Maldives : આ કેવો ભય છે? વિશ્વમાં પહેલી વાર ઊંડા પાણીમાં કેબિનેટની બેઠક, માલદીવના દરિયામાં લેવામાં આવ્યો મોટો નિર્ણય

|

Oct 08, 2024 | 9:53 AM

Maldives Underwater Cabinet Meeting : માલદીવ પાણીની સુંદરતા માટે જાણીતું છે, પરંતુ આ પાણી તેના માટે જોખમનું કારણ પણ બની રહ્યું છે, જેના માટે અહીં વિશ્વની પ્રથમ અંડરવોટર કેબિનેટ બેઠક યોજાઈ હતી. જાણો કેવી રીતે પાણી માલદીવ માટે ખતરો બની રહ્યું છે અને શા માટે વિશ્વની પ્રથમ અંડરવોટર કેબિનેટ બેઠક યોજાઈ હતી.

Maldives : આ કેવો ભય છે? વિશ્વમાં પહેલી વાર ઊંડા પાણીમાં કેબિનેટની બેઠક, માલદીવના દરિયામાં લેવામાં આવ્યો મોટો નિર્ણય
Maldives Underwater Cabinet Meeting

Follow us on

5.25 લાખ લોકોની વસ્તી ધરાવતું માલદીવ ફરી એકવાર સમાચારોમાં છે. માલદીવના રાષ્ટ્રપતિ મોહમ્મદ મુઈઝુ ભારતની મુલાકાતે છે. માલદીવ પાણીની સુંદરતા માટે આખી દુનિયામાં પ્રખ્યાત છે અને પાણી સંબંધિત રેકોર્ડ પણ આ દેશના નામે છે. વિશ્વની પ્રથમ અંડરવોટર કેબિનેટ બેઠક માલદીવમાં થઈ હતી. આ બેઠકમાં મહત્વનો નિર્ણય પણ લેવામાં આવ્યો હતો. વિશ્વમાં આ પ્રકારની પ્રથમ કેબિનેટ બેઠકે સમગ્ર વિશ્વમાં ચર્ચા જગાવી હતી.

માલદીવ પાણીની સુંદરતા માટે જાણીતું છે, પરંતુ આ પાણી તેના માટે જોખમનું કારણ પણ બની રહ્યું છે. આ માટે બેઠક યોજાઈ હતી. જાણો કેવી રીતે પાણી માલદીવ માટે ખતરો બની રહ્યું છે અને શા માટે વિશ્વની પ્રથમ અંડરવોટર કેબિનેટ બેઠક યોજાઈ હતી.

કેબિનેટની પહેલી બેઠક પાણીમાં કેમ થઈ?

પાણીના ઉંડાણમાં બેઠક યોજવાનું કારણ ગ્લોબલ વોર્મિંગના ભય વિશે જણાવવાનું હતું. માલદીવ એવા દેશોમાં સામેલ છે જ્યાં ડૂબવાનું જોખમ સૌથી વધુ છે. વૈજ્ઞાનિકોનું કહેવું છે કે દર વર્ષે માલદીવની આસપાસ પાણીનું લેવલ 3 થી 4 મિલીલીટર વધી રહ્યું છે. એવી આગાહી કરવામાં આવી હતી કે 21મી સદીના અંત સુધીમાં માલદીવ સમુદ્રમાં ડૂબી શકે છે. તે સંપૂર્ણપણે ડૂબી શકે છે. તેનું કારણ ગ્લોબલ વોર્મિંગના કારણે બરફનું ઝડપથી પીગળવું છે.

