શું વિદેશ યાત્રા માટે જરૂરી પડશે Booster Dose ? યાત્રીઓ માટે આ દેશોએ નક્કી કરી છે કોરોના વેક્સિનની ‘Expiry Date’

|

Aug 19, 2021 | 9:15 AM

યાત્રીઓએ ફાઇઝર અને મોર્ડેનાના બંને ડોઝ લીધા હોવાનું સર્ટિફિકેટ રજૂ કરવું પડશે જે 270 દિવસથી વધુ જૂનું ન હોવું જોઈએ.

શું વિદેશ યાત્રા માટે જરૂરી પડશે Booster Dose ? યાત્રીઓ માટે આ દેશોએ નક્કી કરી છે કોરોના વેક્સિનની Expiry Date
સાંકેતીક તસવીર

Follow us on

Vaccine Booster Dose Foreign Travel: કોરોના વાયરસના ડેલ્ટા વેરીયન્ટના આગમનના કારણે વેક્સિનની સુરક્ષાની અસમંજસની વચ્ચે બે યુરોપીયન દેશોએ વેક્સિનેશન સર્ટિફિકેટની એક્સપાયરી ડેટ નક્કી કરી છે. જો આવી જ રીતે મોટા ભાગના દેશો આ નિયમ નક્કી કરશે તો યાત્રીઓએ વેક્સિન લીધી છે કે નહીં પરંતુ સાથે સાથે વેક્સિન ક્યારે લીધી છે તેની માહિતી પણ આપવી પડશે.

પાછલા મહિને, ક્રોએશિયા (Croatia) વિશ્વનો પહેલો એવો દેશ બન્યો કે જેને કોવિડ 19 વેક્સિનના સર્ટીફેકેટની એક્સપાયરી ડેટ નક્કી કરી છે. બાલ્કન રાજયમાં પ્રવેશ કરવા માટે યાત્રીઓને 270 દિવસની અંદર સંપૂર્ણ વેક્સિનેટેડ થવું જરૂરી છે, લગભગ આગમન ના 9 મહિના.

જે યાત્રીઓની વેક્સિનની અવધિ સમાપ્ત થઈ ગઈ છે તેને આગમનની સાથે જ પોતાના ખર્ચે RTPCR અથવા તો રેપિડ એન્ટીજન ટેસ્ટ કરાવો પડશે. જેમાં રિપોર્ટ નેગેટિવ આવ્યે જ દેશમાં પ્રવેશ આપવામાં આવશે અને જો કોઈ કારણોસર જે તે યાત્રીનો ટેસ્ટ નથી કરવામાં આવતો તો તેને 10 દિવસ સુધી સેલ્ફ-આઇસોલેટ રહેવું પડે છે.

Money Plant : સીડી નીચે મની પ્લાન્ટ રાખવો સારું છે કે ખરાબ?
Neeraj Chopra Marriage : ઓલિમ્પિક ચેમ્પિયને આ છોકરી સાથે લીધા 7 ફેરા
અજય દેવગનની કો-સ્ટારે આ 7 બિકીની ફોટાથી મચાવી ધમાલ
Pitra Dosh Mantra : પિતૃદોષ દૂર કરવા માટે કયા મંત્રનો જાપ કરવો જોઈએ?
Jio લાવ્યું 31 દિવસનો સસ્તો પ્લાન ! રોજ મળશે 1.5GB ડેટા, કિંમત માત્ર આટલી
Money Plant Vastu Tips : મની પ્લાન્ટ પાસે ભૂલથી પણ આ વસ્તુ ન રાખો, નહીતર આવશે ગરીબી !

