Taliban : શું તાલિબાન દુનિયા માટે મોટો ખતરો બનશે ? સમગ્ર અફધાનિસ્તાન પર ફરી એક વખત કબ્જો કરશે ?

|

Jul 21, 2021 | 7:17 PM

અમેરિકી સૈન્યથી મુક્ત થઈ રહેલા અફધાનિસ્તાનમા હવે તાલિબાન તેમનુ સામ્રાજ્ય વિસ્તારતા વિસ્તારતા કાબુલ તરફ આગળ વધી રહ્યાં છે. ત્યારે સૌ કોઈ વિચારી રહ્યાં છે કે, શુ ફરીથી તાલિબાન અફધાનિસ્તાન ઉપર કબજો મેળવી લેશે ?  શુ તાલિબાન દુનિયા માટે મોટો ખતરો બની ગયા છે. ત્યારે જાણીએ કે તાલિબાનની રચના કયારે થઈ અને હાલ તેના વડા કોણ છે.

Taliban : અફધાનિસ્તાન (Afghanistan)જેને કવિ મોહમદ ઈકબાલે ‘ ધ હાર્ટ ઓફ એશિયા’ પણ કહ્યુ હતુ. જે આજકાલ આતંકવાદીનું બીજું નામ છે તાલિબાન 2001માં US આર્મીએ અફધાનિસ્તાનથી તાલિબાન (Taliban)ને દુર કર્યા હતા. પરંતુ સતત 2 દાયકા સુધી દુનિયાની સૌથી મજબુત મિલિટ્રી સાથે જંગ લડ્યા બાદ તાલિબાને ફરી એક વખત તેમની તાકાતમાં વધારો કર્યો છે.

અમેરિકી સૈન્યથી મુક્ત થઈ રહેલા અફધાનિસ્તાનમા હવે તાલિબાન તેમનુ સામ્રાજ્ય વિસ્તારતા વિસ્તારતા કાબુલ તરફ આગળ વધી રહ્યાં છે. ત્યારે સૌ કોઈ વિચારી રહ્યાં છે કે, શુ ફરીથી તાલિબાન અફધાનિસ્તાન ઉપર કબજો મેળવી લેશે ?  શુ તાલિબાન દુનિયા માટે મોટો ખતરો બની ગયા છે. ત્યારે જાણીએ કે તાલિબાનની રચના કયારે થઈ અને હાલ તેના વડા કોણ છે. તાલિબાનની તમામ બાબતો અંગે જાણો આ વિશેષ અહેવાલમાં.

તાલિબાનની રચના કેવી રીતે થઈ ?

1989માં સોવિયત સેનાના ગયા બાદ અફઘાનિસ્તાનમાં રાજકીય સંકટ સર્જાયું હતું. મુજાહિદ્દીનના જુદા જુદા જૂથો એકબીજાની વચ્ચે લડતા હતા, તે જ સમયે પાકિસ્તાન કેટલાક મદરેસાના વિદ્યાર્થીઓને પૈસા અને હથિયાર પૂરા પાડે છે. અને આ રીતે આવે છે કટ્ટરપંથી ઇસ્લામ-માનસિક જૂથ ‘તાલિબાન’. તાલિબાન (Taliban) એ એક પશ્તો ભાષાનો શબ્દ છે, જેનો અર્થ છે વિદ્યાર્થીઓ  એવા વિદ્યાર્થીઓ જે ઇસ્લામિક કટ્ટરવાદની વિચારધારામાં વિશ્વાસ કરે છે. તે સમયે સોવિયત સેના વિરુદ્ધના જંગમાં એક આંખ ગુમાવનાર મુલ્લા ઓમરને તેના નેતા તરીકે પસંદ કરવામાં આવે છે.

