Britain : મહિલાએ હોસ્પિટલના રૂમમાં મિત્ર સાથે શારીરિક સંબંધ બાંધ્યો, કર્યો બિમાર હોવાનો ડોળ, કોર્ટે મહિલાને દંડ ફટકાર્યો

Britain : મહિલાની આ હરકતો હોસ્પિટલમાં હાજર ગાર્ડની નજરે પડી હતી, ત્યારબાદ આ મામલાની જાણ પોલીસને કરવામાં આવી હતી. જો કે, ધરપકડથી બચવા માટે, મહિલાએ પોતાને બિમાર ગણાવી અને હોસ્પિટલની બહાર જવાની ના પાડી.

Britain : મહિલાએ હોસ્પિટલના રૂમમાં મિત્ર સાથે શારીરિક સંબંધ બાંધ્યો, કર્યો બિમાર હોવાનો ડોળ, કોર્ટે મહિલાને દંડ ફટકાર્યો
સાંકેતિક તસ્વીર
| Edited By: | Updated on: Jun 30, 2022 | 9:54 AM

Britain : એક મહિલા (woman) સારવાર કરાવવાના નામે દવાખાને ગઈ હતી. પરંતુ, ત્યાં મહિલાએ સારવારના બહાને તેની સાથે આવેલા વ્યક્તિ સાથે શારીરિક સંબંધો બાંધ્યા હતા. સિક્યુરિટી ગાર્ડે આ બધુ જોયું. આ બાબતે પોલીસને (police) જાણ કરવામાં આવી હતી. પોલીસ ઘટના સ્થળે પહોંચી હતી. જોકે મહિલાની ધરપકડ થઈ શકી નથી. હવે આ કેસમાં કોર્ટે મહિલા પર દંડ ફટકાર્યો છે.

મામલો બ્રિટનનો છે. શેનોન બેકર (25) વર્ષની છે. તે સમરસેટમાં રહે છે. શેનોન બેકર એમ્બ્યુલન્સ દ્વારા યેઓવિલ હોસ્પિટલમાં (Yeovil Hospital) પોતાના મિત્ર સાથે પહોંચ્યા હતા.

‘મિરર’ના અહેવાલ અનુસાર, મહિલાને થોડી તકલીફ થતાં એમ્બ્યુલન્સ દ્વારા હોસ્પિટલમાં લાવવામાં આવી હતી. આ દરમિયાન તેનો મિત્ર પણ મહિલા સાથે હાજર હતો. પરંતુ કોવિડના નિયમોના કારણે મિત્રને અંદર આવવાની મનાઈ હતી. જ્યારે હોસ્પિટલ સ્ટાફને લાગ્યું કે મહિલાને કોણ જોશે તો મિત્રને પણ અંદર જવા દેવામાં આવ્યો.

મહિલાને રૂમ આપવામાં આવ્યો, બંને લોકો નશામાં હતા. આ પછી બંનેએ રૂમને અંદરથી બંધ કરી દીધો હતો. થોડી વાર પછી સિક્યુરિટી ગાર્ડે બંનેની હરકતો જોઈ.

પોલીસને બોલાવવામાં આવી હતી. પોલીસ આવ્યા બાદ પણ બંનેએ દરવાજો ન ખોલ્યો, પરંતુ ત્યારબાદ પોલીસની ટીમ અંદર પ્રવેશી. આ પછી મહિલાએ ધરપકડથી બચવા માટે જમીન પર સૂઈને બેભાન થવાનું નાટક પણ કર્યું હતું. યેઓવિલે મેજિસ્ટ્રેટની સામે મહિલાએ સ્વીકાર્યું કે તેણે દારૂ પીધો હતો.

‘મિરર’ના રિપોર્ટ અનુસાર, આ મહિલા તેમના જીવનમાં પણ ઘણી સમસ્યાઓનો સામનો કરી રહી છે. તેણીને પહેલેથી જ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવી છે. તાજેતરમાં, મહિલા પણ ડ્રગ્સની લતમાં હતી, પરંતુ હવે તે આ સમસ્યાઓને દૂર કરવા માટે કામ કરી રહી છે.

ન્યાયાધીશે શું કહ્યું?

આ કેસમાં ડિસ્ટ્રિક્ટ જજે મહિલાને કહ્યું, ‘તે કોઈ નાની ઘટના નહોતી, તમે NHS સ્ટાફ (હોસ્પિટલ સ્ટાફ)ના સભ્યોને ચિંતામાં મૂક્યા હતા.’ આ પછી જજે મહિલા પર દંડ ફટકાર્યો હતો.

Published On - 9:52 am, Thu, 30 June 22