Omicron Variant: કોરોના વાયરસના નવા વેરિઅન્ટ ‘ઓમિક્રોન’ અંગે WHO એ ‘હાઈ રિસ્ક’ ચેતવણી જાહેર કરી

|

Nov 29, 2021 | 4:40 PM

WHO એ જણાવ્યું છે કે દક્ષિણ આફ્રિકા અને વિશ્વભરના સંશોધકો ઓમિક્રોનના ઘણા પાસાઓને વધુ સારી રીતે સમજવા માટે અભ્યાસ કરી રહ્યા છે અને જેમ જેમ માહિતી ઉપલબ્ધ થશે તેમ આ અભ્યાસોના તારણો શેર કરવાનું ચાલુ રાખશે.

Omicron Variant: કોરોના વાયરસના નવા વેરિઅન્ટ ઓમિક્રોન અંગે WHO એ હાઈ રિસ્ક ચેતવણી જાહેર કરી
Omicron Variant

Follow us on

WHO on Omicron Variant: વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઈઝેશન (WHO) એ કોરોના વાયરસના નવા વેરિઅન્ટ ‘Omicron’ને લઈને ઉચ્ચ જોખમની ચેતવણી જાહેર કરી છે. WHOનું કહેવું છે કે ઓમિક્રોનથી જોખમ ઘણું વધારે છે. તે આખી દુનિયામાં ફેલાઈ જવાની સંભાવના છે. કેટલાક વિસ્તારોમાં તેના ગંભીર પરિણામો જોવા મળી શકે છે. યુનાઈટેડ નેશન્સ હેલ્થ એજન્સીએ ટેકનિકલ નોટ જાહેર કરી છે. જેમાં કહેવામાં આવ્યું છે કે ઓમિક્રોનના મામલામાં મોટો ઉછાળો આવી શકે છે. જો આમ થશે તો તેના ગંભીર પરિણામો આવી શકે છે.

WHOએ કહ્યું છે કે, ઓમિક્રોનમાં સ્પાઇક પ્રોટીનમાં ઘણો ફેરફાર થયો છે. જે ચિંતાનો વિષય છે. અગાઉ WHOએ કહ્યું હતું કે કોવિડ-19નું (Corona Virus) નવું સ્વરૂપ ‘ઓમિક્રોન’ ડેલ્ટા વેરિઅન્ટ સહિત અન્ય કરતા વધુ ચેપી છે કે કેમ અને તે પ્રમાણમાં વધુ ગંભીર રોગ છે કે કેમ તે ‘સ્પષ્ટ નથી’. WHOએ કહ્યું હતું કે, ઓમિક્રોન સાથે સંકળાયેલા લક્ષણો અન્ય પ્રકારોથી અલગ હોવાનું સૂચવવા માટે કોઈ માહિતી ઉપલબ્ધ નથી.

મુસાફરી પ્રતિબંધ હટાવવા માટે કહ્યું
WHO એ કહ્યું કે ઓમિક્રોન વેરિઅન્ટના ગંભીરતા સ્તરને સમજવામાં ઘણા દિવસોથી લઈને કેટલાંક અઠવાડિયાનો સમય લાગશે. WHO એ વિશ્વના અન્ય દેશોને અપીલ કરી છે કે તેઓ ઓમિક્રોન અંગેની ચિંતાઓને કારણે દક્ષિણ આફ્રિકાના દેશોની ફ્લાઈટ્સ પર પ્રતિબંધ (South Africa Travel Ban) ન મૂકે.

ગરમીમાં નસકોરી ફુટે તો ઘબરાશો નહીં, આ ઘરેલુ ઉપચારથી મળશે તરત રાહત
એપ્રિલમાં 77 ટકા... 4 વર્ષમાં 400%, ટાટાનો આ શેર બન્યો રોકેટ
ફૂટબોલ ગ્રાઉન્ડ કરતાં પણ મોટું છે જાહન્વી કપૂરનું ઘર, હવે આપશે ભાડે
ઉનાળામાં મોઢાં પર બરફ ઘસવાના ફાયદા છે ચોંકાવનારા, જાણી લો
પરશુરામના એ ત્રણ શિષ્યો જેમણે લડ્યુ હતુ મહાભારતનું યુદ્ધ, જાણો કોણ હતા એ!
શું મધ ક્યારેય એક્સપાયર થાય છે ? કેવી રીતે નક્કી કરશો મધ અસલી છે કે નકલી ?

આફ્રિકા માટે ડબ્લ્યુએચઓના પ્રાદેશિક નિર્દેશક, માત્શિદિસો મોએતીએ દેશોને મુસાફરી પ્રતિબંધો ટાળવા અને વિજ્ઞાન અને આંતરરાષ્ટ્રીય આરોગ્ય નિયમોનું પાલન કરવા હાકલ કરી. તેમણે કહ્યું, મુસાફરી પ્રતિબંધોને કારણે, કોવિડ ચેપ થોડો ઘટાડી શકાય છે. પરંતુ તેનાથી લોકોના જીવન અને આજીવિકા પર ખૂબ જ ખરાબ અસર પડશે.

ડેલ્ટાએ ભારતમાં વિનાશ સર્જ્યો
ભારતમાં કોરોના વાયરસની બીજી લહેર (Corona Second Wave) પાછળનું કારણ ડેલ્ટા વેરિઅન્ટ હતું. એટલા માટે સરકાર આ વખતે પૂરી કાળજી લઈ રહી છે. સ્વાસ્થ્ય મંત્રાલયે આંતરરાષ્ટ્રીય પ્રવાસીઓ માટે સંશોધિત નિયમો પણ જાહેર કર્યા છે. WHO એ જણાવ્યું છે કે દક્ષિણ આફ્રિકા અને વિશ્વભરના સંશોધકો ઓમિક્રોનના ઘણા પાસાઓને વધુ સારી રીતે સમજવા માટે અભ્યાસ કરી રહ્યા છે અને જેમ જેમ માહિતી ઉપલબ્ધ થશે તેમ આ અભ્યાસોના તારણો શેર કરવાનું ચાલુ રાખશે. સંસ્થાએ તેના 194 સભ્ય દેશોને રસીકરણને (Vaccination) પ્રોત્સાહન આપવા અને આવશ્યક આરોગ્ય સેવાઓ સુનિશ્ચિત કરવા વિનંતી કરી છે.

 

આ પણ વાંચો : ઓમિક્રોન વેરિઅન્ટની ગભરાટ વચ્ચે જાપાનનો મોટો નિર્ણય! વિદેશી પ્રવાસીઓને પ્રવેશ નહીં મળે, દેશમાં પ્રવેશ પર પ્રતિબંધ

આ પણ વાંચો : Omicron variant: ઓમિક્રોન કોવિડ વેરિયન્ટની પ્રથમ તસવીર સામે આવી, ઇટાલિયન સંશોધકોએ તસવીર પ્રકાશિત કરી

Next Article