ક્રોએશિયા ગવર્મેન્ટની વેબસાઇટ મુજબ અમેરિકન ટ્રાવેલર્સ અને યુરોપીયન યુનિયનના યાત્રીઓએ ફાઇઝર અને મોર્ડેનાના બંને ડોઝ (Pfizer, Moderna, AstaZeneca, Gamaleya, Sinopharm) લીધા હોવાનું સર્ટિફિકેટ રજૂ કરવું પડશે જે 270 દિવસથી વધુ જૂનું ન હોવું જોઈએ. અથવા તો સિંગલ ડોઝ (Janssen/Johnson & Johnson) નું સર્ટિફિકેટ કે જે 270 દિવસથી જૂનું ન હોવું જોઈએ.

ગઈકાલે ઓસ્ટ્રેલિયા ટુરિઝમની વેબસાઇટમાં સમજાવતા ઓસ્ટ્રેલિયાએ પણ ઘોષણા કરી કે રસીકરણના 9 મહિના સુધી જ વેક્સિન સર્ટીફીકેટ યોગ્ય ગણાશે. આપના રસીકરણના પ્રથમ ડોઝના 22માં દિવસે તમે ‘વેક્સિનેટેડ’ ગણાવ છો. જે 90 દિવસ ચાલે છે અને બીજા ડોઝ બાદ તેની વેલીડિટી બીજા 270 દિવસ સુધી વધી જાય છે.

જે માત્ર સિંગલ ડોઝ વાળી વેક્સિન છે તે 22માં દિવસથી અને વેક્સિનેશનના 270 દિવસ સુધી વેલીડ ગણાશે. આ નિયમ તેવા લોકો માટે પણ લાગુ પડશે કે જેને કોઈ પણ રસીનો પ્રથમ ડોઝ લીધા પહેલા કોરોના થયો હોય.

તેનો મતલબ એવો થાય છે કે જે લોકોએ મોર્ડેના અથવા તો ફાઇઝરનો બીજો ડોઝ ફેબ્રુઆરીએ 2021ના અંતમાં લીધો છે તે નવેમ્બર 2021 સુધીમાં કોઈ પણ બુસ્ટર ડોઝ લીધા વગર ઓસ્ટ્રિયાની યાત્રા કરી શકે છે અને જે યાત્રીઓની 270 દિવસની સીમા પાર થઈ જાય છે તેને કોરોના નેગેટિવ રિપોર્ટ અથવા તો કોરોના વાયરસમાંથી મુક્ત થયા હોય તેવું પ્રમાણ પત્ર રજૂ કરવું પડશે અને 10 દિવસ સુશી સેલ્ફ આઇસોલેટેડ રહેવું પડશે.

પહેલાના નિયમો પર જો નજર કરીએ તો માત્ર રસીની અમુક સ્વીકૃત બ્રાન્ડ અને ‘સંપૂર્ણ વેક્સિનેટેડ’ ની વ્યાખ્યા સાથે જોડાયેલો હતો, જેનો અર્થ થતો કે વેક્સિનનો છેલ્લો ડોઝ અને યાત્રીની આગમનની તારીખ વચ્ચે 14 દિવસનો ફરક હોવો જોઈએ.

જો કે અન્ય બીજા કોઈ યુરોપીયન દેશોએ આ પ્રકારના કોઈ નિયમ બહાર નથી પાડ્યા પરંતુ વિદેશ યાત્રા કરતાં લોકોએ આવા સ્થાનોના નિયમો ખાસ જોઈ લેવા જોઈએ. આવતા મહિને બાઈડેન સરકાર તેવા અમેરિકનોને બુસ્ટર ડોઝ આપવાની વિચારણા કરી રહી છે જેને 8 મહિના પહેલા જ વેક્સિનનો અંતિમ ડોઝ લઈ લીધો છે.

 

આ પણ વાંચો: શું વિકી કૌશલ અને કેટરીના કૈફે સાચે કરી લીધી સગાઈ? અભિનેત્રીની ટીમે કર્યો ખુલાસો

આ પણ વાંચો:  Maharashtra: કોરોનાની ત્રીજી લહેરને આમંત્રણ ન આપવા મુખ્યમંત્રી ઉદ્ધવ ઠાકરેની જનતાને અપીલ

Next Article