Darshan Raval Wedding: બોલિવુડની હિરોઈનો કરતા પણ વધારે સુંદર છે દર્શન રાવલની પત્ની ! જુઓ-Photo
Agriculture Tips : ઘરે સરળતાથી બનાવો આ 4 ખાતર, જાણો
આજનું રાશિફળ તારીખ : 19-01-2025
Insomnia Reason : કયા વિટામિનની ઉણપને કારણે ઊંઘ નથી આવતી ? જાણી લો
ગાયને આ વસ્તુ ખવડાવવા થી થાય છે ધનની પ્રાપ્તિ, જાણો
શિયાળામાં રાત્રે કેળા ખાવા જોઈએ કે નહીં ? આ લોકોએ તેનાથી દૂર રહેવું જોઈએ

30 મિનિટ સુધી ચાલી બેઠક

19 ઓક્ટોબર 2009ના રોજ યોજાયેલી આ બેઠકમાં માલદીવના 11 મંત્રીઓએ પાણીમાં ઘૂસીને કેબિનેટની બેઠક યોજી હતી. આ બેઠક પાણીના ઉંડાણમાં 30 મિનિટ સુધી ચાલી હતી. કેબિનેટે 9 પ્રસ્તાવોને લીલી ઝંડી આપી છે. આ બેઠકમાં માલદીવને ધીમે-ધીમે પાણીમાં ડૂબવાથી કેવી રીતે રોકી શકાય તે અંગેના નિર્ણયો લેવામાં આવ્યા હતા. આ બેઠકનો વિચાર તત્કાલિન રાષ્ટ્રપતિ મોહમ્મદ નશીદ તરફથી આવ્યો હતો.

વૈજ્ઞાનિકોએ કહ્યું કે, ખતરો એટલો મોટો છે કે દર વર્ષે આ દેશનો કોઈને કોઈ ભાગ પાણીમાં ડૂબી રહ્યો છે. જો તાપમાન ઝડપથી વધતું રહેશે તો સ્થિતિ વધુ ખરાબ થશે અને આ દેશ ડૂબી જશે.

કેવા નિર્ણયો લેવામાં આવ્યા?

તત્કાલિન રાષ્ટ્રપતિ મોહમ્મદ નશીદે કહ્યું કે, આ વિશ્વની પ્રથમ અંડરવોટર કેબિનેટ મીટિંગ દ્વારા અમે લોકોને એ અહેસાસ કરાવવાનો પ્રયાસ કરી રહ્યા છીએ કે આ મુદ્દો માત્ર માલદીવનો નથી. આ એક વૈશ્વિક સમસ્યા છે. ગીરીફુશી દ્વીપ નજીક સપાટીથી 20 ફૂટની ઉંડાઈએ યોજાયેલી બેઠકમાં ઘણા નિર્ણયો લેવામાં આવ્યા હતા. આમાં સૌથી મહત્વનો નિર્ણય કાર્બન ડાયોક્સાઇડના ઉત્સર્જનને ઘટાડવાનો હતો. વૈજ્ઞાનિકોએ કહ્યું કે, વાતાવરણમાં વધતી જતી ગરમી ગ્લોબલ વોર્મિંગનું કારણ છે. કાર્બન ઉત્સર્જનને કારણે તાપમાન વધી રહ્યું છે, પરિણામે હિમનદીઓ પીગળી રહી છે.

મોટા દેશો શું પગલાં લઈ રહ્યા છે

નશીદે પહેલેથી જ જાહેરાત કરી હતી કે જો 1,192 કોરલ ટાપુઓ ડૂબી જશે તો તેઓ તેમના લોકો માટે નવું ઘર ખરીદવા માટે ફંડ બનાવશે. તેમણે માલદીવના લોકોને એક દાયકાની અંદર વિશ્વનું પ્રથમ સૌથી વધુ કાર્બન-નિયંત્રિત રાષ્ટ્ર બનવાનું વચન આપ્યું હતું. આ બેઠક ચર્ચામાં રહી અને આ બહાને ફરી એકવાર ચર્ચા શરૂ થઈ કે વિશ્વને ગ્લોબલ વોર્મિંગના સંકટમાંથી કેવી રીતે બચાવી શકાય. વિશ્વના મોટા દેશો શું પગલાં લઈ રહ્યા છે અને આ સંકટમાંથી શું પરિણામ આવી શકે છે?

 

Next Article