ઇઝરાયલે હમાસના ચીફ યાહ્યા સિનવારને મોતને ઘાટ ઉતારી દીધા છે. IDF અનુસાર, ગાઝામાં ઈઝરાયેલના હુમલામાં 3 હમાસ આતંકવાદીઓ માર્યા ગયા છે. યાહ્યા સિનવાર પણ તેમાં સામેલ છે. ડીએનએ પરીક્ષણ દ્વારા આની પુષ્ટિ થઈ છે. સિનવાર 7 ઓક્ટોબર 2023માં ઈઝરાયેલ પર થયેલા આતંકવાદી હુમલાનો માસ્ટરમાઈન્ડ અને હમાસનો વડા હતો.
અગાઉ IDFએ એક નિવેદન જારી કરીને કહ્યું હતું કે, ગાઝામાં 3 આતંકવાદીઓ માર્યા ગયા છે, તસવીરો જોઈને એવું માનવામાં આવે છે કે તેમાંથી એક યાહ્યા સિનવાર હોઈ શકે છે. ઈઝરાયેલની સેના એ ઓળખવાનો પ્રયાસ કરી રહી છે કે હુમલામાં માર્યો ગયેલો આતંકવાદી સિનવાર છે કે અન્ય કોઈ છે, જો કે ઈઝરાયેલ મીડિયા દાવો કરી રહ્યું છે કે તસવીરોના આધારે સિનવાર માર્યો ગયો છે.
સિનવારને ઓગસ્ટમાં જ હમાસના વડા બનાવવામાં આવ્યા હતા, 31 જુલાઈએ તેહરાનમાં ઈસ્માઈલ હાનિયાના મૃત્યુ બાદ યાહ્યા સિનવારને હમાસની કમાન સોંપવામાં આવી હતી. ગુરુવારે, ઇઝરાયેલી સેનાએ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ X પર પોસ્ટ કર્યું કે યાહ્યા સિનવાર ગાઝામાં IDF ઓપરેશન દરમિયાન માર્યા ગયેલા ત્રણ આતંકવાદીઓમાંથી એક હોઈ શકે છે.
During IDF operations in Gaza, 3 terrorists were eliminated. The IDF and ISA are checking the possibility that one of the terrorists was Yahya Sinwar. At this stage, the identity of the terrorists cannot be confirmed.
In the building where the terrorists were eliminated, there…
— Israel Defense Forces (@IDF) October 17, 2024
થોડા દિવસો પહેલા સિનવાર વિશે દાવો કરવામાં આવ્યો હતો કે તે ઇઝરાયલી બંધકોની વચ્ચે છુપાયેલો છે, જેથી ઇઝરાયેલ તેને સરળતાથી નિશાન બનાવી શકે નહીં, જ્યારે અગાઉ પણ સિનવાર માર્યા ગયાના સમાચાર આવ્યા હતા પરંતુ ઇઝરાયલી સેના તેની પુષ્ટિ કરી શકી ન હતી. હવે સોશિયલ મીડિયા પર દેખાઈ રહેલી તસવીરોમાં સિનવર જેવો દેખાતો વ્યક્તિ કેટલાક કાટમાળમાં ફસાયેલો જોવા મળે છે. ઈઝરાયેલના હુમલામાં તેના માથાના ભાગને નુકસાન થયું હતું.
તમને જણાવી દઈએ કે ગયા વર્ષે 7 ઓક્ટોબરે હમાસે દક્ષિણી ઈઝરાયેલ પર મોટો હુમલો કર્યો હતો, જેમાં લગભગ 1200 ઈઝરાયેલના લોકો માર્યા ગયા હતા. ઇઝરાયલના મતે હમાસના આ સમગ્ર હુમલાનો મુખ્ય સૂત્રધાર સિનવાર હતો. તેની હત્યા ઇઝરાયેલ માટે એક મોટી જીત છે.
આ પહેલા 27મી સપ્ટેમ્બરે ઈઝરાયેલે લેબનોનના બેરૂતમાં હવાઈ હુમલામાં હિઝબુલ્લાના ચીફ હસન નસરાલ્લાહને મારી નાખ્યો હતો. સિનવરના મૃત્યુની પુષ્ટિ કરવામાં આવી છે. આ રીતે, માત્ર 3 મહિનામાં ઇઝરાયલે તેના 3 સૌથી મોટા દુશ્મનોને મારી નાખ્યા છે.
યાહ્યા સિનવાર હમાસના રાજકીય વડા હતા, ઈસ્માઈલ હનિયાના મૃત્યુ બાદ ઓગસ્ટમાં જ તેમને સંગઠનની કમાન સોંપવામાં આવી હતી. સિનવારનો જન્મ 1962માં ગાઝા પટ્ટીના એક શરણાર્થી શિબિરમાં થયો હતો. ઈઝરાયેલે સિનવારની ત્રણ વખત ધરપકડ કરી હતી પરંતુ 2011માં ઈઝરાયેલે એક ઈઝરાયલી સૈનિકના બદલામાં 127 કેદીઓ સાથે સિનવારને છોડવો પડ્યો હતો. સપ્ટેમ્બર 2015માં અમેરિકાએ સિનવારનું નામ આંતરરાષ્ટ્રીય આતંકવાદીઓની બ્લેકલિસ્ટમાં નાખ્યું હતું. હમાસના ભૂતપૂર્વ વડા ઈસ્માઈલ હાનિયાના મૃત્યુ પછી, સિનવાર સંગઠનના તમામ નિર્ણયો લેતો હતો. સિનવારના ક્રૂર વલણને કારણે, તે ઇઝરાયેલમાં ‘ખાન યુનિસના કસાઈ’ તરીકે ઓળખાતો હતો.
Published On - 7:58 pm, Thu, 17 October 24