Birth Anniversary : મહાન સાહિત્યકાર શેક્સપિયર ક્યારેય પોતાના નામની જોડણી બરાબર લખી શક્યા નહોતા, જાણો તેમના જીવન વિશે કેટલીક ખાસ વાતો

|

Apr 26, 2022 | 7:05 AM

વિલિયમ શેક્સપિયર (William Shakespeare) દ્વારા લખાયેલા નાટકો આજે પણ વિશ્વમાં ચર્ચામાં છે અને લોકો તેમના દ્વારા લખાયેલા નાટકો વાંચવામાં આજે પણ રસ ધરાવે છે.

Birth Anniversary : મહાન સાહિત્યકાર શેક્સપિયર ક્યારેય પોતાના નામની જોડણી બરાબર લખી શક્યા નહોતા, જાણો તેમના જીવન વિશે કેટલીક ખાસ વાતો
William Shakespeare Birth Anniversary

Follow us on

આજનો દિવસ સાહિત્યકાર વિલિયમ શેક્સપિયરની (William Shakespeare) યાદમાં શેક્સપિયર દિવસ તરીકે ઉજવવામાં આવે છે. વિલિયમના જન્મદિવસને લઈને સમગ્ર વિશ્વમાં મૂંઝવણ છે. પરંતુ પરંપરાગત રીતે તેમનો જન્મદિવસ દર વર્ષે 26 એપ્રિલે ઉજવવામાં આવે છે. આ મહાન લેખકે 23મી એપ્રિલ, 1616ના રોજ દુનિયામાંથી વિદાય લીધી હતી. યુનેસ્કોએ 1995માં નિર્ણય લીધો હતો કે વિલિયમ શેક્સપિયરની યાદમાં આ દિવસને વર્લ્ડ બુક એન્ડ કોપીરાઈટ ડે તરીકે નામ આપવામાં આવશે. 30 નાટકો અને 154 સોનેટ લખનાર શેક્સપિયર (William Shakespeare Birth Anniversary) પોતે પણ નાટકમાં પાત્ર ભજવતા હતા. રોમિયો એન્ડ જુલિયટ,(Romeo and Juliet) હેમ્લેટ, કિંગ લીયર એ શેક્સપિયરના નાટકો છે જેણે તેમને અલગ ઓળખ આપી હતી.

ઓછા શબ્દોમાં પુસ્તકો લખવામાં માહેર

કહેવાય છે કે હાઈસ્કૂલમાં ભણતા સામાન્ય બાળકના શબ્દભંડોળમાં 30 થી 40 હજાર શબ્દો હોય છે,  આવી સ્થિતિમાં આટલા ઓછા શબ્દોમાં નાટક લખી શકવું એ બહુ મોટી વાત કહેવાય. એવું કહેવાય છે કે તે સમયે અંગ્રેજીનું કોઈ ધારા-ધોરણ નહોતું. એક જ શબ્દનો સ્પેલિંગ અલગ-અલગ થતો હતો. ડેવિડ ક્રિસ્ટલે વિલિયમ શેક્સપિયર પર સંશોધન કર્યું હતું. તેમના સંશોધન (Research)મુજબ, શેક્સપિયરે તેમના પુસ્તકોમાં માત્ર 30,000 શબ્દોનો ઉપયોગ કર્યો હતો.

તેમના દ્વારા લખાયેલા નાટકો વિશ્વવિખ્યાત બન્યા

વિલિયમ શેક્સપિયર દ્વારા લખાયેલા નાટકો આજે પણ વિશ્વમાં ચર્ચામાં છે અને લોકો તેમના દ્વારા લખાયેલા નાટકો વાંચવામાં આજે પણ રસ ધરાવે છે. મેકબેથ હોય કે ઓથેલો, રોમિયો અને જુલિયટ હોય કે જુલિયસ સીઝર હોય, લોકો તેમના દ્વારા લખાયેલા આ નાટકો આજે પણ યાદ કરે છે.વિલિયમ શેક્સપિયરે પોતે તેમના ઘણા નાટકોમાં અભિનય કર્યો હતો. એવું કહેવાય છે કે વિલિયમ લોર્ડ ચેમ્બરલેન્સ મેન નામની કંપનીનો સહ-માલિક હતા.

Neeraj Chopra Marriage : ઓલિમ્પિક ચેમ્પિયને આ છોકરી સાથે લીધા 7 ફેરા
અજય દેવગનની કો-સ્ટારે આ 7 બિકીની ફોટાથી મચાવી ધમાલ
Pitra Dosh Mantra : પિતૃદોષ દૂર કરવા માટે કયા મંત્રનો જાપ કરવો જોઈએ?
Jio લાવ્યું 31 દિવસનો સસ્તો પ્લાન ! રોજ મળશે 1.5GB ડેટા, કિંમત માત્ર આટલી
Money Plant Vastu Tips : મની પ્લાન્ટ પાસે ભૂલથી પણ આ વસ્તુ ન રાખો, નહીતર આવશે ગરીબી !
Iskcon Temple : ઇસ્કોન મંદિરનો રંગ હંમેશા સફેદ કેમ હોય છે?

તેમના નાટકો વાસ્તવિક ઘટનાઓ પર આધારિત

એવું કહેવાય છે કે શેક્સપિયરના ઘણા નાટકો(Drama)  વાસ્તવિક ઘટનાઓ પર આધારિત હતા. તે વાસ્તવિક ઘટનાઓને નાટકીય રીતે લખતા હતા. આવા ઘણા નાટકો પૈકી, હેમ્લેટ સ્કેન્ડિનેવિયાની દંતકથા – એમલેથ પર આધારિત છે.

શેક્સપિયર સાથે જોડાયેલી ખાસ વાતો

મહાન સાહિત્યકાર શેક્સપિયર ક્યારેય પોતાના નામની જોડણી બરાબર લખી શક્યા ન હતા. તે પોતાનું નામ “વિલમ શાકપ” થી સહી કરતા હતા. તમને જાણીને નવાઈ લાગશે કે વિલિયમ શેક્સપિયરે પોતાની વસિયતમાં પત્નીને માત્ર એક જ બેડ આપ્યો હતો.શેક્સપિયરે 18 વર્ષની ઉંમરે 26 વર્ષની એની સાથે લગ્ન કર્યા હતા. લગ્ન સમયે તે ગર્ભવતી હતી. લગ્નના 6 મહિના પછી તેણે પ્રથમ બાળકને જન્મ આપ્યો, જેનું નામ સુઝાન હતુ.

આ પણ વાંચો : એલોન મસ્ક બન્યા ટ્વિટરના નવા બોસ, 44 બિલિયન ડોલરમાં ડીલ થઈ ફાઇનલ

Published On - 7:04 am, Tue, 26 April 22

Next Article