 

તાલિબાનું સ્વાગત બાદ આફત

જ્યારે તાલિબાન સામે આવ્યું ત્યારે અફઘાનિસ્તાન (Afghanistan)ના લોકોએ તેમનું સ્વાગત કર્યું. તે સમયે અફધાની લોકો મુજાહિદ્દીનોની પરસ્પર લડાઇથી મુશ્કેલીમાં મુકાયા હતા. શરૂઆતમાં તાલિબાનોએ અફઘાનિસ્તાનમાં ભ્રષ્ટાચારને કાબૂમાં રાખ્યો હતો અને અવ્યવસ્થાને કાબૂમાં લીધી હતી. આગામી કેટલાક વર્ષોમાં તાલિબાનોએ અફઘાનિસ્તાનના 90% ભાગ પર કબજો કર્યો હતો અને પછી તાલિબાનોના અત્યાચાર શરૂ થયા. કઠોર સજાનો તે સમયગાળો, જેના માટે તે સમગ્ર વિશ્વમાં કુખ્યાત છે. જાહેરમાં ગોળીબાર કરીને અથવા ફાંસી લગાવીને અને ચોરીના આરોપીઓના હાથ-પગ કાપીને હત્યાના દોષીઓને મૃત્યુદંડની સજા આપવા જેવી ગેરકાયદેસર સંબંધમાં પથ્થરમારો કરવાની સજા. પછી મહિલા આરોપી જ કેમ ન હોય. કટ્ટરપંથી તાલિબાનો 10 વર્ષથી વધુની વયની છોકરીઓને તેમના શાસનમાં શાળાએ જવા પર પ્રતિબંધ પણ હતો.

US આર્મીએ તાલિબાનની ધુળ કાઢી

2001માં અમેરિકા (America)ના વર્લ્ડ ટ્રેડ સેન્ટર પર આતંકીઓએ હુમલો કર્યો હતો. તાલિબાન પર આરોપ છે કે, તેમને 9/11ના હુમલાનો માસ્ટરમાઈન્ડ ઓસામા બિન (Osama bin Laden) લાદેનને અફધાનિસ્તાનના પહાડોમાં છુપાવીને રાખ્યો છે. US આર્મીએ તાલિબાનને લાદનને સોંપવાનું કહ્યું હતુ તો તાલિબાને (Taliban)આ માંગને ફગાવી દીધી હતી. અમેરિકાએ તાલિબાન વિરુદ્ધના જંગનું એલાન કર્યું હતુ, 2 મહિનાની અંદર અફધાનિસ્તાન (Afghanistan)ની સત્તાથી તાલિબાનને હાંકી કાઢવામાં આવ્યા હતા.

તાલિબાનની 2.0 શરુઆત

કાબુલથી હાંકી કાઢ્યા બાદ તાલિબાન (Taliban)ફરી પાછી તેમની ખોવાયેલી શક્તિને ફરીથી મેળવવાનો પ્રયાસ કરે છે. 2013માં મુલ્લા ઉમરનું બીમારીથી અવસાન થયું હતુ. ત્યારબાદ મુલ્લા મંસુર તાલિબાનનો લીડર બને છે પરંતુ ટુંક સમયમાં જ તેમનું પણ અમેરિકી (America)ડ્રોનના હુમલામાં મોત થાય છે ત્યારબાદ મૌલવી હિબ્તુલ્લાહ અખુંઝાદા તાલિબાનનો લીડર બને છે. જે હવે કાબુલ પર કબ્જો કરવાની તૈયારી કરી રહ્યો છે.

તાલિબાનનો નવો ગેંગસ્ટર ભલે તાલિબાન (Taliban) 2.0 બતાવી રહ્યો છે. તાલિબાની શાસનના કુકૃત્યો છુપાવવાનો પ્રયોસ કરી રહ્યો છે પંરતુ જો ઈતિહાસના પન્નાઓ ફેરવીને જોઈએ તો અફધાનિસ્તાન ફરી એક વખત અંધકારની તરફ આગળ વધી રહ્યું હોય તેવું લાગી રહ્યું છે.

આ પણ વાંચો : Alpha-Delta variants : આસામની ડૉક્ટર મહિલા આલ્ફા-ડેલ્ટા બંન્ને વેરિએન્ટથી સંક્રમિત, બે વેરિએન્ટથી સંક્રમણનો દેશમાં પ્રથમ કેસ

Next Video