US Iran Tension: ત્રીજા વિશ્વ યુદ્ધના ભણકારા! ઈરાન પર ગુસ્સે થયું અમેરિકા, હજારો સૈનિકોની ઉતારી સેના

|

Aug 08, 2023 | 11:23 AM

અમેરિકા અને ઈરાન વચ્ચે 2019થી જહાજોને જપ્ત કરવાને લઈને વિવાદ ચાલી રહ્યો છે. તાજેતરના દિવસોમાં આ વિવાદ વધુ ઘેરો બન્યો છે. આના પરિણામે અમેરિકાએ લાલ સમુદ્રમાં 3000થી વધુ સૈનિકો તૈનાત કર્યા છે.

US Iran Tension: ત્રીજા વિશ્વ યુદ્ધના ભણકારા! ઈરાન પર ગુસ્સે થયું અમેરિકા, હજારો સૈનિકોની ઉતારી સેના
Image Credit source: Tv9 ભારતવર્ષ

Follow us on

અમેરિકા અને ઈરાન વચ્ચે તણાવ વધી રહ્યો છે. દરિયામાં ઈરાનની કાર્યવાહીથી અમેરિકા ચોંકી ગયું છે. અમેરિકાએ લાલ સમુદ્રમાં 3000થી વધુ સૈનિકો તૈનાત કર્યા છે. આ સાથે તેણે યુદ્ધ જહાજ અને F-35, F-16 ફાઈટર જેટ પણ તૈનાત કર્યા છે. જણાવી દઈએ કે પર્સિયન ગલ્ફમાં તેના ટેન્કરો જપ્ત કરવામાં આવતા અમેરિકા નારાજ છે. અમેરિકી સેનાનું કહેવું છે કે છેલ્લા બે વર્ષમાં ઈરાને કાં તો 20 આંતરરાષ્ટ્રીય જહાજો જપ્ત કર્યા છે અથવા તો તેને નિયંત્રિત કરવાનો પ્રયાસ કર્યો છે.

આ પણ વાંચો: Pakistan Breaking News: પાકિસ્તાનના બલૂચિસ્તાનમાં બોમ્બ બ્લાસ્ટ, યુસી ચેરમેન સહિત 7ના મોત

અમેરિકાએ કહ્યું છે કે આ વેપારી જહાજો પરની કાર્યવાહીને લઈને કરવામાં આવ્યું છે. અમેરિકાએ કહ્યું છે કે હોર્મુઝ પાસ વિશ્વ માટે ખૂબ જ મહત્વપૂર્ણ દરિયાઈ માર્ગ છે. કારણ કે વિશ્વની 20 ટકા માલ આ માર્ગ પરથી પસાર થાય છે. પરંતુ ઈરાન તેને પ્રભાવિત કરવાનો પ્રયાસ કરી રહ્યું છે. જણાવી દઈએ કે 2019થી જહાજોને જપ્ત કરવાને લઈને બંને દેશો વચ્ચે વિવાદ ચાલી રહ્યો છે. તાજેતરના દિવસોમાં આ વિવાદ વધુ ઘેરો બન્યો છે. ઈરાનની કાર્યવાહી બાદ અમેરિકાએ પણ ઈરાનના જહાજોને જપ્ત કરવાનું શરૂ કરી દીધું છે.

શિયાળામાં સ્ટાર ફ્રુટ ખાવાથી થાય છે અઢળક લાભ
આજનું રાશિફળ તારીખ : 23-11-2024
યુદ્ધના ભણકારા વચ્ચે કિમ જોંગે મોકલ્યા સૈનિક, બદલામાં પુતિને આપી ખાસ 70 ભેટ, જુઓ
23 નવેમ્બર, કાલ ભૈરવ જયંતીના દિવસે કરો આ બે કામ, જીવનની નકારાત્મકતા થશે દૂર, ઈચ્છાઓ થશે પૂરી
અદિતિ મિસ્ત્રીની બહેન દિવ્યા મિસ્ત્રી પણ ખુબ હોટ છે, જુઓ ફોટો
Winter Tips : ધાબળામાં આવતી વાસ થશે છૂમંતર, અપનાવો આ ટિપ્સ

ગલ્ફના દેશો પોતાને બચાવવા માટે સક્ષમ છે: ઈરાન

ઈરાનના વિદેશ મંત્રાલયના પ્રવક્તા નાસિર કાનાનીએ સોમવારે એક પ્રેસ કોન્ફરન્સમાં કહ્યું કે અમેરિકાએ માત્ર પોતાના હિત માટે જ સૈનિકો તૈનાત કર્યા છે. મીડિયા સાથે વાત કરતા કાનાણીએ કહ્યું કે અમેરિકન સૈનિકોએ ક્યારેય તે વિસ્તારની સુરક્ષા કરી નથી. આ પ્રદેશમાં તેમના હિતોએ હંમેશા તેમને અસ્થિરતા અને અસુરક્ષાને પ્રોત્સાહન આપવા માટે ફરજ પાડી છે. પર્સિયન ગલ્ફના દેશો તેમની સુરક્ષા સુનિશ્ચિત કરવામાં સક્ષમ છે.

ઈરાને કોમર્શિયલ ટેન્કર જપ્ત કર્યું

તમને જણાવી દઈએ કે લેટેસ્ટ ડેવલપમેંટ ત્યારે સામે આવ્યું છે, જ્યારે અમેરિકાએ ગયા મહિને ઈરાન પર ઓમાનની ખાડીમાં એક કોમર્શિયલ ટેન્કર જપ્ત કરવાનો આરોપ લગાવ્યો હતો. અમેરિકાએ આરોપ લગાવ્યો હતો કે ઈરાને 5 જુલાઈના રોજ બે કોમર્શિયલ ઓઈલ ટેન્કર રિચમંડ વોયેજરને જપ્ત કરવાનો પ્રયાસ કર્યો હતો. જોકે, ઈરાને અમેરિકાના આરોપોને ફગાવી દીધા હતા. તેણે કહ્યું કે તેને જપ્ત કરવાનો આદેશ મળ્યો છે.

આંતરરાષ્ટ્રીય તમામ સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો

Next Article