલ્લુ

Published On - 8:06 am, Tue, 1 March 22